Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Religious Places

લેખ

શિર્ડી સાઈબાબા મંદિર

હવે શિર્ડીના સાંઈબાબા મંદિરમાં થશે મિનિમમ ૧૦,૦૦૦ રૂપિયામાં VIP આરતી

તિરુપતિ બાલાજીની જેમ ડોનેશન-પૉલિસી બનાવવામાં આવી, અલગ-અલગ સ્લૅબ જાહેર કરવામાં આવ્યા

14 May, 2025 10:13 IST | Shirdi | Gujarati Mid-day Correspondent
શ્રી અંબામાઈ મંદિર

કોલ્હાપુરના અને રત્નાગિરિનાં જાણીતાં મંદિરોમાં ડ્રેસ-કોડ લાગુ કરવામાં આવ્યો

ભક્તોને પારંપરિક અને સભ્ય કપડાં પહેરીને જ મંદિરમાં પ્રવેશવાની સૂચના મંદિરના સંચાલકોએ જાહેર કરી

14 May, 2025 09:57 IST | Kolhapur | Gujarati Mid-day Correspondent
મુંબઈનું મહાલક્ષ્મી મંદિર

ઉજ્જૈ‍‍‍‍નના મહાકાલ મંદિરની જેમ મહાલક્ષ્મી મંદિર પરિસરની પણ થશે ભવ્ય કાયાપલટ

૩૭.૩૨ કરોડ રૂપિયા વાપરીને BMC રાજ્ય સરકારની ભાગીદારીમાં આ રીવૅમ્પ કરશે

13 May, 2025 01:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ભગવાન બુદ્ધે આપેલા વિપશ્યના ધ્યાન પાછળનું લૉજિક જાણો

બૌદ્ધ ધર્મ બુદ્ધિમાનોનો ધર્મ છે એવું આચાર્ય રજનીશ કહેતા. ક્રોધને નહીં ક્રોધના મૂળને તોડો. વાસના, ઈર્ષ્યા કે લોભના મૂળ પર જો કામ કરશો તો એ તમને નડશે નહીં

13 May, 2025 07:08 IST | Mumbai | Ruchita Shah

ફોટા

આજનું આસ્થાનું એડ્રેસ છે વાલપખાડી ખાતે આવેલ લક્ષ્મીનારાયણ મંદિર

આસ્થાનું એડ્રેસ : વાલપખાડીના આ મંદિરમાં સ્વાતંત્ર્યસેનાનીઓ પણ આવી ચૂક્યાં છે!

આજનું આપણું આસ્થાનું એડ્રેસ છે વાલપખાડીમાં આવેલું શ્રી લક્ષ્મીનારાયણ મંદિર. આ મંદિર સાથે મેઘવાડ કમ્યુનિટિ અને ઠક્કરબાપાનું નામ જોડયેલું છે. વર્ષ ૧૯૨૩માં અહીં ડોંગરી મ્યુનિસિપલ સ્કૂલની શરૂઆત કરવામાં આવી હતી. આસપાસના લોકોના બાળકો અહીં ભણવા આવતા. ત્યાં ઠક્કરબાપાને વિચાર આવેલો કે લોકોમાં ધાર્મિક ભાવના જન્મે એ માટે મંદિરનું નિર્માણ કરવું. મંદિર સાથે સંકળાયેલા કિશન ડોડીયાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શેર કરેલી આ મંદિર વિષેની રોચક વાતો તમારા સુધી પહોંચાડવી છે. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.

07 May, 2025 07:05 IST | Mumbai | Dharmik Parmar
અક્ષરધામ પહોંચેલા જે. ડી. વાન્સ, તેમનાં પત્ની અને સંતાનો

USAના ઉપ રાષ્ટ્રપ્રમુખ જે. ડી. વાન્સ પરિવાર સાથે દિલ્હી અક્ષરધામ પહોંચ્યા

અમેરિકન ઉપ રાષ્ટ્રપ્રમુખ શ્રી જે. ડી. વાન્સ હાલમાં ચાર દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે. ભારતમાં આવ્યા બાદ તેઓએ પત્ની ઉષા અને ત્રણ બાળકો- ઇવાન, વિવેક અને મિરાબેલ સાથે દિલ્હીમાં આવેલા વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી.

22 April, 2025 06:52 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
હનુમાનદાદાને ગુલાબની પાંખડી સહિતનાં ફૂલોથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને સુખડીનો ભોગ ધરવામાં આવ્યો હતો.

સાળંગપુરમાં આજે હનુમાનદાદાના શરણે આવશે બે લાખથી વધારે ભક્તજનો

ગઈ કાલે ૧૦૦૮ મંત્રોચ્ચારથી રાજોપચાર પૂજન સાથે હનુમાન જયંતીની ઉજવણીનો થયો શુભારંભ : કળશયાત્રાએ ભક્તજનોનાં મન મોહ્યાં : સુખપરની બહેનોના બૅન્ડે ધૂમ મચાવી ગુજરાતના સાળંગપુરમાં આવેલા વિશ્વવિખ્યાત હનુમાનદાદાના મંદિરમાં દર્શન કરવા માટે આજે હનુમાન જયંતીના પ્રસંગે બે લાખથી વધુ હનુમાનભક્તો ઊમટશે અને દાદાના શરણમાં જઈને શીશ નમાવી આશીર્વાદ મેળવશે. હનુમાન જયંતીને લઈને મંદિર-પ્રશાસને તૈયારીઓ કરી છે. હનુમાન મંદિરમાં ગઈ કાલે રાજોપચાર પૂજન સાથે હનુમાન જયંતી મહોત્સવનો આધ્યાત્મિકતાના માહોલમાં રંગેચંગે શુભારંભ થયો હતો. સાળંગપુરમાં નીકળેલી કળશયાત્રાએ ભક્તજનોનાં મન મોહ્યાં હતાં અને એમાં પણ સુખપરની બહેનોના બૅન્ડે ધૂમ મચાવી હતી.   સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં ગઈ કાલે રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. શ્રીલંકાથી મગાવેલાં ખાસ ફૂલો તેમ જ ૨૦૦ કિલો સેવંતીનાં ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. થાઇલૅન્ડથી હનુમાનદાદા માટે ખાસ આંકડાની કળીઓનો હાર મગાવ્યો હતો તેમ જ ૧૦૦ કિલો ગુલાબની પાંખડીઓ સહિત ૧૦૦૮ કિલો પુષ્પોથી કષ્ટભંજનદેવ હનુમાનદાદા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ૧૦૦૮ કિલો સુખડીનો ભોગ ધરવામાં આવ્યો હતો અને ૧૦૦૮ મંત્રોચ્ચારથી પૂજન કરવામાં આવ્યું હતું. સાંજે નારાયણ કુંડથી હનુમાન મંદિર સુધી કળશયાત્રા યોજાઈ હતી. બહેનોના માથે સુવર્ણ કળશ મૂકીને પવિત્ર જળ મંદિરે લઈ જવાયું હતું. નારાયણ સરોવર, પંપા સરોવર, પ્રયાગરાજના ત્રિવેણી સંગમનું જળ, ગોદાવરી-ગંગા-સાબરમતી-નર્મદા-સરયૂ-સરસ્વતી-કપિલા સહિતની નદીઓનાં જળ, કન્યાકુમારી સમુદ્રનું જળ જગન્નાથપુરી સમુદ્રનું જળ, ગંગાસાગર સમુદ્રનું જળ કળશમાં રાખવામાં આવ્યું હતું. આ બધાં જળનો હનુમાનદાદાના મહાભિષેક માટે ઉપયોગ કરવામાં આવશે. કળશયાત્રામાં ગજરાજો, ઘોડા અને બળદગાડી સાથે નાશિક ઢોલ, અઘોરી ડાન્સ, સીદી ડાન્સ તેમ જ અખાડિયનોનાં હેરતઅંગેઝ કરતબોથી ભક્તજનો મંત્રમુગ્ધ થયા હતા તો સુખપરની બહેનોની રાસમંડળીના બૅન્ડે ધૂમ મચાવી હતી. અસંખ્ય ભક્તોએ કળશયાત્રામાં જોડાઈને હનુમાનદાદા પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કરીને મંદિરમાં જઈને દર્શન કર્યાં હતાં. સંતોએ ૨૫૧ કિલો ફૂલોથી અને પચીસ હજાર ચૉકલેટથી દર્શનાર્થીઓને વધાવ્યા હતા.

13 April, 2025 07:10 IST | Salangpur | Gujarati Mid-day Correspondent
આજનું આસ્થાનું એડ્રેસ છે ઉદ્યાન ગણેશ મંદિર (શિવાજીપાર્ક)

આસ્થાનું એડ્રેસ : શિવાજીપાર્કમાં બાલસ્વરૂપે દર્શન આપતા ગણપતિદાદા છે મંગલકારી

આજે આપણે શિવાજીપાર્કમાં સ્થિત સુંદર ઉદ્યાન ગણેશ મંદિરનાં દર્શનાર્થે જવું છે. આમ તો, મુંબઈમાં ગણેશમંદિરનું નામ આવે એટલે તરત સિદ્ધિવિનાયકદાદા સાંભરી આવે. પણ, સિદ્ધિવિનાયકદાદાના બાલસ્વરૂપનું સુંદર મંદિર શિવાજીપાર્ક ખાતે આવેલું છે. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો. (તમામ તસવીરો- મંદિરની અધિકૃત વેબસાઇટ)

09 April, 2025 07:01 IST | Mumbai | Dharmik Parmar

વિડિઓઝ

મહાકુંભ 2025: અદભૂત ડ્રોન વિઝ્યુઅલ્સ થકી ફરી મેળામાં લટાર મારીએ

મહાકુંભ 2025: અદભૂત ડ્રોન વિઝ્યુઅલ્સ થકી ફરી મેળામાં લટાર મારીએ

મહાકુંભ 2025ની ભવ્ય 45 દિવસની આધ્યાત્મિક યાત્રા મહાશિવરાત્રી પર પૂર્ણ થઈ. તે આસ્થા, એકતા અને પરંપરાનું અદભૂત પ્રદર્શન રહ્યું. 66 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર જળમાં પવિત્ર ડૂબકી લગાવી હતી, જેમાં પ્રયાગરાજ એક જીવંત સાંસ્કૃતિક કેન્દ્રમાં પરિવર્તિત થયું હતું.  આ ડ્રોન દૃશ્યોએ આ મેળાની ભવ્યતાને દર્શાવી છે. જેમાં જીવનના તમામ ક્ષેત્રો અને વિશ્વના તમામ ખૂણાઓમાંથી લોકોના એકત્રીકરણનું પ્રદર્શન છે. વડાપ્રધાન મોદીએ મહાકુંભને "એકતાના મહા યજ્ઞ" તરીકે બિરદાવ્યો ને લોકોને એકજૂથ કરવામાં તેના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

28 February, 2025 02:03 IST | Uttar Pradesh
રામ મંદિરના બાંધકામ: અધ્યક્ષે એક મોટી અપડેટ શેર કરી - વિડિઓ જુઓ

રામ મંદિરના બાંધકામ: અધ્યક્ષે એક મોટી અપડેટ શેર કરી - વિડિઓ જુઓ

અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ રામ મંદિરના બાંધકામની પ્રગતિ અંગે એક મહત્વપૂર્ણ અપડેટ પ્રદાન કર્યું. તેમણે બાંધકામ ક્યારે પૂર્ણ થવાની અપેક્ષા છે તેની સુધારેલી સમયમર્યાદા શેર કરી. વધુમાં, તેમણે ખુલાસો કર્યો કે મંદિરના દરવાજા ભારતના કેટલાક સૌથી આદરણીય સંતોના નામ પર રાખવામાં આવશે, જે દેશના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસામાં તેમના યોગદાનને માન આપશે. વધુ માટે વિડિઓ જુઓ.

19 February, 2025 02:43 IST | Ayodhya
મહાકુંભ માટે ભારે ભીડના કારણે પ્રયાગરાજમાં ટ્રાફિક જામ

મહાકુંભ માટે ભારે ભીડના કારણે પ્રયાગરાજમાં ટ્રાફિક જામ

મહાકુંભ સ્થળ તરફ જતી ભીડના અચાનક ઉમટવાથી પ્રયાગરાજમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ, જેના કારણે શહેરમાં ટ્રાફિક જામ અને ટ્રાફિકમાં વિલંબ થયો.

18 February, 2025 04:25 IST | Prayagraj
મહાકુંભમાં ભીષણ આગ! હરિહરાનંદ ટેન્ટમાં ભભૂકી આગ

મહાકુંભમાં ભીષણ આગ! હરિહરાનંદ ટેન્ટમાં ભભૂકી આગ

7 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજ મહાકુંભમાં હરિહરાનંદ ટેન્ટમાં ફરી એકવાર પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આગને કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગેડની કેટલીક ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.  અગ્નિશામકોએ ડપથી કાર્યવાહી કરી આગને કાબૂમાં લઈ લીધી. વધુ વિગતો અપેક્ષિત છે.

07 February, 2025 02:24 IST | Uttar Pradesh

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK