° °

આજનું ઇ-પેપર
Monday, 27 March, 2023

એવૉડ સ્વીકારતાં પૂર્વા કુલકર્ણી
એવૉડ સ્વીકારતાં પૂર્વા કુલકર્ણી

કલ્યાણની ગુજરાતી શાળાનાં આચાર્યાને ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રીય સ્તરે સન્માન

કલ્યાણની માતુશ્રી જમનાબાઈ ભગવાનદાસ કન્યા વિદ્યાલયના મુખ્યાધ્યાપિકા પૂર્વાબેન અનિલ કુલકર્ણીને રાષ્ટ્રીય સ્તરે કમલા પાવર વુમેન એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ દિલ્હી સ્થિત ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે ભવ્ય સમારોહમાં તેમને આ એવૉડથી નવાજવામાં આવ્યાં હતાં.

22 March, 2023 09:05 IST | Mumbai | Karan Negandhi
ફાઇલ તસવીર Photos

Photos: બિગ બીથી નીતુ કપૂર સુધી આ સ્ટાર્સે ફેન્સને પાઠવી ગુડી પડવાની શુભેચ્છાઓ

આ પાણીની બોટલો જોઈને જ અંદાજ આવે કે કેટલું મોંઘુ હશે પાણી

World Water Day:આ છે દુનિયાનું સૌથી મોંઘુદાટ પાણી, હજારોમાં છે બોટલનો ભાવ

તાપસી પન્નુ(તસવીર: ઈન્સ્ટાગ્રામ)

બોલ્ડ ડ્રેસ સાથે પહેર્યો દેવીમાનો હાર, Taapsee Pannuની ફેશન સેન્સ પર અકળાયા લોકો




ઍન ઇવનિંગ વિથ સ્પોર્ટ્‍સ સેલિબ્રિટીઝ

જુહુની જેડબ્લ્યુ મૅરિયટ હોટેલમાં ગઈ કાલે ઇન્ડિયન સ્પોર્ટ્‍સ ઓનર્સ આયોજિત દેશની ચોથી સીઝનના સૌથી પ્રતિષ્ઠિત સ્પોર્ટ અવૉર્ડ્‍સ માટેની રેડ-કાર્પેટ સેરેમનીમાં ખેલજગતના અનેક નામાંકિતોએ હાજરી આપી હતી. (તસવીરો : અતુલ કાંબળે)

24 March, 2023 12:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

મિડ-ડે લેડીઝ ક્રિકેટ: ધમાકેદાર ૧૪મી સીઝનનો ધમાલ-મસ્તી સાથે અંત, જુઓ તસવીરો

રનર-અપ ‘મિડ-ડે’ તથા ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા સંયુક્ત રીતે આયોજિત મુંબઈના ગુજરાતી સમાજની મહિલા ક્રિકેટરોના વર્લ્ડ કપ જેવી ગણાતી ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની ધમાકેદાર ૧૪મી સીઝન રવિવારે પૂર્ણ થઈ. મિડ-ડે લેડીઝ ક્રિકેટની ૧૪મી સીઝનમાં ઘાટકોપર જૉલી જિમખાનાની ટીમે પાંચમી વાર ચૅમ્પિયન બની હતી. પ્રથમવાર ફાઇનલમાં પ્રવેશીને કમાલ કરનાર માહ્યાવંશી યોગેશ પટેલ-8ને અભિનેત્રી ભક્તિ રાઠોડ, ક્રેડાઇ-એમસીએચઆઇ (થાણે યુનિટ) પ્રેસિડન્ટ જિતેન્દ્રભાઈ મહેતા તથા ઘાટકોપર જૉલી જિમખાનાના ચૅરમૅન રજનીકાંતભાઈ શાહના હસ્તે રનર-અપ ટ્રોફી એનાયત કરાઇ.

21 March, 2023 02:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


મળો મુંબઈની આ DJ ગર્લ રિયાને, જેની મ્યુઝિક ધૂન પર નાચે છે દેશ-વિદેશના લોકો

`ડીજે વાલે બાબુ મેરા ગાના બજા દે..` ડીજે વાલે બાબુ વિશે તમે ઘણં બધું સાંભળ્યું હશે અને ઘણાં ડીજે બાબુના તમે ચાહક પણ હશો. પરંતુ આજે આપણે ડીજે વાલે બાબુની નહીં ડીજેવાલી બેબીની વાત કરવાની છે, મુંબઈના લેડી ડીજેની. જેનુ નામ છે ડીજે રિયા. એક સમય હતો જ્યારે છોકરીઓને ડીજે તરીકે જોઈ લોકોના હાવભાવ બદલાઈ જતાં. પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે. યુવતીઓ આ ફિલ્ડમાં કરિયર બનાવી રહી છે. દેશ વિદેશમાં પોતાની મ્યુઝિક ધૂન પર યંગસ્ટર્સને મન મુકીને નચાવનાર ડીજે રિયા કોણ છે તે જાણીએ..

26 March, 2023 01:10 IST | Mumbai | Nirali Kalani


Smt. P N દોષી મહિલા કૉલેજની સ્વધાર કરિઅર ઈન્સ્ટિટ્યૂટમાં સફળ રીતે યોજાયો ફેશન શૉ

શ્રીમતી પીએન દોષી મહિલા કૉલેજનો ભાગ સ્વધાર કરિઅર ઈન્સ્ટિટ્યૂટમાં મહિલા વિદ્યાર્થિનીઓને અનેક કૉર્સ કરવાની છૂટ મળે છે. જેમાં ન્યટ્રિશન, ઈન્ટિરિયર ડિઝાઈનિંગ, ફેશન ડિઝાઈનિંગ જેવા અનેક કૉર્સનો સમાવેશ થાય છે. રિફ્લેક્શન એનએક્સ, આ વાર્ષિક ફેશન શૉ ફેશન ડિઝાઈનિંગ કૉર્સના ત્રીજા વર્ષમાં ભણતી વિદ્યાર્થિનીઓએ ડિઝાઈન કરેલા કપડાનું પ્રદર્શન કરવા માટે આયોજવામાં આવે છે.  રિફ્લેક્શન એનએક્સની વાત કરીએ તો ફેશન ડિઝાઈનિંગનો કૉર્સ કરતી વિદ્યાર્થિનીઓની ડિઝાઇન્સને, તેમની ક્રિએટિવિટી બતાવવા માટે 2007-08થી શરૂ કરવામાં આવ્યું છે. અહીં ફેશન ડિઝાઈનિંગના કોર્સ આજે ઈન્ડસ્ટ્રીમાં ચાલતા ફેશન ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને સતત અપડેટ કરવામાં આવે છે. આ વિભાગને કિન્નરી ઠક્કર હેડ કરી રહ્યા છે. ફેશન ડિઝાઈનિંગ કૉર્સની વાત કરીએ તો અહીં 3 વર્ષમાં એડવાન્સ ડિપ્લોમા કૉર્સ શીખવવામાં આવે છે, જેમાં વિદ્યાર્થિનીઓને થિયરી અને પ્રેક્ટિકલ બન્ને અનુભવો ફેશનના વિષય સાથે આપવામાં આવે છે. જુદાં જુદાં વિષયો જેમ કે ફેશન ઈલસ્ટ્રેશન, કલર થિયરી, ડ્રાફ્ટિંગ, પેટર્ન મેકિંગ, સૉઈંગ, ફિનિશિંગ, ટેક્સટાઈલ્સ, એમ્બ્રોઈડરી, મર્ચેન્ડાઈસિંગ વગેરે દ્વારા વિદ્યાર્થિનીઓને ફેશન મામલે તેમજ ઈન્ડસ્ટ્રી મામલે સજ્જ કરવામાં આવે છે. વિદ્યાર્થિનીઓને કૉમ્પ્યુટર ટ્રેનિંગ પણ આપવામાં આવે છે જેથી તે આ બદલાતા યુગમાં કોઈપણ તક ગુમાવ્યા વગર સતત આગળ વધી શકે.

26 March, 2023 04:02 IST | Mumbai | Shilpa Bhanushali

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK