ભારતનો ૫૬મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI) 28મી નવેમ્બરે ગોવામાં પૂર્ણ થયો. વર્ષોથી આ ફિલ્મ ફેસ્ટિવલે જમાવટ કરી છે અને આ વર્ષે પણ ધુંઆધાર પ્રસ્તુતી સાથે ફેસ્ટિવલની પુરો થયો. 81 દેશોની 240થી વધુ ફિલ્મો, એક્સેસિબલિટી પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરીને અને AI-સંચાલિત વાર્તા કહેવાના બોલ્ડ પ્રયોગ સાથે, આ ફેસ્ટિવલે દક્ષિણ એશિયાના સૌથી મહત્વપૂર્ણ સિનેમેટિક મેળાવડા તરીકે પોતાના સ્થાનને વધુ મજબૂત બનાવ્યું છે. (તમામ તસવીરો - ઇફ્ફી ઑફિશ્યલ વેબસાઇટ)09 December, 2025 07:26 IST Goa | Gujarati Mid-day Online Correspondent
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલીક ડેબ્યૂ ફિલ્મો માત્ર શરૂઆત નથી હોતી, પરંતુ એક નવા યુગની શરુઆત બની જાય છે. કેટલીક વખત નવા દિગ્દર્શકો પોતાની પહેલી જ ફિલ્મથી એ લેવલનું સ્ટોરીટેલિંગ, દ્રષ્ટિકોણ અને અસરકારક સિનેમા રજૂ કરે છે કે તેઓ સીધા જ દર્શકોના મનમાં અને ફિલ્મ ઇતિહાસમાં પોતાની જગ્યા બનાવી લે છે. આવી જ કેટલીક યાદગાર ડેબ્યૂ ફિલ્મો અને તેમના દિગ્દર્શકો વિશે આ ખાસ વાત, જેમણે પોતાની પહેલી ફિલ્મથી જ સ્ક્રીન પર ધમાલ મચાવી હતી.08 December, 2025 02:11 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટીવી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્યજીએ મુંબઈમાં નવું ઘર ખરીદ્યું છે. તેણે ગૃહસ્થી સમારોહની ઝલક સોશિયલ મીડિયા પર શૅર કરી છે. તેણે હિન્દુ રીતરિવાજ મુજબ બધી વિધિઓ કરી હતી.
07 December, 2025 09:26 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમના 250 કરોડ રૂપિયાના નવા ઘરમાં રહેવા ગયા છે. આ દંપતીએ નવેમ્બરમાં ઘરે પૂજા કરી હતી. આલિયાએ તાજેતરમાં પૂજાના ફોટા શેર કર્યા છે, જેમાં આલિયા, રણબીર, નીતુ અને રાહા તેમના ઘર માટે હવન કરતા જોવા મળે છે. આ સુંદર ફોટોઝ બતાવે છે કે આ દંપતી એક નવી સફર પર સાથે શરૂઆત કરી રહ્યું છે.
05 December, 2025 09:47 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
સાઉથની ફિલ્મોની સુપર સ્ટાર અભિનેત્રી સમન્થા રુથ પ્રભુ અને નિર્માતા-દિગ્દર્શક રાજ નિદિમોરુ આજે લગ્નના બંધનમાં બંધાયા છે. આ સાથે, બન્નેએ હવે સત્તાવાર રીતે લગ્ન કરી લીધા છે. (તસવીરો: સમન્થા ઇન્સ્ટાગ્રામ)01 December, 2025 04:37 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુપરસ્ટાર ધર્મેન્દ્રના નિધન બાદ ગઈ કાલે બાંદરા-વેસ્ટની તાજ લૅન્ડ્સ એન્ડ હોટેલમાં તેમની યાદમાં સાંજે પાંચથી સાડાસાત વાગ્યા સુધી પ્રાર્થનાસભા ‘સેલિબ્રેશન ઑફ લાઇફ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થનાસભામાં સોનુ નિગમે દિવંગત ધર્મેન્દ્રનાં ગીતો પર પર્ફોર્મન્સ આપ્યો હતો. આ પ્રાર્થનાસભાના સ્થળને ફૂલોથી ડેકોરેટ કરવામાં આવ્યું હતું અને તમામ સ્વજનો પ્રાર્થના કરી શકે એ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. સની દેઓલ, બૉબી દેઓલ, હેમા માલિની અને એશા દેઓલે મળીને સંયુક્ત રીતે આ પ્રાર્થનાસભાનું આયોજન કર્યું હતું અને એમાં પરિવારના સભ્યો, મિત્રો અને બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝે હાજરી આપી હતી.28 November, 2025 10:23 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK