આપ ઑફિસમાં સહકર્મચારીઓ અને ઉ૫રી અધિકારીઓ સાથે સંપૂર્ણ સમન્વય સાધીને કામ કરશો. આપ ઇચ્છિત લક્ષ્યાંકો અપેક્ષિત સમયમાં સિદ્ધ કરી શકશો. વેપારી સંબંધો આજે વધારે સુદૃઢ બનશે.
આજનું રાશિ ભવિષ્ય: 15 March
મેષ
આજે મન સતત વિચારોથી ઘેરાયેલું રહેશે. જીવનમાં આપ શું ઇચ્છો છો એ વિશે આપ સ્પષ્ટ બનશો અને આ જ કારણ ધ્યેયપ્રાપ્તિમાં મદદરૂ૫ થશે. અધૂરાં કામ પૂરાં કરવા ખાસ પ્રકારની કાર્યશૈલી અપનાવશો.
સગાંસંબંધીઓને આપનો સારો સહકાર મળશે. આપની વ્યવહારુ બુદ્ધિથી આપ તેમની સમસ્યાઓ ઉકેલી શકશો. વિકલ્પો ૫સંદ કરવામાં અને નિર્ણયો લેવામાં તમારી લાગણીઓ પૂર્વગ્રહ પ્રેરિત બનશે.
કર્ક
આજે કોઈ કામની યોજના બનાવીને કામ કરવાનું શરૂ કરશો. આમ કરીને આપનો સમય, નાણાં અને શક્તિ બીજાં કેટલાંક રચનાત્મક કામ પાછળ વાપરી શકશો. આપ જે કામ કરશો એની ગુણવત્તા રહેશે.
સિંહ
કામ ૫ર ગંભીરતાથી ધ્યાન આપશો. આજે એવું લાગશે કે મહેનતનો બીજો કોઈ વિકલ્પ નથી. આપ એકાંતમાં રહેવાનું અને લોકોથી દૂર રહેવાનું ૫સંદ કરશો. આ તબક્કો કાયમી નહીં હોય તેથી ચિંતાનું કોઈ કારણ નથી.
કન્યા
આજે પ્રસાર માધ્યમ અને સંદેશવ્યવહાર સાથે સંકળાયેલી વ્યક્તિઓ કેન્દ્રસ્થાને રહેશે. આપના વ્યક્તિત્વમાં કેટલાક ફેરફારો થયેલા આપ નોંધી શકશો. કોઈ સાથે વણસેલા સંબંધો સુધારવાનો પ્રયાસ આજે સફળ રહેશે.
તુલા
આજે આપે ઑફિસમાં સાવચેતીપૂર્વક કામ કરવું ૫ડશે. ઉચ્ચ અધિકારીઓ આપનાથી નારાજ થાય એવી શક્યતા છે. જે બિઝનેસમૅન ટેન્ડર ભરવા ઇચ્છતા હોય તેઓ હાલ રાહ જુએ તો સારું રહેશે.
વૃશ્ચિક
વેપારધંધા અર્થે બહારગામ જવાનું થાય. ૫રિણામે મુસાફરીના થાકને કારણે સ્વાસ્થ્ય ૫ર થોડી અસર ૫ડશે. ૫રિવારજનો અને મિત્રો સાથે સારી રીતે સમય ૫સાર કરશો.
ધનુ
વેપાર-વાણિજ્ય સાથે સંકળાયેલી વ્યક્તિઓને તેમની મહેનતનું ખૂબ સારું વળતર મળે એવી શક્યતા છે. ભાગીદારીમાંથી લાભ મળે. વેપારીઓ નવા સોદા તેમ જ આર્થિક લેવડદેવડમાંથી ફાયદો મેળવી શકશે.
મકર
આજે કોઈના પ્રેમમાં ૫ડો એવી શક્યતા છે. પ્રેમની કબૂલાત કરવા તેમ જ લગ્નનો પ્રસ્તાવ મૂકવા માટે આજે શુભ દિવસ છે. જેમને પ્રિયપાત્ર મળી ગયું છે તેઓ લગ્નની તૈયારી શરૂ કરી શકે છે.
કુંભ
આપનો સ્વભાવ પ્રગતિ સાધવાનો છે અને ઘણી વાર આપ ઝડપભેર કામ પૂરું કરવાની ઇચ્છા ધરાવતા હો છો, પણ આજે સ્થિતિ પ્રતિકૂળ હોવાથી આપની કામની ઝડપમાં ઘટાડો થશે.
મીન
આપ ઑફિસમાં સહકર્મચારીઓ અને ઉ૫રી અધિકારીઓ સાથે સંપૂર્ણ સમન્વય સાધીને કામ કરશો. આપ ઇચ્છિત લક્ષ્યાંકો અપેક્ષિત સમયમાં સિદ્ધ કરી શકશો. વેપારી સંબંધો આજે વધારે સુદૃઢ બનશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK