Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Gujarat News

લેખ

તિરંગા યાત્રા

ન્યૂઝ શોર્ટમાં : દેશભરમાં નીકળી તિરંગા યાત્રા

પાકિસ્તાન સામે ઑપરેશન સિંદૂરમાં આપણાં સશસ્ત્ર દળોએ મેળવેલી સફળતાને સન્માનિત કરાઇ

14 May, 2025 09:38 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
બાળકો પર હુમલો કરનાર કૂતરાને મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડૉગ-શેલ્ટરમાં પૂરવામાં આવ્યો હતો, અમદાવાદમાં બાળકો પર હુમલો કરનાર કૂતરાને શોધીને પકડી લેવામાં આવ્યો હતો.

શ્વાન બન્યો શેતાન : ચાર મહિનાની બાળકીને બચકાં ભરીને જીવ લઈ લીધો

અમદાવાદની હૃદયદ્રાવક ઘટના : રૉટવેઇલર નસલના કૂતરાને માલિકે હુમલા પછી સંતાડી દીધો, પણ પોલીસે અને કૉર્પોરેશને બીજા વિસ્તારમાંથી ઝડપી લીધો અને પૂરી દીધો ડૉગ-શેલ્ટરમાં

14 May, 2025 09:15 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

રાજકોટ: સમૂહ લગ્નમાં નવદંપતીને કરિયાવરમાં મળેલા દાગીના ખોટા નીકળ્યા, ફરિયાદ દાખલ

27 એપ્રિલે 555 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે તેમાં ખોટા ઘરેણાં આપવામાં આવતા વિક્રમ સોરાણી, પીન્ટુ પટેલ, અક્ષય ધાડવી, રોશનીબેન પટેલ, રાહુલ શીશા, જયંતિ, પ્રિયંકા નામના આરોપીઓ સામે અરજી દાખલ કરવામાં આવી હોવાના અહેવાલ છે.

14 May, 2025 06:59 IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

ઑપરેશન સિંદૂર દરમ્યાન રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર ૧૪ સામે ગુજરાતમાં નોંધાયો ગુનો

૧૪ વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

13 May, 2025 08:59 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

ફોટા

મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું તેજસ રાવલને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: તેજસ રાવલ- વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણવાળા આધ્યાત્મિક ઉપચારક ને વૈશ્વિક હીલર

એક હિન્દી ફિલ્મનો ખૂબ જ જાણીતો સંવાદ છે "મર્દ કો કભી દર્દ નહીં હોતા." પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછાં લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી પણ તમામ મર્દ દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યા છે તેમની વાત તમારાં સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ `મૅન્ટાસ્ટિક`. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી નવો ચીલો ચાતર્યો હોય. `મૅન્ટાસ્ટિક`ના આજના એપિસોડમાં આપણે વાત કરીશું તેજસ રાવલ વિશે. જેમણે આધ્યાત્મિકતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જીવનના પ્રશ્નોને ઉકેલવાની કળાને જીવનમાં ઉતારી છે એટલું જ નહીં પણ તેઓ સ્પિરિચ્યુઅલ હીલરની સાથે સાથે કૉસ્મિક એનર્જી સાથે પણ ગાઢ સંબંધ ધરાવે છે તો આજે જાણીએ તેમના વિશે બધું જ...

14 May, 2025 02:42 IST | Mumbai | Shilpa Bhanushali
પાકિસ્તાને ફેંકેલી મિસાઈલના કાટમાળની તસવીરોનો કૉલાજ

ભારતના આ શહેરો પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો પાકિસ્તાને, જુઓ તસવીરો

ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વધતા તાણ વચ્ચે સીમા પારથી નાપાક હરકતો કરવામાં આવી રહી છે. પાડોશી દેશ સતત રાતનાં અંધારામાં ભારતીય સીમામાં ઘુસીને હુમલો કરી રહ્યું છે. શનિવારે કર્નલ સોફિયા કુરેશીએ પ્રેસ કૉન્ફ્રેન્સમાં તે ભારતીય સ્થળો વિશે માહિતી આપી, જેને પાકિસ્તાન નિશાન બનાવી રહ્યું છે. કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું કે શ્રીનગરથી માંડીને પંજાબ અને રાજસ્થાન, ગુજરાત સુધીના ઍરબેઝ સ્ટેશનને તો પાકિસ્તાને નિશાન બનાવ્યા જ હતા પણ સાથે જ સ્કૂલ અને હૉસ્પિટલ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો જેને ભારતીય સંરક્ષણ દળોએ નિષ્ફળ કરી દીધો.

11 May, 2025 06:55 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
હનુમાનદાદાને ગુલાબની પાંખડી સહિતનાં ફૂલોથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને સુખડીનો ભોગ ધરવામાં આવ્યો હતો.

સાળંગપુરમાં આજે હનુમાનદાદાના શરણે આવશે બે લાખથી વધારે ભક્તજનો

ગઈ કાલે ૧૦૦૮ મંત્રોચ્ચારથી રાજોપચાર પૂજન સાથે હનુમાન જયંતીની ઉજવણીનો થયો શુભારંભ : કળશયાત્રાએ ભક્તજનોનાં મન મોહ્યાં : સુખપરની બહેનોના બૅન્ડે ધૂમ મચાવી ગુજરાતના સાળંગપુરમાં આવેલા વિશ્વવિખ્યાત હનુમાનદાદાના મંદિરમાં દર્શન કરવા માટે આજે હનુમાન જયંતીના પ્રસંગે બે લાખથી વધુ હનુમાનભક્તો ઊમટશે અને દાદાના શરણમાં જઈને શીશ નમાવી આશીર્વાદ મેળવશે. હનુમાન જયંતીને લઈને મંદિર-પ્રશાસને તૈયારીઓ કરી છે. હનુમાન મંદિરમાં ગઈ કાલે રાજોપચાર પૂજન સાથે હનુમાન જયંતી મહોત્સવનો આધ્યાત્મિકતાના માહોલમાં રંગેચંગે શુભારંભ થયો હતો. સાળંગપુરમાં નીકળેલી કળશયાત્રાએ ભક્તજનોનાં મન મોહ્યાં હતાં અને એમાં પણ સુખપરની બહેનોના બૅન્ડે ધૂમ મચાવી હતી.   સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં ગઈ કાલે રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. શ્રીલંકાથી મગાવેલાં ખાસ ફૂલો તેમ જ ૨૦૦ કિલો સેવંતીનાં ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. થાઇલૅન્ડથી હનુમાનદાદા માટે ખાસ આંકડાની કળીઓનો હાર મગાવ્યો હતો તેમ જ ૧૦૦ કિલો ગુલાબની પાંખડીઓ સહિત ૧૦૦૮ કિલો પુષ્પોથી કષ્ટભંજનદેવ હનુમાનદાદા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ૧૦૦૮ કિલો સુખડીનો ભોગ ધરવામાં આવ્યો હતો અને ૧૦૦૮ મંત્રોચ્ચારથી પૂજન કરવામાં આવ્યું હતું. સાંજે નારાયણ કુંડથી હનુમાન મંદિર સુધી કળશયાત્રા યોજાઈ હતી. બહેનોના માથે સુવર્ણ કળશ મૂકીને પવિત્ર જળ મંદિરે લઈ જવાયું હતું. નારાયણ સરોવર, પંપા સરોવર, પ્રયાગરાજના ત્રિવેણી સંગમનું જળ, ગોદાવરી-ગંગા-સાબરમતી-નર્મદા-સરયૂ-સરસ્વતી-કપિલા સહિતની નદીઓનાં જળ, કન્યાકુમારી સમુદ્રનું જળ જગન્નાથપુરી સમુદ્રનું જળ, ગંગાસાગર સમુદ્રનું જળ કળશમાં રાખવામાં આવ્યું હતું. આ બધાં જળનો હનુમાનદાદાના મહાભિષેક માટે ઉપયોગ કરવામાં આવશે. કળશયાત્રામાં ગજરાજો, ઘોડા અને બળદગાડી સાથે નાશિક ઢોલ, અઘોરી ડાન્સ, સીદી ડાન્સ તેમ જ અખાડિયનોનાં હેરતઅંગેઝ કરતબોથી ભક્તજનો મંત્રમુગ્ધ થયા હતા તો સુખપરની બહેનોની રાસમંડળીના બૅન્ડે ધૂમ મચાવી હતી. અસંખ્ય ભક્તોએ કળશયાત્રામાં જોડાઈને હનુમાનદાદા પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કરીને મંદિરમાં જઈને દર્શન કર્યાં હતાં. સંતોએ ૨૫૧ કિલો ફૂલોથી અને પચીસ હજાર ચૉકલેટથી દર્શનાર્થીઓને વધાવ્યા હતા.

13 April, 2025 07:10 IST | Salangpur | Gujarati Mid-day Correspondent
આગથી બચવા જુઓ કઈ રીતે જીવ દાવ પર મૂક્યો

આગથી બચવા જુઓ કઈ રીતે જીવ દાવ પર મૂક્યો

અમદાવાદમાં ખોખરા વિસ્તારના પરિષ્કાર અપાર્ટમેન્ટમાં આગ લાગતાં એક મહિલાએ બે બાળકો સાથે જીવ જોખમમાં મૂક્યો હતો. મહિલાએ પોતાનાં બે બાળકને નીચે લટકાવ્યાં અને નીચેથી બે યુવાનોએ તેમને સહીસલામત ઉતારી લીધા બાદ મહિલા પોતે લટકી પડતાં ત્રણ જણે તેમના પગ પકડીને તેમને બચાવી લીધાં હતાં.

13 April, 2025 07:10 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

ગુજરાતનો UPSC ઉછાળો: ઔદ્યોગિક સાહસથી સિવિલ સર્વિસીસની સફળતા સુધી

ગુજરાતનો UPSC ઉછાળો: ઔદ્યોગિક સાહસથી સિવિલ સર્વિસીસની સફળતા સુધી

અમદાવાદની સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA)ને આભારી ગુજરાત UPSC પાવરહાઉસ તરીકે ઉભરી રહ્યું છે. આર્થિક રીતે નબળા ઉમેદવારોને મફત કોચિંગ ઓફર કરીને, SPIPAએ 26 ઉમેદવારોને 2024ની પરીક્ષા પાસ કરવામાં મદદ કરી, અને તેની કુલ સફળતાની સંખ્યા 311 પર પહોંચી ગઈ. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે સિવિલ સેવાઓમાં રાજ્યની વધતી જતી પ્રતિષ્ઠાને રેખાંકિત કરતાં સિદ્ધિઓનું સન્માન કર્યું. અગાઉ, મહત્વાકાંક્ષીઓ દિલ્હી જેવા મેટ્રોમાં સ્થળાંતર કરતા હતા, પરંતુ SPIPAની ગુણવત્તાયુક્ત તાલીમ હવે ઘરઆંગણે અંતરને દૂર કરે છે. ગ્રામીણ અને શહેરી ઉમેદવારો હવે સમાન ધોરણે સ્પર્ધા કરે છે. 2023 માં, 25 એ પરીક્ષા પાસ કરી, જેમાં પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે, જેમાંથી ત્રણ ટોચના 100 માં સ્થાન મેળવે છે - વિવિધતા અને નિર્ધારણને પ્રકાશિત કરે છે. ગુજરાત યુપીએસસીની તૈયારીને પુનઃ વ્યાખ્યાયિત કરી રહ્યું છે અને તે રાષ્ટ્રીય મોડલ બની શકે છે.

13 May, 2025 09:32 IST | Ahmedabad
૧૯૭૧ના યુદ્ધ દરમિયાન આ મહિલાઓએ ક્ષતિગ્રસ્ત IAF રનવે કેવી રીતે ફરીથી બનાવ્યો

૧૯૭૧ના યુદ્ધ દરમિયાન આ મહિલાઓએ ક્ષતિગ્રસ્ત IAF રનવે કેવી રીતે ફરીથી બનાવ્યો

૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધની ગરમીમાં, જ્યારે પાકિસ્તાની દળો દ્વારા ગુજરાતમાં ભારતીય વાયુસેનાના એક મહત્વપૂર્ણ રનવે પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો, ત્યારે એક અણધાર્યા સ્ત્રોત - સ્થાનિક ગામડાની મહિલાઓ - તરફથી મદદ મળી. નિશ્ચય અને દેશભક્તિથી સજ્જ, આ હિંમતવાન મહિલાઓએ રાતભર અથાક મહેનત કરી, મૂળભૂત સાધનો અને ખુલ્લા હાથનો ઉપયોગ કરીને કલાકોમાં જ ક્ષતિગ્રસ્ત રનવેનું સમારકામ કર્યું. તેમના વીર પ્રયાસે ખાતરી કરી કે IAF ફાઇટર જેટ ઝડપથી કામગીરી ફરી શરૂ કરી શકે છે, એક મહત્વપૂર્ણ યુદ્ધના મોરચે પરિસ્થિતિને બદલી નાખે છે.

05 May, 2025 04:29 IST | Bhuj
અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે ડિમોલિશન ડ્રાઇવ ચાલુ

અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે ડિમોલિશન ડ્રાઇવ ચાલુ

30 એપ્રિલના રોજ ગુજરાતના અમદાવાદના ચંડોળા તળાવ ખાતે બીજા દિવસે પણ ડિમોલિશન ઝુંબેશ ચાલુ રહી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા 180 થી વધુ બાંગ્લાદેશી ઘુસણખોરોની ઓળખ કરવામાં આવી હતી."અમે જે વિસ્તારમાંથી ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને પકડ્યા હતા ત્યાં ગેરકાયદેસર અતિક્રમણ તોડી પાડ્યા છે... અમે ખાતરી કરીશું કે સરકારી જમીન ખાલી કરવામાં આવે," હર્ષ સંઘવીએ જણાવ્યું.

01 May, 2025 05:58 IST | Ahmedabad
જૂનાગઢ જિલ્લા અધિકારીઓ દ્વારા ઉપરકોટ કિલ્લા નજીક ગેરકાયદેસર ઇમારતો દૂર કરાઈ

જૂનાગઢ જિલ્લા અધિકારીઓ દ્વારા ઉપરકોટ કિલ્લા નજીક ગેરકાયદેસર ઇમારતો દૂર કરાઈ

જિલ્લા વહીવટીતંત્રે 30 એપ્રિલના રોજ ગુજરાતના જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લાના વિસ્તરણની આસપાસ ગેરકાયદેસર અતિક્રમણો દૂર કર્યા. વહીવટીતંત્રે કાર્યવાહી કરતા ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 29 એપ્રિલના રોજ ચંડોળા તળાવ નજીક બાંગ્લાદેશી ઘુસણખોરોને દૂર કરવા માટે ડિમોલિશન ઝુંબેશનું આયોજન કર્યું હતું.

30 April, 2025 06:38 IST | Junagadh

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK