કવિ નિરંજન ભગતની કવિતાઓ સાથે આજે રૂબરૂ થવાનું છે. અમદાવાદમાં જન્મેલા આ કવિએ મુંબઈની એલફીસ્ટન કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. પ્રમુખ રીતે છંદોલય સંગ્રહ આપીને કવિએ ગુજરાતી કવિતાની દિશાને એક જુદો જ પંથ ચીતરી આપ્યો. `કિન્નરી`, ‘અલ્પવિરામ`, ‘૩૩ કાવ્યો’ જેવા કાવ્યસંગ્રહો આપનાર આ કવિની કેટલીક રચનાઓ માણીએ. આ કવિએ મુંબઈને પણ પોતાના શ્વાસમાં શ્વસ્યું છે અને તે શબ્દરૂપે પુલકિત થઈ નીખરી આવ્યું છે.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવાં વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતાં હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દીવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેનાં થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાનાં જાણીતાં કવિઓનાં જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ.
03 December, 2024 12:00 IST | Mumbai | Dharmik Parmar