Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સિટી ન્યૂઝ

કવિવાર : રામની ખેતરવાડીએ મ્હાલતા ગુર્જર કવિ – ઉશનસ્

‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ. આજે વાત કરવી છે કવિ ઉશનસની. અનુગાંધીયુગના આ ગુજરાતી કવિનો જન્મ વડોદરા નજીક આવેલ સાવલીમાં થયો હતો. કવિએ વડોદરા કૉલેજમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ.ની પદવી મેળવી હતી. સાથે જ આ કવિ ગુજરાતી વિષય સાથે એમ.એ. થયા હતા. ‘પ્રસૂન’ નામના કાવ્યસંગ્રહથી શરૂ થયેલી તેમની કાવ્ય યાત્રા સતત ચાલતી રહી હતી. મૂળ તો સમાજને નવી રાહ ચીંધવાનું કાર્ય આ કવિએ પોતાની કલમથી કર્યું હતું. કવિનો જે માટી અને વાતાવરણ સાથે ઘરોબો હતો એ તેમના કાવ્યોમાં હિલ્લોળા લે છે.

03 October, 2023 11:46 IST | Dharmik Parmar

ગાંધીજી રાજનીતિમાં રહ્યા, પણ તેમણે નીતિનો માર્ગ અપનાવ્યો હતો : ઉષા ઠક્કર

ગાંધી જયંતી આંતરરાષ્ટ્રીય અહિ‍‍ંસા દિન નિમિત્તે ગઈ કાલે અમદાવાદના સાબરમતી આશ્રમમાં મુંબઈના મણિભવન ગાંધી સંગ્રહાલયનાં પ્રમુખ ઉષા ઠક્કરના સાંનિધ્યમાં સર્વ ધર્મ પ્રાર્થનાસભા યોજાઈ

03 October, 2023 08:55 IST | Ahmedabad | Shailesh Nayak

મુંબઈના સ્વિમિંગ પૂલમાં તરતું દેખાયું મગરનું બચ્ચું, કાઢવા જતાં ભર્યું બચકું

Baby Crocodile Found Swimming: મુંબઈના દાદર સ્થિત મહાત્મા ગાંધી સ્વિમિંગ પૂલમાં લાઈફગાર્ડે તે નાનકડા મગરને તરતું જોયું અને તેને પકડી લીધો, પણ તે દરમિયાન તે બાળકને તેના હાથે બચકું ભરી લીધું. મગરના બાળકને હવે એક ડ્રમમાં સુરક્ષિત રાખવામાં આવ્યું છે.

03 October, 2023 07:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગોલ્ડન કચ્છી

ઘોડેસવારીની ડ્રસાઝ ઇવેન્ટમાં જુહુમાં રહેતા અને મૂળ કચ્છના સાનગરા ગામના હૃદય છેડાએ એશિયન ગેમ્સમાં ભારતનું નામ રોશન કર્યું : તેની ટીમને લીધે ભારતને ઘોડેસવારીમાં ૪૧ વર્ષ પછી પ્રથમ વાર ગોલ્ડ મેડલ મળ્યો

27 September, 2023 10:15 IST | Mumbai | Rohit Parikh

સનાતન ધર્મની રક્ષા માટે સંતો-મહંતોએ એક થવા કર્યું આહ્‍વાન

જૂનાગઢમાં યોજાયું સંતસંમેલન : સનાતન ધર્મ સંરક્ષણ સમિતિ રચાઈ : શેરનાથબાપુએ કહ્યું કે દેવી-દેવતાઓને કે સનાતન પરંપરાને કોઈ નીચાં દેખાડવાનો પ્રયાસ કરતા હોય એ યોગ્ય નથી

22 September, 2023 08:50 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK