Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Junagadh Dargah: જુનાગઢની ગેરકાયદે દરગાહ પર ફર્યું બુલડોઝર, હજારો પોલીસની વચ્ચે થઈ કાર્યવાહી

Junagadh Dargah: જુનાગઢની ગેરકાયદે દરગાહ પર ફર્યું બુલડોઝર, હજારો પોલીસની વચ્ચે થઈ કાર્યવાહી

10 March, 2024 05:39 PM IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Junagadh Dargah: ૨૦ વર્ષ જૂની દરગાહને હવે જમીનદોસ્ત કરવામાં આવી છે. આ બુલડોઝરની કાર્યવાહી શનિવારે મોડી રાત્રે કરવામાં આવી હતી.

ડિમોલિશન પ્રક્રિયાની પ્રતીકાત્મક તસવીર

ડિમોલિશન પ્રક્રિયાની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. લગભગ 1000 પોલીસકર્મીઓની હાજરીમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી
  2. રાત્રે 2 વાગ્યે ત્રણ કલાકની અંદર ગેરકાયદે બાંધવામાં આવેલી દરગાહને હટાવાઈ
  3. ગયા જ વર્ષે જૂનમાં જ્યારે આ દરગાહને નોટિસ આપવામાં આવી હતી

ગુજરાતના જુનાગઢમાંથી બુલડોઝર સાથેની મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર જૂનાગઢમાં ગયા વર્ષે જૂન મહિનામાં આગચંપી અને પથ્થરમારાની ઘટનાનું કારણ બનેલી દરગાહને પોલીસ-વહીવટ દ્વારા આજે ધ્વંસ (Junagadh Dargah) કરી લેવામાં આવી છે. 

ક્યારે આ દરગાહને ધ્વંસ કરવામાં આવી?



પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારે રાત્રિના સમયે કડક સુરક્ષા વચ્ચે કાર્યવાહી કરવામાં આવી હતી. લગભગ સવાર સુધી ચાલેલી આ કાર્યવાહીમાં પોલીસ પ્રશાસન દ્વારા સમગ્ર દરગાહને (Junagadh Dargah) શાંતિપૂર્ણ રીતે ડિમોલીશ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે દરગાહ 20 વર્ષ જૂની હતી. તે દરગાહને હવે જમીનદોસ્ત કરવામાં આવી છે. આ બુલડોઝરની કાર્યવાહી શનિવારે મોડી રાત્રે કરવામાં આવી હતી. જ્યારે આ કાર્યવાહી કરવામાં આવી ત્યારે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.


આ વિસ્તારમાં બેરિકેડ લગાવીને કોઇપણ આવી શકે એ માટે અવરજવર બંધ કરી દેવામાં આવી હતી.  ત્યારબાદ લગભગ 1000 પોલીસકર્મીઓની હાજરીમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ અહીં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, કાર્યવાહી બાદ રાતોરાત કાટમાળનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો.

લગભગ સવારે 5 વાગ્યા સુધીમાં દરગાહ (Junagadh Dargah)ની જગ્યાએ સમતલ જમીન જોવા મળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ પ્રશાસને રાત્રે 2 વાગ્યે ત્રણ કલાકની અંદર ગેરકાયદે બાંધવામાં આવેલી દરગાહને હટાવી દીધી હતી. 


ગયા વર્ષે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દરગાહને નોટિસ આપવામાં આવી હતી 

જણાવી દઈએ કે ગત વર્ષે જ જૂન મહિનામાં આ ગેરકાયદે બાંધવામાં આવેલી દરગાહ (Junagadh Dargah)ને નોટિસ આપવામાં આપવામાં આવી હતી. ત્યારે જૂનાગઢમાં પથ્થરમારો અને આગચંપી સાથે મોટી હિંસા થઈ હતી. જેમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારી પણ ઘાયલ થયા હતા. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દરગાહને નોટીસ આપવામાં આવી હતી.

ત્રણ કલાક સુધી ચાલી આ ડિમોલિશન પ્રક્રિયા

જૂનાગઢના મજેવડી દરવાજા પાસે આવેલી આ દરગાહ (Junagadh Dargah) અંગે પાંચ વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો. ગયા જ વર્ષે જૂનમાં જ્યારે આ દરગાહને નોટિસ આપવામાં આવી હતી ત્યારે ઘણો વિરોધ થયો હતો. લગભગ આઠ મહિના બાદ વહીવટીતંત્રે બુલડોઝરની કાર્યવાહી કરીને રાતોરાત મજેવડી ગેટ સ્થિત દરગાહને હટાવી દીધી હતી. ગેરકાયદે દરગાહ સામેની કાર્યવાહી દરમિયાન 1000 પોલીસ દળોની હાજરી હતી.

બે મંદિરો પણ તોડી પાડવામાં આવ્યા છે 

જૂનાગઢમાં ગેરકાયદેસર દરગાહની સાથે અલગ અલગ જગ્યાએ બનેલા બે મંદિરો પણ તોડી પાડવામાં આવ્યા છે. દરેક જગ્યાએ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ગયા મહિને અન્ય એક કેસમાં ઉત્તરાખંડના હલ્દવાનીમાં એક ગેરકાયદે મદરેસાને તોડવા ગયેલી પોલીસ ટીમ પર ટોળાએ પથ્થરો અને પેટ્રોલ બોમ્બ વડે હુમલો કર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

10 March, 2024 05:39 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK