Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


લાઇફસ્ટાઈલ સમાચાર ફોટોઝ

મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું તેજસ રાવલને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: તેજસ રાવલ- વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણવાળા આધ્યાત્મિક ઉપચારક ને વૈશ્વિક હીલર

એક હિન્દી ફિલ્મનો ખૂબ જ જાણીતો સંવાદ છે "મર્દ કો કભી દર્દ નહીં હોતા." પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછાં લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી પણ તમામ મર્દ દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યા છે તેમની વાત તમારાં સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ `મૅન્ટાસ્ટિક`. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી નવો ચીલો ચાતર્યો હોય. `મૅન્ટાસ્ટિક`ના આજના એપિસોડમાં આપણે વાત કરીશું તેજસ રાવલ વિશે. જેમણે આધ્યાત્મિકતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જીવનના પ્રશ્નોને ઉકેલવાની કળાને જીવનમાં ઉતારી છે એટલું જ નહીં પણ તેઓ સ્પિરિચ્યુઅલ હીલરની સાથે સાથે કૉસ્મિક એનર્જી સાથે પણ ગાઢ સંબંધ ધરાવે છે તો આજે જાણીએ તેમના વિશે બધું જ... 14 May, 2025 02:42 IST Mumbai | Shilpa Bhanushali
ફિલાડેલ્ફિયાનો ઉનાળો અઢળક વિકલ્પોથી  ભરપૂર

Summer in Philadelphia: સંગીત, ખાણી-પીણી, રમત-ગમત અને રોમાન્સ, જે માગો એ હાજર

સાંસ્કૃતિક ઉજવણીઓ, યાદગાર તહેવારો અને મજેદાર પૉપ-અપ્સ એ ફિલાડેલ્ફિયાની સમર સિઝનનો અનુભવ લેવાની ઘણી બાબતોમાંના કેટલાક જાણીતા વિકલ્પો છે. ફિલાડેલ્ફિયા સમર માટે કેમ અલ્ટિમેટ ડેસ્ટિનેશન છે એ જાણવા માટે હાજર છે શ્રેષ્ઠ વિકલ્પો આઉટડોર એક્ટિવિટીઝના. વાઇબ્રન્ટ આઉટડોર્સ – જ્યારે સુરજ પ્રકાશતો હોય ત્યારે આઉટડોર જવા માટે ફિલાડેલ્ફિયા બેસ્ટ છે. ફાઉન્ટેન શોઝ, મીની ગોલ્ફ, ડાન્સ લેસન્સ અને બીજી ફેમિલી ફ્રેન્ડલી એક્ટિવિટી તમે ફ્રેન્કલીન સ્ક્વેરમાં કરી શકશો. જૂનમાં શરૂ થતો વાર્ષિક ચાઇનિઝ લેન્ટર્ન ફેસ્ટિવલ સાંજે માણવાનું ચૂકતા નહીં જ્યારે એલઈડી લાઇટ્સથી સજાવેલા હજારો લેન્ટર્ન્સ ફ્રેન્કલીન સ્કેવરને ટેક્નિકલરમાં ફેરવી નાખે છે 14 May, 2025 07:02 IST Philadelphia | Gujarati Mid-day Online Correspondent
એડલર પ્લેનેટોરિયમ શિકાગો

Illinois Summer Magic: કુદરતી સૌંદર્ય, લક્ઝરી અને આઉટડોર એક્ટિવિટી માટે આદર્શ

ઇલિનોઇસનો ઉનાળો એટલે મિડલવેસ્ટના સૂર્યની ગરમીની મજા, જેમાં દરેક જણા શિકાગોના લેકફ્રન્ટ પર આઉટડોર રમતો જોવા આવે અથવા તો ગ્રેટ રિવર રોડ પર મનોહર ડ્રાઇવ કરવા લોકોને લલચાવે. શહેરની દોડધામથી દૂર લઇ જાય એવા આ અનુભવો ફેમિલી અને દોસ્તો સાથે માણવા જેવા હોય છે. તેમાં ઈતિહાસ, સંસ્કૃતિ પણ ભરપુર છે અને તે જ અહીંના ઉનાળાનો રોમાંચ છે. શિકાગોના લેકફ્રન્ટ અને મ્યુઝિયમ કેમ્પસની મુલાકાત મજેદાર જ હોય. લેક મિશિગન ઉનાળામાં ભવ્ય દેખાય છે અને લેક ફ્રન્ટ ટ્રેલ પણ તેના કિનારે 18 માઇલની બાઇક ટ્રેલ અને 18.5 માઇલની પેડેસ્ટ્રિયન ટ્રેલ ઑફર કરે છે જેમાં અત્યંત રમણીય દ્રશ્યો જોવા મળે છે. ચાલવા, ટહેલવા અને બાઇક રાઇડિંગથી માંડીને પિકનિક કરવા માટે અહીં મજાના સ્પૉટ્સ છે. 14 May, 2025 07:02 IST Chicago | Gujarati Mid-day Online Correspondent
આજના કવિવારના એપિસોડમાં કવિ વિનોદ જોશીની રચનાઓ

કવિવાર: સજન, પાંખો આપો તો અમે આવીએ... કવિ વિનોદ જોશી

કવિ વિનોદ જોશીનું નામ આવે એટલે લયનું આખેઆખું ગામ યાદ આવે. ભાતીગળ શબ્દાવલીઓથી તેઓનાં ગીતોએ ગુર્જર સાહિત્યને શોભાવ્યું છે. જન્મ ૧૩ ઓગસ્ટ, ૧૯૫૫ને દિવસે અમરેલીના ભોરીંગડા ગામે. ગુજરાતી સાહિત્યમાં સ્નાતક આ કવિએ `રેડિયો નાટકનું કલાસ્વરૂપ અને ગુજરાતીમાં તેનો વિકાસ’પર પીએચડી કર્યું. અનેક માતબર શૈક્ષણિક સંસ્થાઓમાં અધ્યાપનકાર્ય કર્યું. આજે એમની સદાબહાર રચનાઓ માણીએ. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ. 13 May, 2025 11:00 IST Mumbai | Dharmik Parmar
કચ્છના માધાપરમાં રનવે બનાવતી મહિલાઓ

જ્યારે પાકિસ્તાનને ભારે પડી હતી કચ્છના માધાપરની મર્દાનીઓ

૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયું ત્યારે મા ભોમની રક્ષા કાજે જ્યારે હાકલ પડી ત્યારે કચ્છના માધાપર ગામની મહિલાઓ એક પળનો કે પોતાના જીવનોય વિચાર કર્યા વિના મેદાનમાં ઊતરી હતી: ઉપરથી પાકિસ્તાનનાં લડાકુ વિમાનો પસાર થાય અને નીચે ગભરાયા વિના વાયુસેનાની સાથે ખભેખભો મિલાવીને મહિલાઓએ રનવે તૈયાર કર્યો, જેના પરથી વાયુસેનાનાં વિમાનોએ ઉડાન ભરીને પાકિસ્તાનનો ખુડદો બોલાવી દીધો હતો: મિડ-ડેએ એ મહિલાઓ સાથે વાત કરી જેમણે રનવે તૈયાર કરવામાં ભૂમિકા ભજવી હતી 12 May, 2025 07:00 IST Gandhinagar | Shailesh Nayak
સગલા બગલા મિઠાઈનું આકર્ષક પેકેજિંગ અને ફાંકડો દેખાવ

Jyaafat:સુરતની ધાંસુ અરબી મીઠાઈ સગલા-બગલામાં સ્વાદ, કારીગરી અને કલ્ચરનો ઈતિહાસ

ગુજરાતનું ઐતિહાસિક શહેર સુરત, જે હીરા, કાપડ અને મીઠાઈ માટે જગવિખ્યાત છે. અહીં ઘારી જેટલી લોકપ્રિય છે, તેટલું જ વિશેષ સ્થાન ‘સગલા-બગલા’ મીઠાઈએ પણ મેળવ્યું છે. કાજુ-પિસ્તાના માવાથી સમૃદ્ધ બનેલી આ મીઠાઈની બાહ્ય રચના એટલી નાજુક છે કે કાગળ કરતાં પણ પાતળી પડથી બનેલી હોય છે—ખારી બિસ્કિટના પડ પણ તેની સામે ઝાંખા લાગે. આ સગલાબગલાને ત્રિકોણ બોક્સમાં જોતા જ મોઢામાં પાણી આવી જાય. જ્યારે મેં બોક્સ ખોલ્યું ત્યારે તેની લલચાવતી સુગંધ આખા વાતાવરણમાં છવાઈ ગઈ. દરેક પડમાંથી ઘી ની મધુર સુગંધ અનુભવાઈ. ઉપરથી ક્રિસ્પી દેખાતી આ મીઠાઈ જ્યારે મોઢામાં મૂકી, ત્યારે આ... હા... હા... હા... એક અલૌકિક સ્વાદની જુગલબંધીનો અનુભવ થયો—એવો કે ફરી ફરીને ખાવાનું મન થાય. એક કલાક સુધી તો પાણી પીવાનું પણ મન ન થયું—એટલો એનો સ્વાદ દાઢે રહી ગયો. આ મીઠાઈ સ્વાદમાં ગળી જાય છે પણ અતિશય મીઠી નથી લાગતી. કાજુ, પિસ્તા અને ઈલાયચીથી ભરેલો નરમ માવો અને પાતળી, કડક પફી લેયરની સંગત સાથે આ મીઠાઈએ મને યાદગાર અને ‘એક નંબર’ના સ્વાદનો અનુભવ કરાવ્યો. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી) 10 May, 2025 06:27 IST Surat | Gujarati Mid-day Online Correspondent
સ્વાસ્થ્યાસનના છેતાળીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: પાચન, લવચિકતા અને પગના સ્નાયુઓને મજબૂત કરે છે આ એક યોગ પોઝ

Swasthyasan: વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘ઉત્થાન પ્રસ્થાસન`ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે આ મુદ્રાનો અભ્યાસ કરવો. રીલ જોવા અહીં ક્લિક કરો. 10 May, 2025 06:27 IST Mumbai | Shilpa Bhanushali
આજનું આસ્થાનું એડ્રેસ છે વાલપખાડી ખાતે આવેલ લક્ષ્મીનારાયણ મંદિર

આસ્થાનું એડ્રેસ : વાલપખાડીના આ મંદિરમાં સ્વાતંત્ર્યસેનાનીઓ પણ આવી ચૂક્યાં છે!

આજનું આપણું આસ્થાનું એડ્રેસ છે વાલપખાડીમાં આવેલું શ્રી લક્ષ્મીનારાયણ મંદિર. આ મંદિર સાથે મેઘવાડ કમ્યુનિટિ અને ઠક્કરબાપાનું નામ જોડયેલું છે. વર્ષ ૧૯૨૩માં અહીં ડોંગરી મ્યુનિસિપલ સ્કૂલની શરૂઆત કરવામાં આવી હતી. આસપાસના લોકોના બાળકો અહીં ભણવા આવતા. ત્યાં ઠક્કરબાપાને વિચાર આવેલો કે લોકોમાં ધાર્મિક ભાવના જન્મે એ માટે મંદિરનું નિર્માણ કરવું. મંદિર સાથે સંકળાયેલા કિશન ડોડીયાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શેર કરેલી આ મંદિર વિષેની રોચક વાતો તમારા સુધી પહોંચાડવી છે. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો. 07 May, 2025 07:05 IST Mumbai | Dharmik Parmar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK