Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



લાંબા સમય સુધી બેસી રહેવું સ્મોકિંગ જેટલું જ હાનિકારક છે

જે રીતે સિગારેટના પૅકેટ પર આપણે ચેતવણી વાંચીએ છીએ એવી જ રીતે કદાચ ભવિષ્યમાં ઑફિસની આરામદાયક ખુરસી પર પણ લખવું પડશે કે...

15 July, 2026 04:37 IST | Mumbai | Kajal Rampariya

જો આરામ પૂરો ન થયો હોય તો કસરત માટે ઊંઘ છોડી દેવાય કે કસરત છોડીને ઊંઘ પૂરી કરાય?

ઊંઘ અને એક્સરસાઇઝ બન્નેમાંથી જ્યારે એકની પસંદગી કરવાની હોય તો કોની કરવી એ સમજી લઈએ...

14 July, 2026 03:58 IST | Mumbai | Jigisha Jain

જો હવે જાગીશું નહીં તો ઍન્ટિ-બાયોટિક દવાઓ સાવ બેઅસર થઈ જશે

જોકે ફરીથી દુનિયા એ દિશામાં જઈ રહી છે જ્યાં આ દવાઓ કામ નહીં કરે અને એનાથી જે વિનાશ સર્જાશે એની તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે

14 July, 2026 03:47 IST | Mumbai | Dr. Sushil Shah

દવા વિના ખરાબ કૉલેસ્ટરોલ ઘટી શકે?

નિયમિત કસરત, ફાઇબરયુક્ત ખોરાક અને હેલ્ધી ફૅટ્સનો આહારમાં સમાવેશ કરવાથી શક્ય છે

13 July, 2026 02:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા

Health Funda: ભેળસેળના યુગમાં પેકેજ્ડ ફૂડનાં આકર્ષક લેબલ્સ જોઈને છેતરાઈ ન જતા!

Health Funda: પેકેજ્ડ ફૂડ હવે આપણી રોજિંદી લાઈફસ્ટાઈલનો એક મહત્વનો ભાગ બની ચૂક્યા છે, ત્યારે પોતાના માટે હેલ્ધી ઓપ્શન્સ પસંદ કરવા માટે ફૂડ લેબલ્સને સમજવા ખૂબ જ જરૂરી છે ત્યારે ડૉ. રિશિતા બોચિયા જોષી પાસેથી જાણીએ કે ફૂડ લેબલ્સ ડીકોડ કઈ રીતે કરવા?

11 July, 2026 01:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

કામની વ્યસ્તતામાં ખાવાનું સ્કિપ કરવું ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કહેવાય?

એક્સપર્ટ પાસેથી જાણીએ કે કામના પ્રેશરમાં કલાકો સુધી ભૂખ્યા રહેવાથી ડાયટિંગ જ થાય છે કે પછી શરીરને નુકસાન થાય છે?

10 July, 2026 12:35 IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ચોમાસામાં સાંધા દુખતા હોય તો જીવનશૈલીમાં થોડાક બદલાવ કરો

ચોમાસા દરમ્યાન સામાન્ય રીતે વાતાવરણનું દબાણ ઘટી જાય છે. આ ફેરફારને કારણે સાંધાની આસપાસની પેશીઓ સહેજ વિસ્તરી શકે છે જેને લીધે દુખાવો, જકડાઈ જવું અને સોજો આવી શકે છે

10 July, 2026 12:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

આજે બારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવાઈ રહ્યો છે ત્યારે...

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હવે એક દિવસ નહીં પણ એક જનઆંદોલન બનતું જાય છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બારમી આવૃત્તિએ પણ ૧૯૦ દેશોમાં ૨૫૦૦થી વધુ જગ્યાએ યોગ દિવસની ઉજવણી થવાની છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેમને યોગ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા છે એવા દુનિયામાં યોગનો પ્રચાર-પ્રસાર કરી રહેલા યોગશિક્ષકો સાથે વાત કરીએ અને જાણીએ તેમના જીવનમાં યોગનો ઉદ્ભવ કેવી રીતે થયો? તેમણે પોતાના દેશમાં યોગનો વ્યાપ કયા સ્તર પર વધાર્યો? યોગ તેમના માટે શું છે અને કઈ રીતે તેઓ ભારતની આ પરંપરાને ખાસ ગણે છે? દર વર્ષે ૨૧ જૂને વિશ્વના ૧૯૦થી વધુ દેશોમાં કરોડો લોકો એકસાથે યોગાભ્યાસ કરે છે. ન્યુ યૉર્કના ટાઇમ્સ સ્ક્વેરથી લઈને પૅરિસના આઇફલ ટાવર સુધી વિશ્વના ખૂણે-ખૂણે યોગના કાર્યક્રમો યોજાય છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બારમી આવૃત્તિને આપણે ઊજવી રહ્યા છીએ ત્યારે એ જાણવું પણ મહત્ત્વનું છે કે યોગની વ્યાપકતા જેટલી વધી છે એટલી જ યોગની ઉપયોગિતાને વધારવાના પ્રયાસો પણ થયા છે. જેમ કે યોગ પર ઢગલાબંધ રિસર્ચો થયાં છે અને સ્વાસ્થ્ય-રક્ષાથી લઈને સારવારમાં દુનિયાના દેશો યોગને પ્રાધાન્ય આપી રહ્યા છે. સાઉદી અરેબિયા અને દુબઈમાં જેવા મિડલ ઈસ્ટના મુસ્લિમ દેશોમાં પણ સત્તાવાર રીતે યોગ દિવસની ઉજવણી થાય છે અને ત્યાંની સ્કૂલોમાં યોગને માન્યતા આપવામાં આવી છે. અમેરિકામાં યોગ કરનારાઓની સંખ્યા વધીને ૪ કરોડને પાર થઈ ગઈ છે. કેટલાંક સર્વેક્ષણો દર્શાવે છે કે યોગ દિવસની સામૂહિક ઉજવણી અને પ્રચારને કારણે દુનિયાના ૩૦ ટકાથી વધુ લોકોએ પોતાના જીવનમાં પહેલી વાર યોગ કરવાની શરૂઆત કરી છે. ૨૦૨૩ના યોગ દિવસ પર સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં ૧૩૫થી વધુ દેશોના નાગરિકોએ એકસાથે ભાગ લઈને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો જે યોગની વૈશ્વિક સ્વીકૃતિનું સૌથી મોટું આંકડાકીય પ્રતીક છે. આ બધી જ વાતોનો સૂર માત્ર એટલો કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ હવે કોઈ દિવસ નથી પણ જનઆંદોલન છે જેને આખી દુનિયાએ ૪ હાથે વધાવ્યો છે. એમાં કેટલાક આંતરરાષ્ટ્રીય સ્તરના યોગીઓની પણ કમાલ છે જેમણે યોગને લોકલથી ગ્લોબલ બનાવવામાં ભૂમિકા ભજવી અને જેમના કાર્યને બિરદાવવા ભારત સરકારે તેમને પ્રધાનમંત્રી યોગ પુરસ્કારથી સન્માનિત પણ કર્યા. આજે એવા જ કેટલાક યોગીઓની દુનિયામાં ડોકિયું કરીએ.
21 June, 2026 04:48 IST | Mumbai | Ruchita Shah

તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા

Health Funda: ચોમાસામાં આળસ અને ‘લો-મૂડ’ને કહો બાય-બાય, બસ કરો આટલું જ

Health Funda: ચોમાસું ઉનાળાની અસહ્ય ગરમીથી રાહત આપે છે, પણ સાથે-સાથે તે ઘણીવાર આપણને સુસ્ત બનાવી દે છે. આ દિવસોમાં એનર્જી ઓછી લાગવી, એક્ટિવ રહેવાનું મોટિવેશન ન મળવું બહુ સામાન્ય છે ત્યારે પોતાની જાતને હેલ્ધી, એનર્જેટિક અને બેલેન્સ્ડ રાખવા કરો આટલું

04 July, 2026 12:37 IST | Mumbai | Dr. Rishita Bochia Joshi
પ્રતીકાત્મક તસવીર

જેન-ઝી માટે હવે વેકેશન બોલે તો હું, મારો રૂમ, ચાની ચૂસકી અને ખાઈ-પીને આરામ

કેમ હવે યંગસ્ટર્સને રિલૅક્સ થવા માટે પથારીમાં પડ્યા રહેવું બહુ ગમે છે? આ ટ્રેન્ડ તેમના માનસિક સ્વાસ્થ્ય માટે કેટલો હિતકારક છે એ વિશે જાણીએ

03 July, 2026 02:55 IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર

તમારા કમરના દુખવા પાછળ શું જવાબદાર છે?

વાતાવરણમાં જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે સ્નાયુઓ જકડાઈ જાય છે જેની સીધી અસર એમની કાર્યક્ષમતા પર પડે છે.

03 July, 2026 02:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘શંખમુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.

29 January, 2026 09:53 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK