IMDb પર 9+ રેટિંગ સાથે MX પ્લેયરની ધારાવી બૅન્ક (Dharavi Bank) OTT પર સફળ સાબિત થઈ છે. ક્રોમ DMs` COTT મુજબ - આ આકર્ષક સિરીઝે ટોચના શૉની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે અને તે ટોપ બિન્જ્ડ વૉચ શૉ હતો. આ સિરીઝના તમામ 10-એપિસોડ હવે MX પ્લેયર પર ઉપલબ્ધ છે, જેમાં સુનીલ શેટ્ટી (Suniel Shetty) થલાઈવાનના પાત્રમાં છે, જ્યારે વિવેક ઓબેરોય (Vivek Oberoi) કૉપ JCP જયંત ગાવસ્કરની ભૂમિકા ભજવી રહ્યો છે. તેવામાં દિગ્દર્શક સમિત કક્કડે સિરીઝના પાંચ બેસ્ટ સીન શૅર કર્યા છે જે દર્શકોને ખરેખર જકડી રાખશે.
15 December, 2022 04:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent