શાહરુખ ખાનની વિરાટ કોહલી અને રિન્કુ સિંહ સાથે ધમાલ, દિશા પાટની તથા શ્રેયા ઘોષાલ અને કરણ ઔજલાનો જલવો
IPL 2025ની પહેલી મૅચ પહેલાં કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ધમાકેદાર ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. બૉલીવુડ મેગાસ્ટાર શાહરુખ ખાને ઓપનિંગ સેરેમનીનું સંચાલન કર્યું હતું. તેણે કોલકાતા નાઇટ રાઇડર્સના સ્ટાર બૅટર રિન્કુ સિંહ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના અનુભવી બૅટર વિરાટ કોહલી સાથે સ્ટેજ પર પોતાનાં લોકપ્રિય સૉન્ગ પર ડાન્સ પણ કર્યો હતો. સિંગર શ્રેયા ઘોષાલ, પંજાબી સિંગર કરણ ઔજલા અને ઍક્ટ્રેસ દિશા પાટનીના પર્ફોર્મન્સે મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં આવેલા ક્રિકેટ-ફૅન્સને ઝૂમવા મજબૂર કર્યા હતા.
બન્ને ટીમના કૅપ્ટન્સ અને ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીઓની હાજરીમાં સ્ટેજ પર ટુર્નામેન્ટના ૧૮મા વર્ષની ઉજવણીના ભાગરૂપે મોટી કેક કાપવામાં આવી હતી. સતત ૧૮મી સીઝન સુધી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે રમવા બદલ વિરાટ કોહલીને સન્માનિત પણ કરવામાં આવ્યો હતો. શાનદાર આતશબાજી સાથે સમાપ્ત થયેલી ઓપનિંગ સેરેમનીમાં કિંગ ખાન અને કિંગ કોહલીએ હાજરી આપીને સેરેમનીની શોભા વધારી હતી.24 March, 2025 07:00 IST Kolkata | Gujarati Mid-day Correspondent
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો ફીવર 22 માર્ચથી સંપૂર્ણ દેશમાં જોવા મળવાનો છે. જોકે આ મૅચની ટિકિટ્સ મળવી ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ જો આ મૅચની ટિકિટ ન મળે તો પણ આઇપીએલના ચાહકો ફૅન પાર્કમાં સ્ટેડિયમ જેવો જ અનુભવ કરી શકશે. (તસવીરો: મિડ-ડે)22 March, 2025 07:18 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટના મેદાન પર ચોગ્ગા-છગ્ગાની આતશબાજી કરતા ક્રિકેટર્સ ગઈ કાલે ધુળેટીના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગની પહેલી ફાઇનલિસ્ટ ટીમ ઇન્ડિયા માસ્ટર્સના કૅપ્ટન સચિન તેન્ડુલકરે ગઈ કાલે યુવરાજ સિંહ સહિતના સાથી પ્લેયર્સ સાથે ધુળેટીનો આનંદ માણ્યો હતો. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પ્લેઑફ મૅચ માટે મુંબઈની તાજ હોટેલમાં રોકાયેલી ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કૅપિટલ્સના તમામ પ્લેયર્સે પણ આ તહેવારને ઉત્સાહ સાથે ઊજવ્યો હતો.
IPL 2025ની તૈયારી માટે પ્રી-સીઝન કૅમ્પમાં જોડાયેલા મોટા ભાગના ફ્રૅન્ચાઇઝીના પ્લેયર્સે એકબીજાને રંગીને મજાક-મશ્કરી કરી હતી. લખનઉ સુપર જાયન્ટ્સના કોચ જસ્ટિન લૅન્ગર જેવા કોચિંગ સ્ટાફના સભ્યો પણ અનોખો લુક બનાવીને બૉલીવુડનાં ગીતો પર ઝૂમ્યા હતા. લખનઉનો કૅપ્ટન રિષભ પંત આ તહેવારના અવસર પર પહેલી વાર વાઇસ-કૅપ્ટન નિકોલસ પૂરન સહિતના સાથી પ્લેયર્સને મળ્યો હતો. દેશી-વિદેશી પ્લેયર્સના આ ધુળેટીના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા.16 March, 2025 07:12 IST Mumbai | Gujarati Mid-day Correspondent
આ વર્ષે હોળી એક જોવાલાયક દૃશ્ય બની ગયું, જ્યાં વિશ્વભરના ક્રિકેટરો રાષ્ટ્રીયતા અને સમુદાયોથી આગળ વધીને, રંગોના તહેવારનો આનંદ માણી રહ્યા હતા. (તસવીર સૌજન્ય: મિડ-ડે)15 March, 2025 07:15 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
દુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 જીતીને ભારતે ૧૨ વર્ષ લાંબી વન-ડે ટાઇટલના દુકાળનો અંત આણ્યો હતો. બે વન-ડે વર્લ્ડ કપ, બે T20 વર્લ્ડ કપ અને ત્રણ ચૅમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ સાથે ટીમ ઇન્ડિયા (૭) ઑસ્ટ્રેલિયા (૧૦) બાદ સૌથી વધુ ICC ટાઇટલ જીતનાર ટીમ છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે ઑલમોસ્ટ આઠ મહિનાની અંદર બે ICC ટાઇટલ (T20 વર્લ્ડ કપ ૨૦૨૪ અને ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫) જીત્યાં છે.
ભારતીય ટીમ સતત ICC ટાઇટલ જીતનારી ક્રિકેટ ઇતિહાસની ત્રીજી ટીમ પણ બની છે. ભારત પહેલાં આ દુર્લભ સિદ્ધિ વેસ્ટ ઇન્ડીઝ (૧૯૭૫ અને ૧૯૭૯ વર્લ્ડ કપ) અને ઑસ્ટ્રેલિયાએ જ મેળવી છે. ઑસ્ટ્રેલિયાએ બે વાર આ સિદ્ધિ મેળવી છે, ૨૦૦૬માં ચૅમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૦૭માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૩ની ફાઇનલ અને ૨૦૨૩માં વન-ડે વર્લ્ડ કપ જીતીને આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું હતું.
ભારતની આ ઐતિહાસિક જીત બાદ ૩૦ વર્ષના શ્રેયસ ઐયરથી લઈને ૭૫ વર્ષના સુનીલ ગાવસકર સુધી તમામ ભારતીય ઝૂમી ઊઠ્યા હતા. શ્રેયસ ઐયરે લોકપ્રિય સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ઐયર નામના પાત્રનો આઇકૉનિક ડાન્સ દુબઈમાં કર્યો હતો. ભારતીય ટીમે જ્યારે પોડિયમ પર જીતની ઉજવણી કરી ત્યારે સુનીલ ગાવસકર પણ નાના બાળકની જેમ દુબઈના મેદાન પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. કૉમેન્ટેટર નવજોત સિંહ સિધુએ હેડ કોચ ગૌતમ ગંભીર અને ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે ભાંગડા ડાન્સ પણ કર્યો હતો. ઉજવણી સમયે ભારતીય પ્લેયર્સનો દાંડિયા અને ગંગનમ સ્ટાઇલ ડાન્સ પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.11 March, 2025 02:23 IST Dubai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ ચાહકો માટે સુપર સન્ડેના દિવસે, ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ફાઇનલ મૅચ દરમિયાન ટીમ ઇન્ડિયાનો ઉત્સાહ વધારવા માટે લોકો મુંબઈના દાદર વિસ્તારમાં ભેગા થયા હતા. (તસવીરો: આશિષ રાજે)10 March, 2025 07:01 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભારતનો ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન શિખર ધવન, જેણે આ વર્ષની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, તે તાજેતરમાં એક રહસ્યમય મહિલા સાથે જોવા મળ્યો હતો. આ મહિલા સાથે તેની તસવીરો સામે આવતા તેના ચાહકો ઉત્સુક છે અને ચર્ચા જાગી છે કે શું ક્રિકેટર આ મહિલાને ડેટ કરી રહ્યો છે? (તસવીરો: મિડ-ડે)22 February, 2025 07:23 IST Dubai | Gujarati Mid-day Online Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK