Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Culture News

લેખ

સ્વામી સચ્ચિદાનંદ

માણસ પોતે પોતાનો જ અવતાર રહે એનાથી મોટી બીજી કોઈ વાત નથી

આજે પણ લોકોને કહેતા સાંભળશો : ‘ફલાણો ગ્રંથ મોટો કે તમે મોટા?’ ‘ફલાણા આચાર્ય મોટા કે તમે મોટા?’ કે પછી ‘શું પૂર્વજો ગાંડા હતા?’ 

14 May, 2025 01:31 IST | Mumbai | Swami Satchidananda
૨૮૭મા વસઈ વિજયોત્સવની ઉજવણી

૨૮૭મા વસઈ વિજયોત્સવની ઉજવણી

અઢારમી સદીમાં થઈ ગયેલા મરાઠા સામ્રાજ્યના સેનાપતિ ચીમાજી અપ્પાએ ૧૭૩૯માં યુદ્ધ કરીને પોર્ટુગીઝો પાસેથી વસઈનો કિલ્લો આંચકી લીધો હતો

14 May, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : એ.આઈ

જશ લેવાનું ચૂકતા નથી ને બીજાને જશ આપવાનું યાદ રાખતા નથી

૫૦ વર્ષની આસપાસના એક ભાઈએ આવીને વાતની શરૂઆત કરી. નિયમિત પ્રવચનમાં આવે અને મન મૂકીને એ સાંભળે. ભાગ્યે જ પ્રવચનમાં ન આવ્યા હોય એ સૌ કોઈના ધ્યાનમાં.

13 May, 2025 03:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

हम पर जब इश्क जताने का सवाल आता है, हम तेरी मांग में सिंदूर सजा देते हैं।

मेरे सर में किसी के नाम का सिंदूर भर दोगे, मुझे मुझसे बिना पूछे मुझी से दूर कर दोगे।

13 May, 2025 07:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

આજના કવિવારના એપિસોડમાં કવિ વિનોદ જોશીની રચનાઓ

કવિવાર: સજન, પાંખો આપો તો અમે આવીએ... કવિ વિનોદ જોશી

કવિ વિનોદ જોશીનું નામ આવે એટલે લયનું આખેઆખું ગામ યાદ આવે. ભાતીગળ શબ્દાવલીઓથી તેઓનાં ગીતોએ ગુર્જર સાહિત્યને શોભાવ્યું છે. જન્મ ૧૩ ઓગસ્ટ, ૧૯૫૫ને દિવસે અમરેલીના ભોરીંગડા ગામે. ગુજરાતી સાહિત્યમાં સ્નાતક આ કવિએ `રેડિયો નાટકનું કલાસ્વરૂપ અને ગુજરાતીમાં તેનો વિકાસ’પર પીએચડી કર્યું. અનેક માતબર શૈક્ષણિક સંસ્થાઓમાં અધ્યાપનકાર્ય કર્યું. આજે એમની સદાબહાર રચનાઓ માણીએ. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

13 May, 2025 11:00 IST | Mumbai | Dharmik Parmar
સગલા બગલા મિઠાઈનું આકર્ષક પેકેજિંગ અને ફાંકડો દેખાવ

Jyaafat:સુરતની ધાંસુ અરબી મીઠાઈ સગલા-બગલામાં સ્વાદ, કારીગરી અને કલ્ચરનો ઈતિહાસ

ગુજરાતનું ઐતિહાસિક શહેર સુરત, જે હીરા, કાપડ અને મીઠાઈ માટે જગવિખ્યાત છે. અહીં ઘારી જેટલી લોકપ્રિય છે, તેટલું જ વિશેષ સ્થાન ‘સગલા-બગલા’ મીઠાઈએ પણ મેળવ્યું છે. કાજુ-પિસ્તાના માવાથી સમૃદ્ધ બનેલી આ મીઠાઈની બાહ્ય રચના એટલી નાજુક છે કે કાગળ કરતાં પણ પાતળી પડથી બનેલી હોય છે—ખારી બિસ્કિટના પડ પણ તેની સામે ઝાંખા લાગે. આ સગલાબગલાને ત્રિકોણ બોક્સમાં જોતા જ મોઢામાં પાણી આવી જાય. જ્યારે મેં બોક્સ ખોલ્યું ત્યારે તેની લલચાવતી સુગંધ આખા વાતાવરણમાં છવાઈ ગઈ. દરેક પડમાંથી ઘી ની મધુર સુગંધ અનુભવાઈ. ઉપરથી ક્રિસ્પી દેખાતી આ મીઠાઈ જ્યારે મોઢામાં મૂકી, ત્યારે આ... હા... હા... હા... એક અલૌકિક સ્વાદની જુગલબંધીનો અનુભવ થયો—એવો કે ફરી ફરીને ખાવાનું મન થાય. એક કલાક સુધી તો પાણી પીવાનું પણ મન ન થયું—એટલો એનો સ્વાદ દાઢે રહી ગયો. આ મીઠાઈ સ્વાદમાં ગળી જાય છે પણ અતિશય મીઠી નથી લાગતી. કાજુ, પિસ્તા અને ઈલાયચીથી ભરેલો નરમ માવો અને પાતળી, કડક પફી લેયરની સંગત સાથે આ મીઠાઈએ મને યાદગાર અને ‘એક નંબર’ના સ્વાદનો અનુભવ કરાવ્યો. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

10 May, 2025 06:27 IST | Surat | Gujarati Mid-day Online Correspondent
વ્યાપન પર્વની તસવીરો

સાહિત્ય, ચિત્ર, સિનેમાના રંગો સાથે ફાર્બસ ગુજરાતી સભાના `વ્યાપન પ્રકલ્પ`ની ઉજવણી

મુંબઈના અંધેરીમાં આવેલા ભવન્સ પરિસરમાં ત્રણ દિવસ સુધી ફાર્બસ ગુજરાતી સભા દ્વારા `વ્યાપન પ્રકલ્પ`નું આયોજન થઈ ગયું.  જેમાં `સમકાલીન ભારતીય સાહિત્ય ચિત્ર અને સિનેમા કલા : આચમન, આસ્વાદ, વિમર્શ` શીર્ષક હેઠળ રસભર પરિસંવાદો અને કાર્યક્રમો યોજાયા. આવો, આ ત્રણ દિવસની તસવીરોમાં સ્મૃતિ કરીએ.

09 May, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
માનો ગરબો રે... કાર્યક્રમની ઝલક

બેઠા ગરબાની આવી રમઝટ જામે તો માતાજી સ્વયં ઊતરી આવે આકાશેથી, જુઓ

તાજેતરમાં જ મુંબઈમાં પ્રયાસ એન્ટરટેઇનમેન્ટ દ્વારા `માનો ગરબો રે` શીર્ષક હેઠળ મૂળ નાગરી પરંપરાના બેઠા ગરબાનો અદભૂત કાર્યક્રમ યોજાઇ ગયો. તા. ૨જી મેના રોજ વિલેપાર્લેના દીનનાથ હૉલમાં અને બીજા દિવસે ચોપાટીના ભારતીય વિદ્યાભવનમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને દિવસ સફળતાપૂર્વક આ કાર્યક્રમ યોજાયો. આવો, બે દિવસ સુધી મુંબઈગરાઓને નાગરી પરંપરામાં રસતરબોળ કરનાર આ શાનદાર-જાનદાર ઉત્સવની તસવીરી ઝાંકી કરીએ.

07 May, 2025 07:04 IST | Mumbai | Dharmik Parmar

વિડિઓઝ

હનુમાન જયંતિ 2025: ભારતભરમાં હનુમાન મંદિરોમાં હજારો ભક્તો એકઠા થયા

હનુમાન જયંતિ 2025: ભારતભરમાં હનુમાન મંદિરોમાં હજારો ભક્તો એકઠા થયા

હનુમાન જયંતિ 2025 12 એપ્રિલના રોજ સમગ્ર ભારતમાં ખૂબ જ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી હતી. પાંડુર્ણા (મધ્યપ્રદેશ)માં શ્રી હનુમાન મંદિર જામ સાવલીથી લઈને અયોધ્યામાં હનુમાન ગઢી, વારાણસીમાં સંકટ મોચન મંદિર અને દિલ્હીમાં માર્ગાટ વાલે હનુમાન બાબા મંદિર સુધી, મંદિરોમાં ભક્તોનો વિશાળ મેળાવડો જોવા મળ્યો. દ્રશ્યોમાં હજારો ભક્તો ભગવાન રામના દિવ્ય ભક્ત ભગવાન હનુમાનના જન્મ નિમિત્તે પ્રાર્થના કરતા, લાંબી કતારોમાં ઉભા રહેતા અને ભવ્ય ઉજવણીમાં ભાગ લેતા જોવા મળે છે. હનુમાન જયંતિ ચૈત્ર મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે અને 2025માં, તે 12 એપ્રિલે આવે છે. જુઓ ભારતે આ પવિત્ર દિવસ કેવી રીતે ઉજવ્યો.

12 April, 2025 07:13 IST | New Delhi
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા માની પૂજામાં પ્રાર્થના કરી...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા માની પૂજામાં પ્રાર્થના કરી...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 08 એપ્રિલે નર્મદાના રામપુરા ગામમાં નર્મદા માનું પૂજન કર્યું હતું.

08 April, 2025 06:12 IST | Ahmedabad
પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ૩૬ વર્ષ પછી શારદા માતા મંદિરને પુનર્જીવિત કર્યું

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ૩૬ વર્ષ પછી શારદા માતા મંદિરને પુનર્જીવિત કર્યું

એક ખૂબ જ કરુણ અને ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ ઘટનામાં, કુપવાડાના ગુંડ ગુશીમાં પ્રાચીન શારદા માતા મંદિરમાં આજે શારદા માતાની મૂર્તિ માટે પવિત્ર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સફળતાપૂર્વક યોજાયો હતો. કાશ્મીરી પંડિત સમુદાયના સામૂહિક સ્થળાંતર પછી, આ મહત્વપૂર્ણ પ્રસંગ ૩૬ વર્ષમાં આ પવિત્ર સ્થળના પ્રથમ ઔપચારિક અભિષેક અને પુનર્જીવિતકરણને ચિહ્નિત કરે છે.

31 March, 2025 11:04 IST | Chandigarh
NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACC ખાતે તાજેતરમાં કલાકારો અને તેમની કળાનું વિશિષ્ટ પ્રદર્શન આયોજિત થયું હતું, જે ખૂબ જ આવકાર્ય બનીને દર્શકોનું આકર્ષણ બની રહ્યું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને કાશ્મીરના વિવિધ કલાકારો દ્વારા પ્રદર્શન કરાયેલું તેમના લોકપ્રિય કલા રૂપો અને સંસ્કૃતિની સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કર્યું. થિથકારા, ચીકનકારી કાપડ, અને કાલીઘાટ પેઇન્ટિંગ જેવા પ્રાચીન કળાના નમૂનાઓ દર્શાવતી આ પ્રદર્શની કલાકારોની મહેનત અને સર્જનાત્મકતાનું મૌલિક પ્રતિબિંબ છે. આ કલા સાથે જોડાયેલા લોકકથાઓ અને વારસાઓ દર્શકોને સાંસ્કૃતિક અને ઐતિહાસિક દૃષ્ટિમાંથી એક નવો વિચાર પ્રદાન કરે છે. આ નમૂનાઓમાંથી પ્રદર્શિત થતી કળાઓ, સંસ્કૃતિ અને વારસો પ્રત્યે ઘનિષ્ઠ માન્યતાઓ માટે શ્રદ્ધા દર્શાવે છે. NMACC આ કળાના મહિમાને ઉજાગર કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે.

05 February, 2025 05:50 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK