બન્ને ટીમ જીત સાથે નંબર-ટૂ પર પહોંચવાનો પ્રયાસ કરશે, જ્યારે રેસમાંથી બહાર થયેલી નેપાલ અને શ્રીલંકા જીત સાથે વિદાય લેવાના ટાર્ગેટ સાથે ઊતરશે
ફાઇલ તસવીર
ગ્રુપ Dની નંબર-ટૂ ટીમ બનવા માટે આજે બંગલાદેશ નેપાલ સામે અને નેધરલૅન્ડ્સ શ્રીલંકા સામે રમશે. અંતિમ ગ્રુપ સ્ટેજ મૅચ રમી રહેલા બંગલાદેશ ૪ પૉઇન્ટ સાથે ગ્રુપમાં બીજા સ્થાને અને નેધરલૅન્ડ્સ બે પૉઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. બન્ને ટીમ જીત સાથે નંબર-ટૂ પર પહોંચવાનો પ્રયાસ કરશે, જ્યારે રેસમાંથી બહાર થયેલી નેપાલ અને શ્રીલંકા જીત સાથે વિદાય લેવાના ટાર્ગેટ સાથે ઊતરશે. બંગલાદેશ જીત સાથે ક્વૉલિફાય કરી શકે છે, પરતું જો એ હારશે તો નેધરલૅન્ડ્સ પાસે સારા રન-રેટ સાથે જીતીને સુપર-એઇટમાં શાનદાર એન્ટ્રી મારવાનો ચાન્સ રહેશે. આજે હાર-જીત સાથે રન-રેટ અને વરસાદ પર તમામ ક્રિકેટ ફૅન્સની નજર રહેશે. ગ્રુપ Cમાં કૅપ્ટન કેન વિલિયમસનની ટીમ ન્યુ ઝીલૅન્ડ આજે પાપુઆ ન્યુ જિની સામે સાંજે ૮ વાગ્યાથી અંતિમ મૅચ રમવા ઊતરશે જેમાં ન્યુ ઝીલૅન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ અંતિમ વખત T20 મૅચ રમતો જોવા મળશે.
પાંચ દિવસ ચાલશે સુપર-એઇટ રાઉન્ડ
ADVERTISEMENT
૨૦થી ૨૫ જૂન વચ્ચે સુપર-એઇટ રાઉન્ડની મૅચ રમાશે. દરેક ટીમ પોતાના ગ્રુપની અન્ય ત્રણ ટીમો સામે મૅચ રમશે. બન્ને ગ્રુપની બે ટીમ સેમી ફાઇનલમાં પહોંચશે, ૨૭ જૂને બે સેમી ફાઇનલ અને ૨૯ જૂને ફાઇનલ મૅચ રમાશે.

