કુણાલ ખેમુ (Kunal Khemu / Kunal Kemmu)ને એક આખી પેઢી બાળ કલાકારના રૂપમાં જોઇને મોટી થઇ છે. બાઇક્સના શોખીન કુણાલ ખેમુ પોતે બહુ જ મોજીલા છે, તેમની સેન્સ ઑફ હ્યુમર પણ ગજબ છે. તેમની વેબ સિરીઝ અભયની ૩જી સિઝન આવી રહી છે ત્યારે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે પોતાના પાત્ર અંગે ગોઠડી માંડી. તેમની પસંદની વેબસિરીઝ, ગુજરાતી કેમ સારી રીતે સમજી શકે છે તેની વાતો પણ મન મુકીને કરી.
એક્ટર અતુલ કુલકર્ણી (Atul Kulkarni)એ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં પોતાના ગમતાં પાત્રો, પોતાના શોખ વિશે માંડીને વાત કરી. ધી થર્સડે ફિલ્મના તેમના પાત્ર જાવેદ ખાનની વિશેષ પરિચય પણ તેમણે આપ્યો. સાંભળો તે કેમ માને છે કે ના પાડતા શીખવું જરૂરી છે.
રક્તાંચલની બીજી સિઝન આવી છે ત્યારે અભિનેતા ક્રાંતિ પ્રકાશ ઝા અને ડાયરેક્ટ રિતમ શ્રીવાસ્તવે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમની મુલાકાત લીધી અને સિરીઝ સાથે જોડાયેલી વાતો ઉપરાંત શૅર કર્યા પોતાના શોખ, પોતાની સિનેમા અને સ્ક્રીન સાથેની જર્ની.
સિકંદર ખેરને થોડા સમય પહેલા આવેલી વેબ સિરીઝ આર્યામાં તેમના રોલ બદલ ખુબ પ્રશંસા મળી. તેઓ ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સ પણ કરી રહ્યા છે. દૌલતના પાત્રથી લોકોને કથામાં જકડી રાખનારા સિકંદર ખેર અનુપમ તથા કિરણ ખેરના દીકરા છે, ઘરની ચર્ચાઓ અને મસ્તીની વાત ઉપરાંત તેઓ કહે છે કે મીડિયાના કેવા બીબાંઢાળ સવાલ તેમને બોર કરી દે છે.
અમિત ટંડન, સ્ટેન્ડ અપ કૉમિકના વિશ્વમાં જાણીતું નામ છે. તેમણે કોર્પોરેટ જોબને આવજો કહીને કૉમેડીની સફર શરૂ કરી. તેમની કૉમેડી સ્ટાઇલ, આવનારા શોઝ અને ગમતા કૉમિક્સ વિષે વાત કરી તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે.
ભવ્ય ગાંધી એ તારક મહેતા કા ઉલટા ચશ્મા શોના ટપુ તરીકે `વર્લ્ડ ફેમસ` છે એમ કહેવામાં જદરાય અતિશયોક્તિ નથી. ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથેની વાતચીતમાં તેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શોનો આટલો લાંબો સમય ભાગ રહેવાથી તેમને શું મળ્યું તેની તો ચર્ચા કરી જ પણ સાથે તેમને મળતા અઢળક અટેન્શન અંગે અને તે સિંગલ છે કે નહીં તે અંગે પણ વાત કરી.
દેવેન ભોજાણી મજાના અભિનેતા છે, તેમના પાત્રને તે એવી રીતે આત્મસાત કરે છે કે ન પૂછો વાત. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે તે પોતાનાં બા સાથે કેટલા નિકટ છે અને પરિવાર સાથેની ક્ષણો કઇ રીતે તેમને માટે સૌથી અગત્યની છે. જુઓ ખુલ્લા મને થયેલો આ સંવાદ.
વેલ્લે ફિલ્મ એક ધમાલ મસ્તીથી ભરપુર ફિલ્મ છે અને માટે જ તેના એક્ટર્સ કરણ દેઓલ, જે સની દેઓલના દીકરા છે તે તેમના કો એક્ટર્સની સાથે એક તોફાની દોસ્તી ધરાવે છે. જુઓ ગુજરાતી મિડ ડે ડૉટ કૉમ સાથેની તેમની વાતચીત. કરણ દેઓલ, સાવંત સિંઘ પ્રેમી અને વિશેષ તિવારી સાથેનો ખડખડાટ ઇન્ટરવ્યુ.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK
Radio City Gujarati : A dedicated online radio station for Gujarati natives all over the world. Devotional, lok sangeet, garba and Gujarati film music streaming all day long.