આજના સમયમાં ખાણીપીણીની દુનિયા એટલી વિશાળ બની ગઈ છે કે વાનગીઓના મૂળ ક્યાંથી છે અને તે કેવી રીતે શરૂ થઈ હશે તે જાણવું મુશ્કેલ બની ગયું છે. અસલી અને નકલી વાનગીઓનો ભેદ એટલો વધી ગયો છે કે હવે લોકોને સાચું કે ખોટું શું છે તેનામાં રસ રહ્યો નથી. લોકો માટે એકમાત્ર સૂત્ર છે – જ્યાં વાનગી ભાવે ત્યાં આરોગવી અને મોજ કરવી. વડોદરા સંસ્કારી નગરી તરીકે પોતાની અનોખી વાનગીઓ માટે જાણીતી છે, જેમ કે લીલો ચેવડો, લીલા ટોપરાની ભાખરવડી અને સેવ ઉસળ સાથે પાવ જેવા નાસ્તાઓ. શહેરના લગભગ દરેક ખૂણે સેવ ઉસળની લારીઓ જોવા મળે છે, જ્યાં નાસ્તાના શોખીનોની ભીડ જામે છે.પણ 1990થી વડોદરાના આરસી દત્ત રોડ, અલકાપુરી વિસ્તારમાં આવેલી એક ખાસ ગલી, જે `બોમ્બે સેન્ડવિચ ગલી` તરીકે ઓળખાય છે, નાસ્તાના શોખીનો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની છે. શું તમે જાણો છો કે આ `બોમ્બે સેન્ડવીચ ગલી` નો સાચો ઇતિહાસ શું છે? કદાચ તમે ત્યાં ઘણી વખત નાસ્તો કે ભોજન કરવા ગયા પણ હશો. પરંતુ આ ગલીનો ઇતિહાસ એટલો રસપ્રદ છે જે હું તમને આ લેખના માધ્યમથી જણાવીશ.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
31 January, 2025 08:18 IST | Vadodara | Gujarati Mid-day Online Correspondent