દર વર્ષે 21 જૂને વિશ્વ સંગીત દિવસ (World Music Day) ઉજવાય છે, એક એવો દિવસ જ્યારે સંગીતપ્રેમીઓ અને કલાકારો સંગીતની શક્તિ અને ભાવનાત્મક અસરનો ઉત્સવ મનાવે છે. સંગીત એ માત્ર રાગ, તાલ કે શબ્દોનો સમૂહ નથી, પણ એક જીવંત અનુભવ છે, જે આપણા જીવનના ઉતાર-ચઢાવમાં આપણી સાથે રહે છે.
આ ખાસ દિવસે, ગુજરાતી મિડ-ડેએ સંગીત જગતમાં પોતાનું સ્થાન બનાવનારા ઘણા પ્રતિભાશાળી કલાકારો સાથે ખાસ વાતચીત કરી - જેમાં જાહ્નવી શ્રીમાંકર, નિશા કાપડિયા, આશિતા લિમયે, પાર્થ ભરત ઠક્કર અને મહર્ષિ પંડ્યાનો સમાવેશ થાય છે.
ગુજરાતી મિડ-ડેએ આ પ્રતિભાશાળી કલાકારો સાથે વાતચીત દરમિયાન સંગીતને લઈને તેમના અનુભવ વિશે કેટલાક સરળ પરંતુ હૃદયસ્પર્શી પ્રશ્નો કર્યા. અમે પૂછ્યું કે તેમનો સંગીત સાથેનો પરિચય ક્યારે અને કેવી રીતે થયો? સંગીતે તેમના જીવનમાં શું બદલાવ લાવ્યો? તેમના માટે સંગીતનો અર્થ શું છે? અને એવું કયું એક ગીત કે રાગ છે જે તેમના મનને શાંતિ આપે છે? દરેક કલાકારે પોતાના જીવનના અનુભવો વિશે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું. આ તમામ રસપ્રદ વાતો અને જવાબોની વિગતવાર રજૂઆત તમે આગળના લેખમાં વાંચી શકશો.
22 June, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent