ઠેર-ઠેર ગણેશોત્સની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવી. દોઢ દિવસના ગણપતિ બપ્પાનું વિસર્જન પણ ધામધૂમ અને અતિ ઉત્સાહ સાથે કરવામાં આવ્યું. ભલે વિસર્જન થઈ ગયું પણ એની સ્મૃતિઓ હજી`ય ગણેશ ભક્તો કરી રહ્યા છે. આજે એવા જ એક પરિવારની વાત કરવી છે જેઓએ આ વર્ષે દોઢ દિવસના ગણપતિ બિરાજમાન કર્યા હતા. અને આ મોચી સમાજના પરિવારે સાંઈબાબાની દ્વાકામાઈની પ્રતિકૃતિ ડેકોરેશનમાં બનાવી હતી. દ્વારકામાઇનું ડેકોરેશન કરનાર ટીમમાંથી એક પ્રેમ ગોહિલે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે પોતાની વાત શૅર કરી હતી.22 September, 2023 08:14 IST Mumbai | Dharmik Parmar
મુંબઈના લૉઅર પરેલ વિસ્તારમાં આવેલી ખૂબ જ જાણીતી બીડીડી ચાલનું નિર્માણ 1920માં કરવામાં આવ્યું હતું. આ બીડીડી ચાલ હાલ રિડેવલપમેન્ટમાં છે ત્યારે અહીં રહી ચૂકેલા લોકો આ ચાલને ખૂબ જ મિસ કરી રહ્યા છે. અનેક જૂના રહેણાંકોમાંના એક કવિતા પાટીલે આ વર્ષે ગણેશોત્સવ દરમિયાન પોતાના ઘરે પોતાની `આઠવણીતીલ બીડીડી ચાલ` એટલે પોતાની સ્મૃતિઓમાં પડેલી બીડીડી ચાલ કેવી હતી તેના આધારે ડેકોરેશન કર્યું છે. જે તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે. તસવીર સૌજન્ય આશિષ રાજે.21 September, 2023 08:13 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈકર્સના મનગમતો ગણેશોત્સવ ચાલી રહ્યો છે. ગણેશોત્સવ દરમિયાન મુંબઈ જાણે ગણપતિમય થઈ જાય છે. મુંબઈમાં ગલીએ ગલીએ ગણપતિના ભવ્ય પંડાલ અને તેથી પણ અતિભવ્ય ડેકોરેશન જોવા મળે છે. ખરેખર, મુંબઈની ગલીઓમાં વસતા દુંદાળાદેવના દર્શન કરવાનો અને આર્શિવાદ લેવાનો અનુભવ કંઈક જુદો જ હોય છે.21 September, 2023 11:15 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ગઈ છે. વિવિધ પંડાલો અને ઘરોમાં સરસ ડેકોરેશન કરવામાં આવ્યા છે. જુદી-જુદી થીમ પર બેઝ્ડ ડેકોરેશન જોવા લોકોની મેદની ઉમટી પડતી હોય છે. આજે એવા જ એક અનોખા ડેકોરેશનની વાત કરવી છે. મુંબઈમાં આવેલ સાન્તાક્રુઝમાં રહેતાં લોહર સુથાર સમાજના દિપક મકવાણાએ પોતાના ઘરમાં જ વંદે ભારત ટ્રેનની થીમ પર ડેકોરેશન તૈયાર કર્યું છે. દિપક ભાઈ પોતે ઇન્ટિરિયર ડિઝાઇનર છે. દિપક મકવાણાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાના આ ડેકોરેશન દરમ્યાનની રોચક વાતો શૅર કરી હતી.20 September, 2023 05:20 IST Mumbai | Dharmik Parmar
ગણેશ ચતુર્થી નિમિત્તે બાપ્પાનું સ્થાપન કરી ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી અને પરિવારના સભ્યોએ 19 સપ્ટેમ્બરના રોજ તેમના મુંબઈના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે ગણેશ ચતુર્થીની ખૂબ જ ભવ્યતાથી ઉજવણી કરી હતી. તસવીરો/શાદાબ ખાન20 September, 2023 09:35 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
આજે મંગળવારે ગણેશ ચતુર્થી નિમિત્તે મુંબઈકર્સ ધામધૂમ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરતાં જોવા મળ્યા હતા. 10-દિવસીય ગણેશોત્સવની શરૂઆત થતાં જ મુંબઈકર્સ ગણપતિબાપ્પાને પોતાના ઘરમાં બિરાજમાન કરવા ઉત્સુક દેખાઈ રહ્યા છે. (તસવીર સૌજન્ય : અનુરાગ આહિરે)19 September, 2023 05:31 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
Ganesh Chaturthi 2023: સોમવારે રાત્રે અનેક બૉલિવૂડ સ્ટાર્સના ઘરે ગણપતિ બાપ્પાનું આગમન થયું હતું. આજે મંગળવારે તો સ્થાપનાનું શુભ મુહૂર્ત હોવાથી સૌ કોઈ ગઇકાલે જ બાપ્પાને ધામધૂમથી લાવતાં જોવા મળ્યા હતા.19 September, 2023 11:57 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગણેશ ચર્તુથી પર ઠેર ઠેર બાપ્પાના પંડાલ તૈયાર કરવામાં આવ્યાં છે. દેશના ખૂણે ખૂણે ગજાનંદની સ્થાપના કરી તેમની આજે પૂજા કરવામાં આવે છે. 19 September, 2023 10:44 IST Mumbai | Gujarati Mid-day Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK
Radio City Gujarati : A dedicated online radio station for Gujarati natives all over the world. Devotional, lok sangeet, garba and Gujarati film music streaming all day long.