Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ગુજરાતમાં હોમવોટિંગ શરૂ થયું

સિનિયર સિટિઝનોએ ફરજ નિભાવીને આપ્યો સંદેશ-મતદાન કરવા જઈએ તો યોગ્ય માણસ ચૂંટાય

26 April, 2024 09:04 IST | Gandhinagar | Shailesh Nayak

ગુજરાતના ભાજપના ઉમેદવારે કર્યો અનોખો પ્રચાર, આ ગેમની તર્જ પર બનાવ્યો વીડિયો

ધવલ પટેલનો પ્રચારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સુપર મારીયો ગેમમાં ધવલ પટેલના મોર્ફ કરેલ ફોટો સાથે વીડિયો બનાવવામાં આવ્યો છે

25 April, 2024 12:06 IST | Valsad | Gujarati Mid-day Online Correspondent

બુલેટ ટ્રેનના ટ્રૅક પર નડિયાદ પાસે મેક ઇન ઇન્ડિયાનો સ્ટીલનો બ્રિજ

૧૪૮૬ મેટ્રિક ટન વજનનો આ બ્રિજ ભુજ જિલ્લાની વર્કશૉપમાં બન્યો છે .

25 April, 2024 08:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વોટ કરો અને મેળવો હોટેલો ને દુકાનોમાં ડિસ્કાઉન્ટ, થિયેટરોમાં પણ ફ્રી પૉપકૉર્ન

વધુમાં વધુ મતદાન થાય એ માટે જૂનાગઢ અને મોરબીમાં કરવામાં આવી આ પહેલ

25 April, 2024 08:47 IST | Junagadh | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં પોણાપાંચ કરોડથી વધારે મતદારો

લોકસભાની ચૂંટણીમાં ૨૬૬ ઉમેદવારો, જેમાં મહિલાઓ માત્ર ૧૯ : સૌથી વધુ ૨૨.૨૩ લાખ મતદારો નવસારી બેઠકમાં અને સૌથી ઓછા ૧૭.૨૩ લાખ મતદારો ભરૂચ બેઠકમાં

24 April, 2024 07:41 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી, ભૂપત ભાયાણી

BJPના વિસાવદરના નેતાની જીભ લપસી

ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધીને નપુંસક કહ્યા: કૉન્ગ્રેસે વિરોધ નોંધાવીને માફીની માગણી કરી

24 April, 2024 07:18 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
નીલેશ કુંભાણી (સૌજન્ય ફેસબૂક)

કૉંગ્રેસ ઉમેદવાર રહી ચૂકેલા નિલેશ કુંભાણી થશે BJPમાં સામેલ!

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીમાં ગુજરાત, સુરત લોકસભા સીટ પરથી કૉંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા નિલેશ કુંભાણી ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે તે આ અઠવાડિયે બીજેપીમાં જોડાઈ શકે છે.

23 April, 2024 06:33 IST | Surat | Gujarati Mid-day Online Correspondent


ફોટો ગેલેરી

સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવ પર કાપવામાં આવી ૨૫૦ કિલોની કેક

ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ગઈ કાલે હનુમાન જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક અને ધામધૂમથી ઉજવાયો હતો. હનુમાનદાદાનાં દર્શન કરવા લાખ્ખો ભક્તજનો વહેલી પરોઢથી મંદિરમાં ઊમટ્યા હતા અને હનુમાનદાદાનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.  ૫૦૦૦ કિલો હજારીગલનાં ફૂલોથી મંદિરની અંદર અને બહાર સુશોભન કરાયું હતું અને ૫૦ કિલો ગુલાબનાં ફૂલોથી હનુમાનદાદાના સિંહાસનની આસપાસ શણગાર કરાયો હતો. હનુમાનદાદાને સુવર્ણના વાઘા ધારણ કરાવ્યા હતા. સવારે પાંચ વાગ્યે મંગળા આરતી યોજાઈ હતી અને સવારે સાત વાગ્યે શણગાર આરતી યોજાઈ હતી. ત્યાર બાદ હનુમાનદાદાનું બર્થ-ડે સેલિબ્રેશન થયું હતું જેમાં ૨૫૦ કિલોની કેક કાપવામાં કરવામાં આવી હતી અને હર્ષોલ્લાસથી હનુમાનદાદાના જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ આહુતિ અર્પણ કરી હતી. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ સાળંગપુરમાં હનુમાનદાદાનાં દર્શન કરવા આવ્યા હતા. અન્નકૂટ આરતીમાં તેઓએ દાદાની આરતી ઉતારી હતી અને અન્નકૂટમાં સહભાગી થઈને હનુમાનદાદાના આશીર્વાદ મેળવ્યા હતા અને લોકો માટે સુખ, શાંતિ, સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. 
24 April, 2024 11:57 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદ પોલીસે બહાર પાડેલું જાહેરનામું.

અમદાવાદમાં મતદાન સુધી નહીં ફરકાવી શકાય કાળા વાવટા

પોલીસે મૂક્યો પ્રતિબંધ : રાજપૂતોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવાનું એલાન કર્યું છે ત્યારે પોલીસ-કમિશનરે ગઈ કાલથી લઈને વોટિંગના દિવસ સુધી પ્રતિબંધ ફરમાવ્યો

18 April, 2024 09:55 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
આ ટ્રકમાં પ્રવાસ કરી રહેલા ૧૧ વર્ષના વિરાટે વિચિત્ર અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો.

ગુજરાતી પરિવાર સાથે થયો વિચિત્ર અકસ્માત

સુરતમાં નૈવેદ્ય ધરાવવા અને રામનવમી નિમિત્તે જવા નીકળેલી કાશીમીરાની ફૅમિલી સાથે થયેલા ઍક્સિડન્ટમાં ૧૧ વર્ષના દીકરાએ જીવ ગુમાવ્યો

18 April, 2024 08:55 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ભૂતપ્રેતની વેશભૂષા અને કાળાં કપડાંમાં ઉપસ્થિત લોકો વચ્ચે કન્યા પાયલ અને વરરાજા જયેશ

કાળ ચોઘડિયામાં ઊંધા ફેરા ફરીને લગ્ન જાનૈયાઓનો ઉતારો સ્મશાનમાં

સૌરાષ્ટ્રના એક ગામમાં ગજબ ઘટના બની : રૂઢિગત માન્યતાઓ તથા અંધશ્રદ્ધા અને ભૂતપ્રેત જેવા વહેમોનો હડસેલવાનું પ્રયોજનઃ ભારતના બંધારણના શપથ લઈને થયાં લગ્ન, કન્યાપક્ષના લોકોએ કાળાં કપડાં પહેરીને અને ભૂતપ્રેતનાં મહોરાં સાથે કર્યું સામૈયું

18 April, 2024 07:12 IST | Mumbai | Shailesh Nayak

IIT રૂરકીએ ગુજરાતમાં પ્રાગૈતિહાસિક સર્પનાં અવશેષ શોધી કાઢ્યાં

IIT રૂરકીએ ગુજરાતમાં પ્રાગૈતિહાસિક સર્પનાં અવશેષ શોધી કાઢ્યાં

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) રૂરકીના સંશોધકોએ એક સમયે અસ્તિત્વ ધરાવતા સૌથી મોટા સાપ પૈકીના એકના અવશેષો શોધી કાઢ્યા હતાં.  જે અંદાજે 47 મિલિયન વર્ષો પહેલા જીવન જીવતાં હતા. પ્રોફેસર સુનિલ બાજપાઈ અને પોસ્ટ-ડોક્ટરલ ફેલો દેબજીત દત્તાની આગેવાની હેઠળની આ શોધ સંસ્થાના નોંધપાત્ર અશ્મિના તારણોના સંગ્રહમાં મહત્વનો ફાળો આપે છે. ઓળખાયેલ આ સાપ `વાસુકી ઇન્ડિકસ` જે મધ્ય ઇઓસીન યુગ દરમિયાન હાલના ગુજરાતમાં રહેતો હતો. લુપ્ત થઈ ગયેલ Madatsoidae સર્પ ફેમિલી સાથે સંબંધિત વાસુકી ઇન્ડિકસ ભારત માટે વિશિષ્ટ વંશનું પ્રતિનિધિત્વ કરે છે. તેનું મૂળ નામ વાસુકીના નિરૂપણ પરથી લેવામાં આવ્યું છે. વાસુકી ઇન્ડિકસની આશ્ચર્યજનક શોધ આશરે 15 મીટર જેટલી લાંબી હોવાનો અંદાજ છે.

23 April, 2024 02:32 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK