Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ મેટ્રોપૉલિટન રીજનની ૧૦ બેઠકોનું ચૂંટણીચિત્ર : કોણ-કોણ છે મેદાનમાં?

મુંબઈ મેટ્રોપૉલિટન રીજનની ૧૦ બેઠકોનું ચૂંટણીચિત્ર : કોણ-કોણ છે મેદાનમાં?

19 May, 2024 02:06 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ મેટ્રોપૉલિટન રીજનની ૧૦ બેઠકોનું ચૂંટણીચિત્ર સમજો અહીં

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


 મુંબઈ સાઉથ


અરવિંદ સાવંત, ૭૨ વર્ષ, શિવસેના (UBT)
શિવસેનાના વરિષ્ઠ નેતા બે ટર્મથી આ બેઠક પર સંસદસભ્ય છે. શિવસેનામાં ભાગલા પડ્યા બાદ તેઓ ઉદ્ધવ ઠાકરે જૂથ સાથે રહેતાં ત્રીજી ટર્મ માટે ઉમેદવારી આપવામાં આવી. BJP સાથેની યુતિ હતી ત્યારે હેવી ઇન્ડસ્ટ્રીઝના કેન્દ્રીય પ્રધાન હતા. યુનિયનના નેતા હોવાથી તેઓ સંસદમાં સરકારનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. 
યામિની જાધવ, ૫૬ વર્ષ, શિવસેના
શિવસેનાનાં ભાયખલાનાં વિધાનસભ્ય, જેઓ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં ભૂતપૂર્વ નગરસેવિકા છે. તેમના પતિ યશવંત જાધવ પણ ભૂતપૂર્વ નગરસેવક છે જેઓ સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન હતા. મરાઠી અને મુસ્લિમ મતદારોને ધ્યાનમાં રાખીને ઉમેદવારી આપવામાં આવી. 
કુલ ઉમેદવાર ૮
આ બેઠક પર AIM પૉલિટિકલ પાર્ટી, લોકશાહી એકતા પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, રાષ્ટ્રીય કિસાન બહુજન પાર્ટી અને વંચિત બહુજન આઘાડી 
જેવા નાના પક્ષો ઉપરાંત અપક્ષ મળીને આટલા ઉમેદવારો છે.
કુલ મતદાર : ૧૫,૩૬,૧૬૮
પુરુષ મતદાર : ૮,૩૨,૫૬૦ 
મહિલા મતદાર : ૭,૦૩,૫૬૫
તૃતીયપંથી મતદાર : ૪૩
૨૦૧૯ની લોકસભા ચૂંટણીનું રિઝલ્ટ
વિજેતા ઃ અરવિંદ સાવંત, શિવસેના, 
૪,૨૧,૯૩૭ મત
રનર-અપ ઃ મિલિંદ દેવરા, કૉન્ગ્રેસ, 
૩,૨૧,૮૭૦ મત
મતદાન ઃ ૫૧.૬ ટકા
ભૂતકાળના વિજેતા
વર્ષ    વિજેતા        પક્ષ
૨૦૦૪    મિલિંદ દેવરા    કૉન્ગ્રેસ
૨૦૦૯    મિલિંદ દેવરા    કૉન્ગ્રેસ
૨૦૧૪    અરવિંદ સાવંત    શિવસેના
વિધાનસભાની બેઠકો
કોલાબા ઃ રાહુલ નાર્વેકર, BJP
મલબાર હિલ ઃ મંગલ પ્રભાત લોઢા, BJP
ભાયખલા ઃ યામિની જાધવ, શિવસેના
મુંબાદેવી ઃ અમીન પટેલ, કૉન્ગ્રેસ
શિવડી ઃ અજય ચૌધરી, શિવસેના (UBT)
વરલી ઃ આદિત્ય ઠાકરે, શિવસેના (UBT)



મુંબઈ સાઉથ સેન્ટ્રલ


રાહુલ શેવાળે, ૫૧ વર્ષ, શિવસેના

બે ટર્મથી આ બેઠકના સંસદસભ્ય રાહુલ શેવાળેએ જૂન ૨૦૨૨માં શિવસેનાના ભાગલા થયા ત્યારે એકનાથ શિંદેની શિવસેનામાં જોડાવાનો નિર્ણય લીધો હતો. મજબૂત ઉમેદવાર હોવાથી ફરી ટિકિટ આપવામાં આવી. ૨૯ વર્ષની ઉંમરે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં પહેલી વખત નગરસેવક તરીકે ચૂંટાયા બાદ સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન બન્યા. BJP સાથેની શિવસેનાની યુતિમાં ૨૦૧૪ અને ૨૦૧૯માં લોકસભાની બેઠક પર વિજય મેળવ્યો હતો.


અનિલ દેસાઈ, ૬૬ વર્ષ, શિવસેના (UBT)
ઉદ્ધવ ઠાકરેના અત્યંત નજીકના આ નેતા બે ટર્મથી રાજ્યસભાના સંસદસભ્ય છે. શિવસેનામાં ભાગલા થયા બાદ તેઓ ઉદ્ધવ ઠાકરે સાથે જ રહેતાં તેમની ગણના શિવસેના (UBT)ના મહત્ત્વના નેતામાં થાય છે. તેઓ પક્ષની લીગલ મૅટરની સાથે મહત્ત્વનું કામકાજ જુએ છે. શિક્ષિત હોવાની સાથે અંગ્રેજી બોલી શકતા હોવાથી તેમણે મુંબઈ સાઉથની બેઠક પર ટિકિટની માગણી કરી હતી, પરંતુ આ બેઠક આપવામાં આવી. 
કુલ ઉમેદવાર ૧૫
આ બેઠક પર સોશ્યલ ડેમોક્રૅટિક પાર્ટી ઑફ ઇન્ડિયા, પીસ પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, બહુજન ​રિપબ્લિકન સોશ્યલિસ્ટ પાર્ટી, ભારતીય જવાન કિસાન પાર્ટી, સોશ્યલ ડેમોક્રૅટિક પાર્ટી ઑફ ઇન્ડિયા, રાઇટ ટુ રીકૉલ પાર્ટી, આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ), રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમિ પાર્ટી અને વંચિત બહુજન આઘાડી જેવા નાના પક્ષો ઉપરાંત અપક્ષ મળીને આટલા ઉમેદવારો છે.
કુલ મતદાર : ૧૪,૭૪,૪૦૫ 
પુરુષ મતદાર : ૭,૮૭,૬૬૭
મહિલા મતદાર : ૬,૮૬,૫૯૬ 
‍તૃતીયપંથી મતદાર : ૨૨૫
૨૦૧૯ની લોકસભા ચૂંટણીનું રિઝલ્ટ
વિજેતા ઃ રાહુલ શેવાળે, શિવસેના, ૪,૨૪,૯૧૩ મત
રનર-અપ ઃ એકનાથ ગાયકવાડ, કૉન્ગ્રેસ, ૨,૭૨,૭૭૪ મત
મતદાન ઃ ૫૫.૪૦ ટકા
ભૂતકાળના વિજેતા
વર્ષ    વિજેતા         પક્ષ
૨૦૦૪    મોહન રાવલે      શિવસેના
૨૦૦૯    એકનાથ ગાયકવાડ    કૉન્ગ્રેસ
૨૦૧૪    રાહુલ શેવાળે    શિવસેના
વિધાનસભાની બેઠકો
અણુશક્તિનગર ઃ નવાબ મલિક, NCP-શરદચંદ્ર પવાર
ચેમ્બુર, પ્રકાશ ફાતરપેકર ઃ શિવસેના (UBT)
ધારાવી ઃ વર્ષા ગાયકવાડ, કૉન્ગ્રેસ
સાયન-કોલીવાડા ઃ તામિલ સેલવન, BJP
વડાલા ઃ કાલિદાસ કોલંબકર, BJP
માહિમ ઃ સદા સરવણકર, શિવસેના

મુંબઈ નૉર્થ સેન્ટ્રલ

ઉજ્જવલ નિકમ, ૬૯ વર્ષ, BJP

મુંબઈ પર ૨૬/૧૧નો આતંકવાદી હુમલો કરનારા પાકિસ્તાની આતંકવાદી અજમલ કસબને ફાંસીને માંચડે પહોંચાડનારા મહારાષ્ટ્રના સ્પેશ્યલ સરકારી વકીલને મરાઠી માણસના ચહેરા તરીકે ઉતારવામાં આવ્યા છે. શક્તિ મિલ ગૅન્ગરેપ, ગેટવે ઑફ ઇન્ડિયા અને ઝવેરી બજારના ટ્‌વિન બ્લાસ્ટના ગુનેગારોને સજા અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આંતરિક સુરક્ષા તેમ જ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પક્ષના સ્ટૅન્ડને મજબૂતાઈ આપે છે.

વર્ષા ગાયકવાડ, ૪૯ વર્ષ, કૉન્ગ્રેસ
ધારાવીમાંથી ચાર વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવવાની સાથે મહારાષ્ટ્રનાં ભૂતપૂર્વ પ્રધાન પક્ષના સૌથી અનુભવી નેતા છે. BJPના મુંબઈમાં વધી રહેલા કદને રોકવા માટે ઉદ્ધવ ઠાકરેએ કૉન્ગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય એકનાથ ગાયકવાડનાં પુત્રીને સપોર્ટ આપ્યો છે. ઉદ્ધવ ઠાકરે બાંદરામાં રહે છે એટલે પણ તેમણે આ બેઠકમાં વધુ રસ દાખવ્યો છે.
કુલ ઉમેદવાર ૨૭
આ બેઠક પર રાષ્ટ્રીય ઉલેમા કાઉન્સિલ, ઇન્સાનિયત પાર્ટી, બહુજન મહા પાર્ટી, વંચિત બહુજન આઘાડી, પીપલ્સ પાર્ટી ઑફ ઇન્ડિયા (સેક્યુલર), મહારાષ્ટ્ર વિકાસ આઘાડી, ભારતીય જન વિકાસ આઘાડી, અખિલ ભારતીય મુસ્લિમ લીગ (સેક્યુલર), ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ્દુલ મુ​સ્લિમીન અને બહુજન સમાજ પાર્ટી જેવા નાના પક્ષો ઉપરાંત અપક્ષ મળીને આટલા ઉમેદવારો છે.
કુલ મતદાર : ૧૭,૪૪,૧૨૮
પુરુષ મતદાર : ૯,૪૧,૨૮૮
મહિલા મતદાર : ૮,૦૨,૭૭૫ 
તૃતીયપંથી મતદાર : ૬૫
૨૦૧૯ની લોકસભા ચૂંટણીનું રિઝલ્ટ
વિજેતા ઃ પૂનમ મહાજન, BJP, ૪,૮૬,૬૭૨ મત
રનર-અપ ઃ પ્રિયા દત્ત, કૉન્ગ્રેસ, ૩,૫૬,૬૬૭ મત
મતદાન ઃ ૫૩.૬૮ ટકા
ભૂતકાળના વિજેતા
વર્ષ    વિજેતા        પક્ષ
૨૦૦૪    એકનાથ ગાયકવાડ    કૉન્ગ્રેસ
૨૦૦૯    પ્રિયા દત્ત        કૉન્ગ્રેસ
૨૦૧૪    પૂનમ મહાજન    BJP
વિધાનસભાની બેઠકો
વિલે પાર્લે ઃ પરાગ અળવણી, BJP
ચાંદિવલી ઃ દિલીપ લાંડે, શિવસેના
કાલિના ઃ સંજય પોતનીસ, શિવસેના (UBT)
બાંદરા-ઈસ્ટ ઃ ઝીશાન સિદ્દીકી, કૉન્ગ્રેસ
બાંદરા-વેસ્ટ ઃ આશિષ શેલાર, BJP
કુર્લા ઃ મંગેશ કુડાળકર, શિવસેના

મુંબઈ નૉર્થ વેસ્ટ

અમોલ કીર્તિકર, ૫૨ વર્ષ, શિવસેના (UBT)

પપ્પા ગજાનન કીર્તિકર શિવસેનાના બે ટર્મથી સંસદસભ્ય છે. ગજાનન કીર્તિકરના પુત્ર છે એટલે ૧૦ વર્ષથી અહીંનું કામકાજ તેઓ જ પિતા વતી જુએ છે. ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં કાંદિવલી-ઈસ્ટની બેઠકમાં ચૂંટણી લડી હતી, પરંતુ પરાજય થયો હતો. ૯૦ના દાયકાથી શિવસેનામાં કાર્યરત છે. શિવસેનામાં ભંગાણ થયા બાદ પિતા એકનાથ શિંદે સાથે ગયા, પણ પોતે ઉદ્ધવ ઠાકરે સાથે જ રહેતાં ઉમેદવારી મળી.

રવીન્દ્ર વાયકર, ૬૫ વર્ષ, શિવસેના
ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસુ જોગેશ્વરીમાં એક પ્લૉટના રીડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં ૫૦૦ કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો હોવાનો આરોપ થયા બાદ લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાના થોડા સમય પહેલાં જ પાલો બદલીને એકનાથ શિંદે જૂથમાં સામેલ થયા. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને તેમની સામેની ફરિયાદ પાછી ખેંચ્યા બાદ ચાર વખત નગરસેવક અને ત્રણ વખતના વિધાનસભ્યને લોકસભાની ટિકિટ આપવામાં આવી.

કુલ ઉમેદવાર ૧૫
આ બેઠક પર બહુજન સમાજ પાર્ટી, આપકી અપની પાર્ટી (પીપલ્સ), સમાજ વિકાસ ક્રાન્તિ પાર્ટી, ભીમ સેના, રાઇટ ટુ રીકૉલ પાર્ટી, ઇન્ડિયા ગ્રીન્સ પાર્ટી, વંચિત બહુજન આઘાડી, ભારત જન આધાર પાર્ટી અને હિન્દુ સમાજ પાર્ટી જેવા નાના પક્ષો ઉપરાંત અપક્ષ મળીને આટલા ઉમેદવારો છે.
કુલ મતદાર : ૧૭,૩૫,૦૮૮
પુરુષ મતદાર : ૯,૩૮,૩૬૫
મહિલા મતદાર : ૭,૯૬,૬૬૩ 
તૃતીયપંથી મતદાર : ૬૦
૨૦૧૯ની લોકસભા ચૂંટણીનું રિઝલ્ટ
વિજેતા ઃ ગજાનન કીર્તિકર, શિવસેના, ૫,૭૦,૦૬૩ મત
રનર-અપ ઃ સંજય નિરુપમ, કૉન્ગ્રેસ, ૩,૦૯,૭૩૫ મત
મતદાન ઃ ૫૪.૪ ટકા
ભૂતકાળના વિજેતા
વર્ષ    વિજેતા        પક્ષ
૨૦૦૪    સુનીલ દત્ત        કૉન્ગ્રેસ
૨૦૦૯    ગુરુદાસ કામત    કૉન્ગ્રેસ
૨૦૧૪    ગજાનન કીર્તિકર    શિવસેના
વિધાનસભાની બેઠકો
જોગેશ્વરી : રવીન્દ્ર વાયકર, શિવસેના
ગોરેગામ : વિદ્યા ઠાકુર, BJP
દિંડોશી : સુનીલ પ્રભુ, શિવસેના
વર્સોવા : ભારતી લવેકર, BJP
અંધેરી-વેસ્ટ :  અ​મિત સાટમ, BJP
અંધેરી-ઈસ્ટ : ઋતુજા લટકે, શિવસેના (UBT)

મુંબઈ નૉર્થ ઈસ્ટ

મિહિર કોટેચા, ૪૯ વર્ષ, BJP

મુલુંડના આ વિધાનસભ્ય મુંબઈ મેટ્રોપૉલિટન રીજનના એકમાત્ર ગુજરાતી ઉમેદવાર છે. BJP મહારાષ્ટ્રના ટ્રેઝરર એવા આ નેતા લોકસભાની ચૂંટણી પહેલી વાર લડી રહ્યા છે, પણ તેમને વિધાનસભાની ચૂંટણી લડવાનો અનુભવ છે. ૨૦૧૪માં વડાલા વિધાનસભાની ચૂંટણી બહુ ઓછા મતથી હાર્યા હતા. ત્યાર બાદ ૨૦૧૯માં તેમને પોતાના હોમગ્રાઉન્ડ પર વિધાનસભાની 
ટિકિટ મળી હતી અને તેઓ જીત્યા હતા. સંગઠનના વિશ્વાસુ હોવાથી BJPએ આ બેઠકમાં મનોજ કોટકને બદલે તેમને ઉમેદવારી આપી છે.

સંજય દીના પાટીલ, ૫૫ વર્ષ, શિવસેના (UBT)
૨૦૦૪માં ભાંડુપ વિધાનસભામાંથી ચૂંટાયા બાદ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીએ ૨૦૦૯માં આ બેઠકની ઉમેદવારી આપતાં વિજય મેળવ્યો હતો. જોકે બાદમાં ૨૦૧૪ અને ૨૦૧૯ની ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. ૨૦૧૯માં તેઓ શિવસેનામાં જોડાયા હતા. બે વર્ષ પહેલાં શિવસેનામાં ભાગલા પડ્યા ત્યારે તેઓ ઉદ્ધવ ઠાકરે સાથે રહ્યા હતા અને તેમને આ બેઠકની ઉમેદવારી આપવામાં આવી.
કુલ ઉમેદવાર ૨૦
આ બેઠક પર નૅશનલ પીપર્લ્સ પાર્ટી, વંચિત બહુજન આઘાડી, બહુજન સમાજ પાર્ટી, રાષ્ટ્રીય જનહિત સંઘર્ષ પાર્ટી, દેશ જનહિત પાર્ટી, ભારતીય જીવન કિસાન પાર્ટી, મહારાષ્ટ્ર વિકાસ આઘાડી, ઑલ ઇન્ડિયા ફૉર્વર્ડ બ્લૉક, રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા, વીરોં કે વીર ઇન્ડિયન પાર્ટી અને સરદાર વલ્ભભભાઈ પટેલ પાર્ટી જેવા નાના પક્ષો ઉપરાંત અપક્ષ મળીને આટલા ઉમેદવારો છે.
કુલ મતદાર : ૧૬,૩૬,૮૯૦
પુરુષ મતદાર : ૮,૭૭,૮૫૫ 
મહિલા મતદાર : ૭,૫૮,૭૯૧
તૃતીયપંથી મતદાર : ૨૩૬
૨૦૧૯ની લોકસભા ચૂંટણીનું રિઝલ્ટ
વિજેતા ઃ મનોજ કોટક, BJP, ૫,૧૪,૫૯૯ મત
રનર-અપ ઃ સંજય દીના પાટીલ, NCP, ૨,૮૮,૧૧૩ મત
મતદાન ઃ ૬૦ ટકા
ભૂતકાળના વિજેતા
વર્ષ    વિજેતા    પક્ષ
૨૦૦૪    ગુરુદાસ કામત    કૉન્ગ્રેસ
૨૦૦૯    સંજય દીના પાટીલ    NCP
૨૦૧૪    કિરીટ સોમૈયા     BJP
વિધાનસભાની બેઠકો
મુલુંડ ઃ મિહિર કોટેચા, BJP
વિક્રોલી ઃ સુનીલ રાઉત, શિવસેના (UBT)
ભાંડુપ ઃ રમેશ કોરગાંવકર, શિવસેના (UBT)
ઘાટકોપર-વેસ્ટ ઃ રામ કદમ, BJP
ઘાટકોપર-ઈસ્ટ ઃ પરાગ શાહ, BJP
માનખુર્દ ઃ અબુ આઝમી, સમાજવાદી પાર્ટી

મુંબઈ નૉર્થ

પીયૂષ ગોયલ, ૫૯ વર્ષ, BJP
રાજકીય બૅકગ્રાઉન્ડ ધરાવતા પરિવારમાંથી આવતા આ નેતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. ૨૦૧૦થી રાજ્યસભાના સંસદસભ્ય તરીકે એકથી વધુ વખત નૉમિનેટ થયા બાદ કેન્દ્ર સરકારમાં કૉમર્સ, ફાઇનૅન્સ, કોલસા અને રેલવેપ્રધાન તરીકે વિવિધ સરકારમાં કામ કરવાનો અનુભવ.
 
ભૂષણ પાટીલ, ૫૫ વર્ષ, કૉન્ગ્રેસ
બાંધકામનો વ્યવસાય કરવાની સાથે મુંબઈ કૉન્ગ્રેસના વાઇસ-પ્રેસિડન્ટ છે. ૨૦૦૯માં બોરીવલી વિધાનસભાની ચૂંટણીમાં BJPના ગોપાલ શેટ્ટી સામે પહેલી વખત ચૂંટણી લડી હતી, જેમાં પરાજિત થયા હતા. મુંબઈ કૉન્ગ્રેસના ટ્રેઝરર તરીકે કામ કર્યું છે.
કુલ ઉમેદવાર ૧૫
આ બેઠક પર બહુજન સમાજ પાર્ટી, વંચિત બહુજન આઘાડી, મહારાષ્ટ્ર વિકાસ આઘાડી, સોશ્યલિસ્ટ યુનિટી સેન્ટર ઑફ ઇન્ડિયા (કમ્યુનિસ્ટ), સમતા પાર્ટી, હિન્દુ સમાજ પાર્ટી, બહુજન મહા પાર્ટી, સરદાર વલ્લભભાઈ પાર્ટી અને ભારતીય જવાન કિસાન પાર્ટી જેવા નાના પક્ષો ઉપરાંત અપક્ષ મળીને આટલા ઉમેદવારો છે.
કુલ મતદાર : ૧૮,૧૧,૯૪૨
પુરુષ મતદાર : ૯,૬૮,૯૮૩
મહિલા મતદાર : ૮,૪૨,૫૪૬ 
તૃતીયપંથી મતદાર : ૪૧૩
૨૦૧૯ની લોકસભા ચૂંટણીનું રિઝલ્ટ
વિજેતા ઃ ગોપાલ શેટ્ટી, BJP, ૭,૦૬,૬૭૮ મત
રનર-અપ ઃ ઊર્મિલા માતોન્ડકર, કૉન્ગ્રેસ,   
  ૨,૪૧,૪૩૧ મત
મતદાન ઃ ૬૦.૯ ટકા
ભૂતકાળના વિજેતા
વર્ષ વિજેતા પક્ષ
૨૦૦૪ ગોવિંદા આહુજા કૉન્ગ્રેસ
૨૦૦૯ સંજય નિરુપમ કૉન્ગ્રેસ
૨૦૧૪ ગોપાલ શેટ્ટી BJP
વિધાનસભાની બેઠકો
દ​હિસર : મનીષા ચૌધરી, BJP
બોરીવલી : સુનીલ રાણે, BJP
માગાઠાણે : પ્રકાશ સુર્વે, ‌‌શિવસેના
કાંદિવલી-ઈસ્ટ : અતુલ ભાતખળકર, BJP
ચારકોપ : યોગેશ સાગર, BJP
મલાડ : અસલમ શેખ, કૉન્ગ્રેસ
 
થાણે
નરેશ મ્હસ્કે, ૫૫ વર્ષ, શિવસેના
થાણે મ્યુનિસપિલ કૉર્પોરેશનના ચાર વખતના નગરસેવકની સાથે મેયર રહી ચૂક્યા છે. થાણેમાં શિવસેનાને મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા દિવંગત આનંદ દીઘેના શિષ્ય અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના પુત્ર શ્રીકાંત શિંદેની નજીકના નેતા. શિવસેનામાં ભાગલા પડ્યા બાદ તેઓ શિંદેસેનાના પ્રવક્તા તરીને નિયુક્ત થયા હતા. પક્ષના પદાધિકારીઓ અને કાર્યકરો પર સારી પકડ હોવાથી લોકસભાની ટિકિટ આપવામાં આવી.
રાજન વિચારે, ૬૨ વર્ષ, શિવસેના (UBT)
શિવસેનાની BJP સાથેની યુતિમાં બે ટર્મથી આ બેઠક પર સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. તેઓ પણ દિવંગત આનંદ દીઘેના શિષ્ય છે. શિવસેનાના ભાગલા થયા બાદ એકનાથ શિંદેને બદલે ઉદ્ધવ ઠાકરે સાથે રહેવાનો નિર્ણય લીધો એટલે ફરી લોકસભાની ટિકિટ આપવામાં આવી. સરકારી કર્મચારીઓ સાથે કડક વર્તન કરવા માટે પંકાયેલા છે. દિલ્હીના મહારાષ્ટ્ર ભવનમાં ઊતરતી ક્વૉલિટીનું ફૂડ આપવામાં આવતું હોવાની ફરિયાદ મળતાં ઉપવાસ વખતે મુસ્લિમ કેટરરને જબરદસ્તી ફૂડ આપવાનો પ્રયાસ કર્યો હતો. 
કુલ ઉમેદવાર ૨૪
આ બેઠક પર બહુજન મહા પાર્ટી, ભીમ સેના, બહુજન સમાજ પાર્ટી, હિન્દુ સમાજ પાર્ટી, પીપલ્સ પાર્ટી ઑફ ઇન્ડિયા (ડેમોક્રૅટિક), રિપબ્લિકન બહુજન સેના, ભારતીય જવાન કિસાન પાર્ટી, બહુજન રિપબ્લિકન સોશ્યલિસ્ટ પાર્ટી અને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી જેવા નાના પક્ષો ઉપરાંત અપક્ષ મળીને આટલા ઉમેદવારો છે.
કુલ મતદાર : ૨૫,૦૭,૩૭૨
પુરુષ મતદાર : ૧૩,૪૮,૧૬૩
મહિલા મતદાર : ૧૧,૫૯,૦૦૨ 
તૃતીયપંથી મતદાર : ૨૦૭
૨૦૧૯ની લોકસભા ચૂંટણીનું રિઝલ્ટ
વિજેતા ઃ રાજન વિચારે, શિવસેના (UBT)
૭,૪૦,૯૬૯ મત
રનર-અપ ઃ આનંદ પરાંજપે, NCP
૩,૨૮,૮૨૪ મત
મતદાન ઃ ૪૯.૩૯ ટકા
ભૂતકાળના વિજેતા
વર્ષ    વિજેતા    પક્ષ
૨૦૦૪    પ્રકાશ પરાંજપે    શિવસેના
૨૦૦૯    સંજીવ નાઈક    NCP
૨૦૧૪    રાજન વિચારે    શિવસેના
વિધાનસભાની બેઠકો
મીરા-ભાઈંદર ઃ ગીતા જૈન, અપક્ષ
ઓવળા-માજીવાડા ઃ  પ્રતાપ સરનાઈક, શિવસેના
કોપરી-પાચપાખાડી ઃ એકનાથ શિંદે, શિવસેના
થાણે ઃ સંજય કેળકર, BJP
ઐરોલી ઃ ગણેશ નાઈક, BJP
બેલાપુર ઃ મંદા મ્હાત્રે, BJP
 
કલ્યાણ
ડૉ. શ્રીકાંત શિંદે, ૩૭ વર્ષ, શિવસેના
 
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર BJP સાથેની યુતિમાં શિવસેનાની ટિકિટ પર બે વખત ચૂંટાયા. ૨૦૧૪માં આ બેઠક લડવા શિવસેનામાંથી કોઈ તૈયાર નહોતું ત્યારે ઉમેદવારી નોંધાવીને વિજય મેળવ્યો. ડી. વાય. પાટીલ કૉલેજમાંથી ઑર્થોપેડિક ડૉક્ટર થયા બાદ પ્રૅક્ટિસ કરે છે. વિકાસના કામને મહત્ત્વ આપે છે. લોકસભામાં ૫૬૫ સવાલ કરવાને લીધે સંસદરત્નથી નવાજવામાં આવ્યા હતા. પિતાને થાણે જિલ્લામાં શિવસેનાના કામકાજમાં મદદરૂપ થાય છે.
 
વૈશાલી દરેકર, ૪૯ વર્ષ, શિવસેના (UBT)
શિવસેનાની ટિકિટ પરથી વર્ષ ૨૦૦૦માં 
કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજયી થયાં. બાદમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)માં સામેલ થઈને ફરી ચૂંટણી લડીને ૨૦૧૦માં નગરસેવિકા બન્યાં. કૉર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા તરીકે કામ કર્યું. MNSના ઉમેદવાર તરીકે ૨૦૦૯માં આ લોકસભા બેઠક લડીને એક લાખ મત મેળવ્યા, પણ સફળતા નહોતી મળી. કોરોના મહામારી સમયે શિવસેનામાં સામેલ થયાં અને પક્ષના ભાગલા બાદ ઉદ્ધવ ઠાકરે સાથે રહ્યાં.
કુલ ઉમેદવાર ૨૮
આ બેઠકમાં રાષ્ટ્રીય મરાઠા પાર્ટી, ભીમ સેના, બહુજન સમાજ પાર્ટી, અપની પ્રજાહિત પાર્ટી, બહુજન ​રિપબ્લિકન સોશ્યલિસ્ટ પાર્ટી, વંચિત બહુજન આઘાડી, રાષ્ટ્રીય કિસાન બહુજન પાર્ટી, પીપલ્સ પાર્ટી ઑફ ઇન્ડિયા (ડેમોક્રૅટિક) અને સંયુક્ત ભારત પક્ષ જેવા નાના પક્ષો ઉપરાંત અપક્ષ મળીને આટલા ઉમેદવારો છે.
કુલ મતદાર : ૨૦,૮૨,૨૨૧
પુરુષ મતદાર : ૧૧,૧૭,૪૧૪ 
મહિલા મતદાર : ૯,૬૪,૦૨૧ 
તૃતીયપંથી મતદાર : ૭૮૬
૨૦૧૯ની લોકસભા ચૂંટણીનું રિઝલ્ટ
વિજેતા ઃ ડૉ. શ્રીકાંત શિંદે, શિવસેના
૫,૫૯,૭૨૩ એટલે કે ૬૨.૮૭ ટકા મત
રનર-અપ ઃ બાબાજી પાટીલ, NCP
૨,૧૫,૩૮૦ મત
મતદાન ઃ ૪૫.૩૧ ટકા
ભૂતકાળના વિજેતા
વર્ષ    વિજેતા    પક્ષ
૨૦૦૯    આનંદ પરાંજપે    શિવસેના
૨૦૧૪    ડૉ. શ્રીકાંત શિંદે    શિવસેના
વિધાનસભાની બેઠકો
કલ્યાણ-ઈસ્ટ ઃ ગણપત ગાયકવાડ, BJP
કલ્યાણ ગ્રામીણ ઃ પ્રમોદ (રાજુ) પાટીલ, MNS
ડોમ્બિવલી ઃ રવીન્દ્ર ચવાણ, BJP
ઉલ્હાસનગર ઃ કુમાર આયલાની, BJP
અંબરનાથ ઃ બાબાજી કિણીકર, શિવસેના
કલવા-મુંબ્રા ઃ જિતેન્દ્ર આવ્હાડ, NCP
 
ભિવંડી
 
કપિલ પાટીલ, ૬૩ વર્ષ, BJP
 
બે વખતથી સંસદસભ્ય, જુનિયર યુનિયન પંચાયતરાજપ્રધાન. આગરી સમાજના નેતા વિરોધી લહેરનો સામનો કરી રહ્યા છે. પોતે કરેલા કામ પર તેમને વિશ્વાસ હોવાની સાથે ઘણા કહે છે કે તેઓ મોદીના નામે મત આપશે.
 
સુરેશ મ્હાત્રે (બાળ્યામામા), 
૫૪ વર્ષ, (NCP-શરદચંદ્ર પવાર)
વારંવાર પક્ષ બદલવા માટે જાણીતા આ નેતાએ પાંચ વખત પાર્ટી બદલી છે. ભિવંડીમાં અનેક વેરહાઉસિસના માલિકે મહાવિકાસ આઘાડીના સહયોગી કૉન્ગ્રેસનો ભારે વિરોધ હોવા છતાં લોકસભાની ટિકિટ મેળવીને સૌને ચોંકાવી દીધા છે.
 
નીલેશ સાંબરે, ૪૮ વર્ષ, અપક્ષ
કુણબી સમાજમાંથી આવતા આ નેતા બિનસરકારી સંગઠન જીજાઉ સંગઠન થકી સામાજિક કામ કરવા માટે સારી ઇમેજ ધરાવે છે. વંચિત બહુજન આઘાડીએ સમર્થન આપવાની સાથે આક્રમક પ્રચાર તેમને મજબૂત ઉમેદવાર બનાવે છે.
કુલ ઉમેદવાર ૨૭
આ બેઠકમાં પીપલ્સ પાર્ટી ઑફ ઇન્ડિયા (ડેમોક્રૅટિક), ભારતીય માનવતા પાર્ટી, બહુજન મહા પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ્દુલ મુ​સ્લિમીન, અપની પ્રજાહિત પાર્ટી, ન્યુ રાષ્ટ્રીય સમાજ પાર્ટી અને સંયુક્ત ભારત પક્ષ 
જેવા નાના પક્ષો અને અપક્ષ મળીને આટલા ઉમેદવારો છે.
કુલ મતદાર : ૨૦,૮૭,૨૪૪
પુરુષ મતદાર : ૧૧,૨૯,૭૧૪ 
મહિલા મતદાર : ૯,૫૭,૧૯૧ 
તૃતીયપંથી મતદાર : ૩૩૯
૨૦૧૯ની લોકસભા ચૂંટણીનું રિઝલ્ટ
વિજેતા ઃ કપિલ પાટીલ, BJP, ૫,૨૩,૫૮૩ મત
રનર-અપ ઃ સુરેશ તાવરે, કૉન્ગ્રેસ, 
૩,૬૭,૨૫૪ મત
મતદાન ઃ ૫૩.૨૦ ટકા
ભૂતકાળના વિજેતા
વર્ષ    વિજેતા      પક્ષ
૨૦૦૯    સુરેશ તાવરે      કૉન્ગ્રેસ
૨૦૧૪    કપિલ પાટીલ  BJP
વિધાનસભા બેઠકો
ભિવંડી ગ્રામીણ : શાંતારામ મોરે, શિવસેના
ભિવંડી-ઈસ્ટ : રઈસ શેખ, સમાજવાદી પાર્ટી
ભિવંડી-વેસ્ટ : મહેશ ચૌગુલે, BJP
કલ્યાણ-વેસ્ટ : વિશ્વનાથ ભોઈર, શિવસેના
મુરબાડ : કિશન કથોરે, BJP
શાહપુર : દૌલત દરોડા, NCP
 
પાલઘર
 
ડૉ. હેમંત સાવરા, ૪૭ વર્ષ, BJP
મહારાષ્ટ્ર BJPના પહેલા આદિવાસી નેતા વિષ્ણુ સાવરાના પુત્ર છે. હેમંત સાવરાએ વિક્રમગઢમાં વિધાનસભાની ૨૦૧૯ની ચૂંટણી લડી હતી, પણ સફળતા નહોતી મળી. જોકે ચૂંટણીમાં પરાજય થવા છતાં પિતાને પગલે તેમણે આદિવાસીઓ માટે કાયમ રાખેલા કામને ધ્યાનમાં રાખીને લોકસભાની ટિકિટ આપવામાં આવી.
 
ભારતી કામડી, ૫૦ વર્ષ, શિવસેના (UBT)
૧૯૯૯માં પાલઘર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં પરાજિત થયા બાદ તેઓ બે વખત પાલઘર ​જિલ્લા પરિષદનાં સભ્ય થયાં હતાં. તેઓ એક વર્ષ કરતાં વધુ સમયથી સંગઠનનાં અધ્યક્ષ રહ્યાં હતાં. બે વર્ષ પહેલાં શિવસેનાના ભાગલા થયા ત્યારે ઉદ્ધવ ઠાકરે સાથે રહેવાનો નિર્ણય લીધો હતો. આથી તેમને લોકસભાની ઉમેદવારી આપવામાં આવી હોવાનું કહેવાય છે.
 
રાજેશ પાટીલ, ૪૮ વર્ષ, BVA
વસઈ-વિરારના સ્થાનિક નેતા હિતેન્દ્ર ઠાકુરની પાર્ટી બહુજન વિકાસ આઘાડી (BVA)ના નેતા અને બોઇસર બેઠકના વિધાનસભ્ય ગ્રામીણ વિસ્તારમાં એક શિક્ષિત ચહેરો છે. ૨૦૧૯માં પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લડીને શિવસેનાના વિધાનસભ્ય વિલાસ તારેને લોકસભાની ચૂંટણીમાં ખૂબ જ ઓછા કહી શકાય એવા ૨૭૧૫ મતના માર્જિનથી પરાજિત કર્યા હતા. 
કુલ ઉમેદવાર ૧૦
આ બેઠક પર બહુજન સમાજ પાર્ટી, માર્કસિસ્ટ લે​નિ​નિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (રેડ ફ્લૅગ), ભારત વિકાસ પાર્ટી અને વંચિત બહુજન આઘાડી જેવા નાના પક્ષો અને અપક્ષ મળીને આટલા ઉમેદવારો છે.
કુલ મતદાર : ૨૧,૪૮,૫૧૪
પુરુષ મતદાર : ૧૧,૨૫,૨૦૯ 
મહિલા મતદાર : ૧૦,૨૩,૦૮૦ 
તૃતીયપંથી મતદાર : ૨૨૫
૨૦૧૯ની લોકસભા ચૂંટણીનું રિઝલ્ટ
વિજેતા ઃ રાજેન્દ્ર ગાવિત, શિવસેના, ૫,૧૫,૦૦૦ મત
રનર-અપ ઃ બલીરામ જાધવ, BVA, ૪,૯૧,૫૯૬ મત
મતદાન ઃ ૬૩.૭૬ ટકા
ભૂતકાળના વિજેતા
વર્ષ     વિજેતા        પક્ષ
૨૦૧૪    ચિંતામણ વણગા    BJP
૨૦૧૮    રાજેન્દ્ર ગાવિત    BJP
વિધાનસભાની બેઠકો
દહાણુ : વિનોદ નિકોલે, CPM
વિક્રમગડ : સુનીલ ભુસારા, NCP-શરદચંદ્ર પવાર
પાલઘર : શ્રીનિવાસ વણગા, શિવસેના
બોઇસર : રાજેશ પાટીલ, BVA
નાલાસોપારા : ક્ષિતિજ ઠાકુર, BVA
વસઈ : હિતેન્દ્ર ઠાકુર, BVA
Whatsapp-channel Whatsapp-channel

19 May, 2024 02:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK