Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



રત્નભંડારની ચાવી ક્યાં?

26 May, 2024 09:54 AM IST | Delhi
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

જ્યાં જગન્નાથ ભગવાનને ચડાવાયેલાં સોનાચાંદીનાં ઘરેણાં, દુર્લભ એવાં હીરામાણેક અને ઝવેરાતનો ખજાનો પડ્યો છે એની ચાવીઓ ગાયબ થઈ ગઈ છે અને ત્યાં કેટલો ખજાનો પડ્યો છે એનું છેલ્લા ચાર દાયકામાં કોઈ ઑડિટ પણ નથી થયું.

મૂર્તિઓ

મૂર્તિઓ


હમણાં આપણો દેશ લોકશાહીનું પર્વ ઊજવી રહ્યો છે. દેશની સામાન્ય ચૂંટણી કુલ સાત ચરણોમાં થશે એવું ચૂંટણીપંચ દ્વારા નક્કી કરવામાં આવ્યું અને ગઈ કાલે એનું છઠ્ઠું ચરણ સંપન્ન પણ થઈ ગયું. આ છઠ્ઠા ચરણમાં જ ઓડિશા રાજ્યમાં પણ ચૂંટણી હતી. હવે આવનારા શનિવારે આ ચૂંટણી મહાપર્વના છેલ્લા ચરણનું મતદાન થશે અને ૪ જૂને તો ચૂંટણી-પરિણામો પણ આવી ગયાં હશે. આ સાતેય ચરણો દરમિયાન દેશની સામાન્ય જનતાને પોતાની તરફ કરી લેવાના પ્રયાસરૂપે દરેક પક્ષ અને નેતાઓ ચૂંટણીપ્રચાર કે જાહેર રૅલીઓમાં અનેક મુદ્દાઓ લઈ આવે છે જેમાનાં કેટલાક સાવ હસવું આવે એવા હોય તો કેટલાક સાચે જ ચર્ચા કરવા યોગ્ય જણાય એવા મુદ્દાઓ પણ હોય છે. જેમ કે છઠ્ઠા ચરણના ચૂંટણીપ્રચાર દરમિયાન દેશના હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જગન્નાથપુરીના શ્રી મંદિરના રત્નભંડાર વિશેની વાતો એક રૅલીમાં ઉઠાવી હતી. મુદ્દો ખરેખર જ વિચાર માગી લે એવો છે. ભારતીય સંસ્કૃતિની ધરોહર કહી શકાય એવું જગન્નાથપુરીનું મંદિર અને ત્યાં ભક્તો દ્વારા રોજેરોજ ચડાવવામાં આવતી અનેકાનેક અમૂલ્ય ભેટોને સાચવતા રત્નભંડારની વાત છે. એવું તો કઈ રીતે બની શકે કે ભેટો જ્યાં સચવાતી હતી એ રત્નભંડારની ચાવીઓ જ ખોવાઈ જાય? અને ધારો કે ખોવાઈ પણ ગઈ હોય તો શું એ માટે કોઈની જવાબદેહી બનતી જ નથી? આ વિશે તો થોડી વિગતે ચર્ચા કરવી જ રહી.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

26 May, 2024 09:54 AM IST | Delhi | Aashutosh Desai

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK