ખાર એજ્યુકેશન સોસાયટીની જુનિયર કૉલેજના સન્મય શાહની ઑલ ઇન્ડિયા ત્રીજી રૅન્ક આવીઃ યોગને કારણે તે જરા પણ હાઇપર નહોતો રહેતો
સન્મય તેનાં ડૉક્ટર માતા-પિતા ગીતાંજલિ અને વિક્રમ શાહ, બહેન સાયલી અને સાહિત્યમાં ડૉક્ટરેટ મેળવનાર દાદી સરયુ શાહ સાથે.
ધ સ્ટેટ કૉમન એન્ટ્રન્સ ટેસ્ટ સેલ, મહારાષ્ટ્ર દ્વારા લેવાયેલી મહારાષ્ટ્ર હેલ્થ ઍન્ડ ટેકનિકલ કૉમન એન્ટ્રન્સ ટેસ્ટ (MHT-CET) ૨૦૨૪નું પરિણામ જાહેર થયું છે. એમાં ૩૭ જેટલા સ્ટુડન્ટ્સ ૧૦૦ પર્સેન્ટાઇલ લાવ્યા છે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલૉજી (PCB) ગ્રુપમાં ખાર એજ્યુકેશન સોસાયટીની જુનિયર કૉલેજનો સન્મય વિક્રમ શાહ ૯૯.૪ના સ્કોર સાથે ઑલ ઇન્ડિયા રૅન્કમાં ત્રીજો આવ્યો છે; જ્યારે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મૅથ્સ (PCM) ગ્રુપમાં મોક્ષ નિમેશ પટેલ અને વંશિકા સચિન શાહનો સમાવેશ થાય છે.



