Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



૧૦૦ IPL વિકેટ પૂર્ણ કરનાર સૌથી સ્લોએસ્ટ ફાસ્ટ બોલર બન્યો જયદેવ ઉનડકટ

વર્તમાન સીઝનમાં પોતાની બીજી મૅચ રમી રહેલા સનરાઇઝર્સ હૈદરાબાદના ઉનડકટે મુંબઈના ઓપનર રાયન રિકલ્ટનને આઉટ કરીને પોતાની ૧૦૦ IPL વિકેટ પૂર્ણ કરી હતી.

25 April, 2025 02:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

બુમરાહ સાતથી ઓછા ઇકૉનૉમી-રેટથી ૩૦૦ T20 વિકેટ લેનાર પહેલો ફાસ્ટ બોલર બન્યો

બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદના સ્ટાર બૅટર હેન્રિક ક્લાસેનની વિકેટ લઈને તેણે ૩૦૦ T20 વિકેટ પૂર્ણ કરી હતી.

25 April, 2025 01:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આઉટ નહોતો એમ છતાં ચાલતી પકડી

ઈશાન કિશનની મૂર્ખતા પર ભડક્યો ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દર સેહવાગ

25 April, 2025 01:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ઉનેવાળ પ્રીમિયર લીગમાં કૅપ ઇલેવન ચૅમ્પિયન

અન્ડર-15 કૅટેગરીમાં અન્ડર-12માં કિંગ્સ ઇલેવન જ્યારે અબોવ-12માં વરુણ ઇલેવન વિજેતા

25 April, 2025 01:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

ગુજરાત ટાઇટન્સે ઐતિહાસિક શહેર વડનગરનાે સમૃદ્ધ ઇતિહાસ નજીકથી નિહાળ્યો

ગુજરાત ટાઇટન્સે ઐતિહાસિક શહેર વડનગરનાે સમૃદ્ધ ઇતિહાસ નજીકથી નિહાળ્યો

ઐતિહાસિક શહેર વડનગરમાં તેમણે નવા પુરાતત્વીય સંગ્રહાલય, કીર્તિ તોરણ, પ્રેરણા સંકુલ અને હાટકેશ્વર મંદિરમાં આ શહેરના સમૃદ્ધ ઇતિહાસને નજીકથી નિહાળ્યો હતો

25 April, 2025 01:01 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા

T20માં જીતેલી મૅચમાં ૮૦૦૦ રન ફટકારનાર પહેલો ભારતીય બન્યો રોહિત શર્મા

સાતમી વાર IPLમાં બૅક-ટુ-બૅક ફિફ્ટી ફટકારનાર રોહિત શર્માએ ૧૨,૦૦૦ T20 રન પૂરા કરવાની સાથે એક અનોખા લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. 

25 April, 2025 12:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાન સુપર લીગની ટ્રોફી સાથે દરેક ટીમના કૅપ્ટન્સ.

ભારતમાં પાકિસ્તાન સુપર લીગ 2025નું બ્રૉડકાસ્ટિંગ બંધ

અન્ય સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ સોની લિવ ઍપ અને ફૅન્ટસી સ્પોર્ટ્સ ઍપ ડ્રીમ-ઇલેવન પરથી પણ પાકિસ્તાનની આ લીગની તમામ સામગ્રી હટાવી દેવામાં આવી છે.

25 April, 2025 11:20 IST | Islamabad | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

કચ્છી કડવા પાટીદારનું કમબૅક, સૌથી વધુ પાંચમી વાર ચૅમ્પિયન

૨૦૨૦માં સળંગ ચોથી વાર વિજેતા બન્યા બાદ છેલ્લી ૩ સીઝનની નિષ્ફળતાને ભુલાવીને ફરી ચૅમ્પિયન ટચ બતાવીને બન્યા મિડ-ડે કપના નંબર વન ચૅમ્પિયન :  પ્રથમ વાર ફાઇનલમાં રમી રહેલી પરજિયા સોનીના કમાલના પર્ફોર્મન્સ છતાં પ્રથમ ઇનિંગ્સમાં આપેલી ૨૧ રનની લીડને લીધે ૩૦ રનથી પરાજય જોવો પડ્યો : મૅન ઑફ ધ મૅચ દિનેશ નાકરાણીની પ્રથમ ઇનિંગ્સની ૩૨ બૉલમાં ૩ સિક્સર અને ૭ ફોર સાથેની ૬૦ રનની અફલાતૂન ઇનિંગ્સ બની નિર્ણાયક : શાનદાર ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ સાથે કચ્છી કડવા પાટીદારનો વેદાંશ ધોળુ બન્યો સીઝનનો સુપરસ્ટાર ‍કાંદિવલી-વેસ્ટમાં આવેલા પોઇસર જિમખાનામાં ગઈ કાલે રમાયેલી મિડ-ડે કપ ૨૦૨૫ની ફાઇનલ અપેક્ષા પ્રમાણે ખૂબ રોમાંચક રહી હતી. મિડ-ડે કપની ૧૦મી, ૧૧મી, ૧૨મી અને ૧૩મી સળંગ ચાર સીઝનમાં ચૅમ્પિયન બનીને દબદબો જાળવી રાખનાર કચ્છી કડવા પાટીદારે પ્રથમ વાર ફાઇનલમાં પ્રવેશ કરીને કમાલ કરનાર પરજિયા સોનીને ૩૦ રનથી હરાવીને નવો રેકૉર્ડ બનાવી દીધો હતો. અત્યાર સુધી આ ટુર્નામેન્ટ સૌથી વધુ ચાર વાર જીતવાનો રેકૉર્ડ કચ્છી કડવા પાટીદાર અને ચરોતર રૂખીના સંયુક્ત નામે હતો, પણ હવે વધુ એક કમાલ સાથે પાંચમી વાર ટ્રોફી જીતીને કચ્છી કડવા પાટીદારે મિડ-ડે કપનું ચૅમ્પિયન નંબર વન બની ગયું છે. મૅન આૅફ ધ ફાઇનલ કચ્છી કડવા પાટીદારના દિનેશ નાકરાણીને પાયલ અને વિશાલ પોકારના હસ્તે ટ્રોફી અને ગિફ્ટ હૅમ્પર આપવામાં આવ્યું હતું. દિનેશ નાકરાણીએ ફાઇનલમાં શાનદાર ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ કરતાં બન્ને ઇનિંગ્સમાં કુલ ૫૦ બૉલમાં ૮૬ રન બનાવ્યા હતા, ૩ વિકેટ લીધી હતી અને બે કૅચ પકડ્યા હતા. તસવીરો : અતુલ કાંબળે પ્રથમ ઇનિંગ્સમાં શું થયું? પ્રથમ ઇનિંગ્સમાં પરજિયા સોનીના કૅપ્ટન વિકી સોનીએ ટૉસ જીતીને સવારની ભેજવાળી આઉટ ફીલ્ડનો લાભ લેવા જરાય ખચકાટ વગર પ્રથમ બોલિંગ કરવાનું પસંદ ર્ક્યું હતું. પ્રથમ ચાર ઓવરમાં માત્ર ૨૭ રનમાં બન્ને ઓપનરો ભાવિક ભગત અને વેદાંશુ ધોળુને આઉટ કરી દેતાં પરજિયા સોનીનો એ નિર્ણય યોગ્ય લાગી રહ્યો હતો. જોકે ત્યાર બાદ સ્ટાર ઑલરાઉન્ડર અને યુગાન્ડાની નૅશનલ ટીમ વતી રમતા દિનેશ નાકરાણીએ બાજી પોતાના હાથમાં લઈને ૩૨ બૉલમાં ૩ સિક્સર અને સાત ફોર સાથે ૬૦ રનની અફલાતૂન ઇનિંગ્સના જોરે ટીમના સ્કોરને ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૧૦ રન પર પહોંચાડી દીધો હતો. પરજિયા સોનીએ પહેલી જ ઓવરમાં બન્ને ઓપનરો કૅપ્ટન વિકી સોની અને જિગર સોની ગુમાવીને ખરાબ શરૂઆત કરી હતી. આ સીઝનનો એકમાત્ર સેન્ચુરિયન રાહુલ સોની (૨૨) અને યશ ધાણક (૨૫) વળતી લડત છતાં પરજિયા સોની ૧૦ ઓવરમાં છેલ્લા બૉલે ૮૯ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. એ સાથે કચ્છી કડવા પાટીદારે મહત્ત્વપૂર્ણ ૨૧ રનની લીડ લીધી હતી. બીજી ઇનિંગ્સમાં શું થયું? બીજી ઇનિંગ્સમાં કચ્છી કડવા પાટીદારના કૅપ્ટન જિજ્ઞેશ નાકરાણીએ ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ફરી તેમણે પ્રથમ ૩ ઓવરમાં માત્ર ૨૪ રનના સ્કોર પર બન્ને ઓપનરો ભાવિક ભગત અને વેદાંશ ધોળુ તેમ જ વંશ પટેલને ગુમાવીને નબળી શરૂઆત કરી હતી. પ્રથમ ઇનિંગ્સના હીરો દિનેશ નાકરાણીને પણ (૧૮ બૉલમાં ૨૬ રન) વહેલો આઉટ કરીને પરજિયા સોનીએ બીજી ઇનિંગ્સમાં જબરું કમબૅક કર્યું હતું. તેઓ આખરે કચ્છી કડવા પાટીદારને ૧૦ ઓવરમાં માત્ર પાંચ વિકેટે ૮૫ રન સુધી સીમિત રાખવામાં સફળ થયા હતા. પ્રથમ ઇનિંગ્સની ૨૧ રનની લીડને લીધે તેમને જીત માટે ૧૦૭ રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઓપનરો યશ ધાણક (૧૦) અને જિગર સોની (૨૫ રન)એ ટીમને યોગ્ય શરૂઆત કરાવી આપતાં કચ્છી કડવા પાટીદારના કૅમ્પમાં સોંપો પડી ગયો હતો, પણ વેદાંશ ધોળુના ૧૮ રનમાં ૩ વિકેટ સાથેના તરખાટને અને નિરંતર વિકેટ પતનને લીધે પરજિયા સોની ટીમ ૧૦ ઓવરમાં ૮ વિકેટે ૭૬ રન જ બનાવી શકી હતી અને ૩૦ રનથી હારી રનર-અપની ટ્રોફીથી સંતોષ માનવો પડ્યો હતો. મિડ-ડે કપના ચૅમ્પિયનો કચ્છી કડવા પાટીદાર (પાંચ વાર) : (૨૦૧૭, ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૫) ચરોતર રૂખી (ચાર વાર) : (૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૫) કપોળ (૩ વાર) : (૨૦૧૦, ૨૦૨૧, ૨૦૨૪) હાલાઈ લોહાણા (૩ વાર) : (૨૦૧૪, ૨૦૧૬, ૨૦૨૩) વાગડ વીસા ઓસવાળ જૈન (બે વાર) : (૨૦૦૮, ૨૦૦૯) ફર્સ્ટ ઇનિંગ્સનો સ્કોર-બોર્ડ ટૉસ : પરજિયા સોનીએ ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી કચ્છી કડવા પાટીદાર : ફર્સ્ટ ઇનિંગ્સ પ્લેયર              રન       બૉલ     ૬          ૪ ભાવિક ભગત કૉ. દેવાંગ સાગર બૉ. ધર્મિત ધાણક         ૧૨       ૧૦       ૦          ૨ વેદાંશ ધોળુ બૉ. દેવાંગ સાગર   ૪          ૭          ૦          ૦ દિનેશ નાકરાણી એલબીડબ્લ્યુ બૉ. પરીક્ષિત ધાણક       ૬૦       ૩૨       ૩          ૭ વંશ પટેલ કૉ. યશ ધાણક બૉ. દેવાંગ સાગર      ૧૦       ૯          ૦          ૧ તેજસ શેઠિયા નૉટઆઉટ           ૧          ૧          ૦          ૦ જેસલ નાકરાણી એલબીડબ્લ્યુ બૉ. પરીક્ષિત ધાણક       ૦          ૧          ૦          ૦ કુલ રન (૧૦ ઓવર) ૧૧૦/૫ વિકેટ-પતન : ૧/૧૭ (૨.૧), ૨/૨૧ (૩.૩), ૩/૮૯ (૭.૬), ૪/૧૧૦ (૯.૫), ૫/૧૧૦ (૯.૬) બોલિંગ ઓવર  મેઇડન રન       વિકેટ મોનિલ સોની    ૨          ૦          ૩૨       ૦ ધવલ સોની      ૧          ૦          ૩          ૦ ધર્મિત ધાણક    ૨          ૦          ૧૫       ૧ દેવાંગ સાગર    ૨          ૦          ૧૬       ૨ પરીક્ષિત ધાણક            ૨          ૦          ૧૩       ૨ યશ ધાણક       ૧          ૦          ૧૩       ૦ પરજિયા સોની : ફર્સ્ટ ઇનિંગ્સ પ્લેયર  રન       બૉલ     ૬          ૪ વિકી સોની કૉ. જેસલ નાકરાણી બૉ. વેદાંશ ધોળુ ૨          ૨          ૦          ૦ જિગર સોની કૉ. ધરમ ચોપડા બૉ. વેદાંશ ધોળુ   ૦          ૨          ૦          ૦ રાહુલ સોની કૉ. ભાવિક ભગત બૉ. હિરેન રંગાણી           ૨૨       ૧૫       ૦          ૩ યશ ધાણક કૉ. હિરેન રંગાણી બૉ. જેસલ નાકરાણી         ૨૫       ૨૧       ૧          ૨ મોનિલ સોની રનઆઉટ (તેજસ શેઠિયા) ૫          ૩          ૦          ૧ દેવાંશ હીરાણી કૉ. વંશ પટેલ બૉ. વેદાંશ ધોળુ    ૯          ૮          ૦          ૧ ધવલ સોની બૉ. દિનેશ નાકરાણી          ૭          ૪          ૦          ૧ ધર્મિત ધાણક બૉ. દિનેશ નાકરાણી        ૪          ૪          ૦          ૦ પરીક્ષિત ધાણક રનઆઉટ (ધરમ ચોપડા)         ૦          ૦          ૦          ૦ સારંગ સોની નૉટઆઉટ ૦          ૦          ૦          ૦ દેવાંગ સાગર રનઆઉટ            ૨          ૧          ૦          ૦ કુલ રન (૧૦ ઓવર) ૮૯ ઑલઆઉટ વિકેટ-પતન : ૧/૨ (૦.૨), ૨/૩ (૦.૫), ૩/૫૨ (૫.૨), ૪/૬૩ (૬.૨), ૫/૬૭ (૭.૪), ૬/૭૪ (૮.૨), ૭/૮૦ (૮.૬), ૮/૮૧ (૯.૨), ૯/૮૭ (૯.૫), ૧૦/૮૯ (૯.૬)   બોલિંગ ઓવર  મેઇડન રન       વિકેટ વેદાંશ ધોળુ      ૨          ૦          ૧૨       ૩ ભાવિક ભગત   ૨          ૦          ૧૬       ૦ જેસલ નાકરાણી            ૨          ૦          ૧૪       ૧ હિરેન રંગાણી   ૨          ૦          ૨૨       ૧ દિનેશ નાકરાણી            ૨          ૦          ૧૩       ૨ સેકન્ડ ઇનિંગ્સનો સ્કોર-બોર્ડ ટૉસ : કચ્છી કડવા પાટીદારે ટૉસ જીતીને બૅટિંગ લીધી કચ્છી કડવા પાટીદાર : સેકન્ડ ઇનિંગ્સ પ્લેયર  રન       બૉલ     ૬          ૪ ભાવિક ભગત કૉ. યશ ધાણક બૉ. ધવલ સોની   ૪          ૩          ૦          ૧ વેદાંશ ધોળુ કૉ. ધર્મિત ધાણક બૉ. ધવલ સોની  ૯          ૬          ૦          ૨ દિનેશ નાકરાણી કૉ. યશ ધાણક બૉ. ધર્મિત ધાણક         ૨૬       ૧૮       ૨          ૨ વંશ પટેલ સ્ટમ્પ દેવાંશ હીરાણી બૉ. દેવાંગ સાગર         ૨          ૩          ૦          ૦ જેસલ નાકરાણી સ્ટમ્પ દેવાંશ હીરાણી બૉ. પરીક્ષિત ધાણક         ૧૫       ૧૬       ૦          ૨ તેજસ શેઠિયા નૉટઆઉટ           ૧૮       ૧૩       ૧          ૨ દિલીપ લીંબાણી નૉટઆઉટ      ૧          ૧          ૦          ૦ કુલ રન (૧૦ ઓવર) ૮૫/૫ વિકેટ-પતન : ૧/૧૫ (૧.૧), ૨/૧૬ (૧.૫), ૩/૨૪ (૨.૫), ૪/૫૫ (૬.૨), ૫/૭૪ (૯.૨) બોલિંગ ઓવર  મેઇડન રન       વિકેટ મોનિલ સોની    ૨          ૦          ૧૮       ૦ ધવલ સોની      ૨          ૦          ૧૦       ૨ દેવાંગ સાગર    ૨          ૦          ૧૮       ૧ પરીક્ષિત ધાણક            ૨          ૦          ૧૩       ૧ ધર્મિત ધાણક    ૨          ૦          ૨૨       ૧ પરજિયા સોની : સેકન્ડ ઇનિંગ્સ (ટાર્ગેટ - ૧૦૭ રન) પ્લેયર              રન       બૉલ     ૬          ૪ યશ ધાણક કૉ. દિનેશ નાકરાણી બૉ. ભાવિક ભગત         ૧૦       ૭          ૦          ૨ જિગર સોની એલબીડબ્લ્યુ બૉ. દિનેશ નાકરાણી ૨૫       ૨૦       ૦          ૪ રાહુલ સોની કૉ. દિનેશ નાકરાણી બૉ. હિરેન રંગાણી        ૧૧       ૧૧       ૦          ૨ મોનિલ સોની એલબીડબ્લ્યુ બૉ. જેસલ નાકરાણી           ૫          ૬          ૦          ૧ વિકી સોની કૉ. હિરેન રંગાણી બૉ. વેદાંશ ધોળુ    ૨          ૫          ૦          ૦ દેવાંશ હીરાણી રનઆઉટ           ૯          ૪          ૧          ૦ ધવલ સોની નૉટઆઉટ ૦          ૨          ૦          ૦ પરીક્ષિત ધાણક બૉ. વેદાંશ ધોળુ           ૦          ૧          ૦          ૦ ધર્મિત ધાણક કૉ. તેજસ શેઠિયા બૉ. વેદાંશ ધોળુ             ૪          ૨          ૦          ૧ દેવેન સતીકુવર નૉટઆઉટ       ૪          ૨          ૦          ૧ કુલ રન (૧૦ ઓવર)                 ૭૬/૮ વિકેટ-પતનઃ ૧/૧૩ (૧.૬), ૨/૫૧ (૫.૫), ૩/૫૩ (૬.૬), ૪/૫૬ (૭.૨), ૫/૬૯ (૮.૩), ૬/૬૯ (૯.૧), ૭/૬૯ (૯.૨), ૮/૭૩ (૯.૪) બોલિંગ ઓવર  મેઇડન રન       વિકેટ વેદાંશ ધોળુ      ૨          ૦          ૧૮       ૩ ભાવિક ભગત   ૨          ૦          ૯          ૧ જેસલ નાકરાણી            ૨          ૦          ૨૬       ૧ હિરેન રંગાણી   ૨          ૦          ૧૩       ૧ દિનેશ નાકરાણી            ૨          ૦          ૪          ૧ રિઝલ્ટ : કચ્છી કડવા પાટીદારનો ૩૦ રનથી વિજય
25 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

રોહિત શર્મા અને સ્ટીવ વૉ

રોહિતે પોતાને પૂછવું પડશે, શું હું હજી પણ કૅપ્ટન રહેવા માગું છું?: સ્ટીવ વૉ

ભારતીય ટીમ ૨૦૨૫-’૨૭ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) સીઝનની શરૂઆત જૂન ૨૦૨૫માં ઇંગ્લૅન્ડ સામેની સિરીઝથી કરશે. આ સિરીઝ દરમ્યાન રોહિત શર્મા કૅપ્ટન્સી કરશે કે નહીં એના પર હમણાંથી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

23 April, 2025 11:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાર્દિક પંડયા અને પૅટ કમિન્સ

મુંબઈની પલટન સામે હૈદરાબાદી ટીમે કરવું પડશે બાઉન્સબૅક

IPL 2025ની ૪૧મી મૅચ આજે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે રમાશે. ખરાબ ફૉર્મમાં ચાલી રહેલી હૈદરાબાદી ટીમને જીતની હૅટ-ટ્રિક કરીને આવેલી મુંબઈની પલટન તરફથી જબરદસ્ત પડકાર મળશે. સાત મૅચમાં બે જીત બાદ સનરાઇઝર્સની સ્થિતિ સારી નથી.

23 April, 2025 11:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શુભમન ગિલે પોતાના બૅટ પર લગાવ્યું પ્રિન્સ નામનું નાનકડું સ્ટિકર

શુભમન ગિલે IPLમાં દરેક હરીફ ટીમ સામે ફિફ્ટી ફટકારવાનો રેકૉર્ડ કર્યો

રજત પાટીદાર અને ઋતુરાજ ગાયકવાડ બાદ આ કમાલ કરનાર માત્ર ત્રીજો પ્લેયર બન્યો. તેના પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સના ઋતુરાજ ગાયકવાડ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના રજત પાટીદારે નવ હરીફ ટીમ સામે રમીને આ રેકૉર્ડ કર્યો હતો.

23 April, 2025 10:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

IPL 2025: ઉદ્ઘાટન સમારોહ શરૂ થતાં જ, BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું...

IPL 2025: ઉદ્ઘાટન સમારોહ શરૂ થતાં જ, BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું...

IPL ૨૦૨૫ આજે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં શરૂ થઈ રહી છે. કૉંગ્રેસના સાંસદ અને BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ ઉદ્ઘાટન સમારોહ માટે પહોંચતા પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, "IPLની ૧૮મી સીઝન આજથી શરૂ થઈ રહી છે. ૧૮ વર્ષ થઈ ગયા છે, અને આજે કોલકાતામાં તેની ઉદ્ઘાટન મેચ છે. IPL દર વર્ષે આગળ વધી રહી છે તેનો પ્રભાવ વધતો રહે છે, તેના દર્શકો વધતા રહે છે, અને તેનો ક્રેઝ વધતો રહે છે. આ વખતે પણ, IPLનો ક્રેઝ બમણો થશે, અને તે ખૂબ જ વધારે હશે. લોકો માત્ર મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં આવી જ નથી રહ્યા પરંતુ તેના માટે ખૂબ જ ઉત્સાહિત પણ છે. તેથી મને લાગે છે કે આ સીઝન પણ ખૂબ જ સફળ રહેશે અને આજની મેચ ખૂબ જ રોમાંચક રહેશે..."

22 March, 2025 05:13 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK