Click To Flip For Fortune
1
ડેથ કાર્ડનો સંદેશો છે કે તમારે માટે એક બહુ મોટો વેક-અપ કૉલ છે, હવે તમારા જરા જાગૃત થવાની જરૂર છે. તમે જે મુદ્દા અંગે સવાલ કર્યો છે તે મામલે કશું બરાબર નથી. જો તમે જે કરી રહ્યા છો તે જ ચાલુ રાખશો તો તમે અંત તરફ આગળ વધી રહ્યા છો, કશુંક ખત્મ કરવાનો સમય નજીક છે. પણ એ યાદ રાખો કે કશું અંત થાય તો નવાની શરૂઆત થાય – તો આ સંદેશ નવી શરૂઆતનો છે. એક દરવાજો બંધ થશે તો બીજો ખુલશે. સંદેશ છે કે જેમાં અટક્યા છો તેમાંથી બહાર આવો, તમારી જિંદગી માટે કંઇ નવાની પસંદગી કરો. નવા વિકલ્પો તરફ વળો. વિદેશ પ્રવાસને પ્રાધાન્ય આપો. કોઇ દૂર જઇ રહ્યું છે. પરિવર્તનનો વખત છે અને જતું કરવાની સલાહ છે. એવી કોઇપણ બાબત જે તમને મદદ ન કરતી હોય તેને જતી કરો. આ નકારાત્મક કાર્ડ નથી એ તમને નવી શરૂઆતનો સંકેત આપે છે.
ટેરો રિડીંગ - બબીતા કકરાનિયા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @healingheavens_babita, મોબાઈલ- 9322523155
2
ફાઇવ ઑફ વૉન્ડ્ઝનું કાર્ડ તમને સંદેશ આપે છે કે હવે વખત આવ્યો છે કે તમારે હિંમતથી સામનો કરવો પડશે. કશું સ્મૂધલી કે સરળતાથી નથી થઇ રહ્યું, મતભેદને લીધે મનભેદ થાય છે. સંપ ન હોવાને કારણે સંજોગો અકળાવે તેવા બન્યા છે, સંઘર્ષ થશે અને બધું અવ્યવસ્થિત થશે. કોઇ પ્રકારની પાછી પાની કરવી પડશે, દલીલો, અસંમતિ, કકળાટ અને સ્પર્ધાત્મક સમય છે. સંદેશ છે કે જો તમે નંબર પાંચની જે વારસાગત સમજ છે તે વાપરી શકો તો સમજશો કે આ પથરાળ રસ્તો તમને આગળ લઇ જઇ રહ્યો છે તો તમે પરિસ્થિતિ વધારે સારી રીતે સંભાળી શકશો. તમારી શક્તિ ઝગડામાં કે ચિંતામાં ન આપો બલ્કે ધીરજ રાખો અને સ્પષ્ટ રીતે વાતચીત કરો.
ટેરો રિડીંગ - બબીતા કકરાનિયા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @healingheavens_babita, મોબાઈલ- 9322523155
3
તમને નવા વિચારો, નવી પ્રેરણા મળી રહી છે. જો તમને કોઇ પ્રોજેક્ટ અંગે વિચાર આવતા હોય કે તેમાં આગળ વધવું કે નહીં તો આ સારી શરૂઆત છે. તમારા આઇડિયામાં દમ છે અને આ સારી શરૂઆત છે એ ચોક્કસ. તમારા અંતરાત્માનો અવાજ સાંભળો, પ્લાનિંગમાં ટાઇમ ન બગાડો આગળ વધો. પ્રોજેક્ટ પ્રોમિસિંગ છે પણ તેને લાંબા ગાળા સુધી ચલાવવાની યોજના હાથવગી રાખજો. આ સારી શરૂઆત છે. તમે કંઇ નવું શીખો એવી પણ શક્યતા છે અને નવી આવડત કેળવવાના વર્ગોથી તમને લાભ થશે.ઘરમાં સારો પ્રસંગ આવે એવી શક્યતાઓ પણ છે.
ટેરો રિડીંગ - બબીતા કકરાનિયા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @healingheavens_babita, મોબાઈલ- 9322523155
4
હેન્ગ્ડ મેનના આ કાર્ડ અનુસાર તમે હાલમાં જે સ્થિતમાં છો તેમાં તમે ખુશ નથી. દિશાહિન લાગતું હશે, અચોકસાઇ લાગતી હશે પણ આ `લેટ - ગો` કરવાનો વખત છે, જતું કરો. તમે એમ લાગે છે કે તમે ફસાઇ ગયા છો અને સ્થિતિમાંથી નીકળવાનો કોઇ રસ્તો મળતો નથી. આ સંજોગોમાં બે રસ્તા છે કે કાં તો તમે પરિસ્થિતિમાંથી જાતને બહાર કાઢો અથવા તો તમારો એ સંજોગોને જોવાનો દ્રષ્ટિકોણ બદલો. તમને ધાર્યું પરિણામ નથી મળ્યું એ લાગણી તમને ઇરિટેટ કરે છે પણ તમે પરિસ્થિતિથી જરા દૂર જઇને જુઓ, સંજોગોને હાથમાં લેવાની કોશિશ ન કરો, સમય સમયનું કામ કરશે અને તમને રસ્તો મળશે. રિલેશનશીપની ફિકર હોય તો અત્યારે બધું અધ્ધર હોય એમ લાગે છે, એક ઝટકામાં સબંધ ન તોડો, રાહ જુઓ - દ્રષ્ટિકોણ બદલો અને તમને એમ ગળે ઉતરે કે આ તમારે માટે યોગ્ય નથી તો પરિસ્થિતમમાં રહેવાને બદલે એમાંથી બહાર આવી જાવ. તબિયતને મામલે જે સારવાર ચાલે છે તે ચાલુ રાખો પણ બીજા વિકલ્પો પર નજર કરો. કામને લઇને અકળામણ થતી હોય તો મગજ શાંત રાખો કારણકે તમે ધારો છો એટલા ખરાબ સંજોગો નથી.
ટેરો રિડીંગ - બબીતા કકરાનિયા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @healingheavens_babita, મોબાઈલ- 9322523155