ગુરુવારે ભારતના 74મા પ્રજાસત્તાક દિવસ (Republic Day)ને ચિહ્નિત કરવા માટે નવી દિલ્હીના કર્તવ્ય પથથી 21 તોપોની સલામી બાદ પ્રજાસત્તાક દિવસની પરેડ શરૂ થઈ હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Droupadi Murmu) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને મુખ્ય અતિથિ, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સ્થળ પર હાજર મહાનુભાવોમાં સામેલ હતા. ભવ્ય પરેડ દરમિયાન, મુખ્ય આકર્ષણ ભારતીય દળો માર્ચિંગ ટુકડીઓ અને તેમના લશ્કરી સાધનો હતા. આ વર્ષે નેવી અને એરફોર્સની માર્ચિંગ ટુકડીઓનું નેતૃત્વ મહિલા અધિકારીઓએ કર્યું હતું. તસવીરો/પીટીઆઈ
26 January, 2023 03:46 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent