Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ahmedabad

લેખ

અમદાવાદમાં પવન ફૂંકાતાં કચરો ઊડતો જોવા મળ્યો હતો, અમદાવાદના નરોડા વિસ્તારમાં વૃક્ષ ઊખડી ગયું હતું.

ભરઉનાળે ચોમાસું જામ્યું ગુજરાતમાં

ભારે પવનથી અમદાવાદમાં ૨૩ વૃક્ષો ઊખડી ગયાં : ગુજરાતના ૫૩ તાલુકાઓમાં પડ્યો દોઢ ઇંચથી એક મિલીમીટર વરસાદ: શિહોરમાં દોઢ ઇંચ અને ભાવનગરમાં એક ઇંચથી વધુ કમોસમી વરસાદ પડ્યો

06 May, 2025 02:20 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

મુંબઈ-અમદાવાદ હાઇવે પર કામદારો કૉન્ક્રીટ-પ્લાન્ટના ખાડામાં પડી ગયા, બેનાં મોત

તેમણે બચાવો-બચાવોની બૂમો પાડતાં અન્ય એક કામગાર તેમને બચાવવા માટે ખાડામાં ઊતર્યો હતો. જોકે એ પછી ખાડામાં અટવાઈ ગયેલા ત્રણે કામગારોને હાઇડ્રો ક્રેનથી બહાર ખેંચવા પડ્યા હતા.

06 May, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ

બુલેટ ટ્રેન કેટલે પહોંચી? BKCના અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું પ્રધાને

એ પછી તેઓ પનવેલ રેલવે-સ્ટેશન ગયા હતા. પનવેલમાં કોચિંગ ટર્મિનલનું બાંધકામ ચાલી રહ્યું છે એની તેમણે મુલાકાત લીધી હતી. મુંબઈની રેલવે કૅપેસિટી વધારવામાં આવી રહી છે

05 May, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૂજા ગોરનો ભાઈ નમન ગોર પણ ઍક્ટર છે, તેણે ઘણી ગુજરાતી મૂવીઝ કરી છે.

મારી ઇન્ડસ્ટ્રીની કોઈ વ્યક્તિ સાથે મારે લગ્ન નથી કરવાં

આજે પણ પ્રતિજ્ઞાના નામે ઘરે-ઘરે ઓળખાતી અમદાવાદની ગુજરાતી ઍક્ટર પૂજા ગોર હાલમાં ઘણી જુદી-જુદી વેબ-સિરીઝ કરી રહી છે.

03 May, 2025 05:27 IST | Mumbai | Jigisha Jain

ફોટા

સુધાબહેને આપત્તિ આવી પડી ત્યારે જે આવડતું હતું તેનાથી નાનકડું બિઝનેસ એમ્પાયર ખડું કર્યું - તસવીરો પૂજા સાંગાણી

જ્યાફતઃ દીકરાની સારવાર માટે શરૂ કર્યો ઘરના નાસ્તા અને મીઠાઈનો બિઝનેસ..

મા એ મા બીજા બધા વગડાના વા. મા એટલે સંસારનો સૌથી પવિત્ર અને મજબૂત સંબંધ. મા એ જગતનું એકમાત્ર એવું પાત્ર છે, જેના માટે સંતાનોનું સુખ સર્વસ્વ છે. આજે આપણે એવી એક માતાની વાત કરવાનાં છીએ કે જેણે દીકરાના ઈલાજ માટે પોતાના નાસ્તા વાનગીઓના શોખને વ્યવસાયમાં ફેરવી "Mumma`s Special"તરીકે સાહસ શરૂ કરીને પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. અને સમગ્ર સમાજ માટે પ્રેરણા બન્યા છે. ચાલો મળીએ, અમદાવાદના નરોડા વિસ્તારના  મુરલીધર હાઇટ્સ, ડી-માર્ટ પાસે, પરિવાર સાથે રહેતા 58 વર્ષીય સુધામાસીને. જે પહેલા શોખથી ઘરના સભ્યો માટે નાસ્તા બનાવતા હતા અને હવે જરૂરિયાત માટે ઘરેથી લોકો માટે નાસ્તા બનાવી વેપાર કરે છે. સુપ્રસિદ્ધ "Mumma`s Special"નાં સંચાલિકા સુધાબેન દેલવાડિયા (પટેલ), જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મૂળવતની છે. ખેડૂત પરિવારમાં જન્મેલા સુધાબેને બાળપણથી જ જીવનમા અનેક ઊતાર ચઢાવ જોયા છે. લગ્ન પછી વસંતપુર ગામે અને ત્યારબાદ સુરત મહાનગરમાં વસવાટ કર્યો. જોકે તે વખતે હીરા ઉદ્યોગમાં આવેલી મંદીએ પરિવારમાં આર્થિક તંગી લાવી, જેથી આખો પરિવાર 20 વર્ષ પહેલા અમદાવાદ ખાતે નરોડા વિસ્તારમાં સ્થાયી થયો. અહીં પતિએ પાન પાર્લર શરૂ કર્યું અને સુધાબેને સિલાઈનું કામ હાથે ધર્યું. આ નાનકડા ઘર અને નાનકડા સંસાધનો વચ્ચે બંને સંતાનોને ભણાવી એન્જિનિયર બનાવી સમાજમાં તેમને સારી ઓળખ આપી છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

02 May, 2025 11:16 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
સંકલ્પ બેઠકની તસવીરો

હમ સાથ સાથ હે! બ્રહ્મભટ્ટ-બારોટ સમાજ ટ્રસ્ટની મુંબઈમાં યોજાઇ `સંકલ્પ બેઠક`

બ્રહ્મભટ્ટ બારોટ સમાજનું ભવ્ય શૈક્ષણિક સંકુલ અમદાવાદમાં બનવાનું છે. આ પ્રકલ્પને વેગ આપવા તેમ જ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વસતા જ્ઞાતિબંધુઓનો સહયોગ પ્રાપ્ત કરવા `સમસ્ત બ્રહ્મભટ્ટ બારોટ સમાજ ટ્રસ્ટ` દ્વારા તા. ૧૬ એપ્રિલે સાંજે ૫:૦૦ કલાકે થાણેમાં `સંકલ્પ બેઠક`નું આયોજન કરાયું હતું.

20 April, 2025 07:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હનુમાનદાદાને ગુલાબની પાંખડી સહિતનાં ફૂલોથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને સુખડીનો ભોગ ધરવામાં આવ્યો હતો.

સાળંગપુરમાં આજે હનુમાનદાદાના શરણે આવશે બે લાખથી વધારે ભક્તજનો

ગઈ કાલે ૧૦૦૮ મંત્રોચ્ચારથી રાજોપચાર પૂજન સાથે હનુમાન જયંતીની ઉજવણીનો થયો શુભારંભ : કળશયાત્રાએ ભક્તજનોનાં મન મોહ્યાં : સુખપરની બહેનોના બૅન્ડે ધૂમ મચાવી ગુજરાતના સાળંગપુરમાં આવેલા વિશ્વવિખ્યાત હનુમાનદાદાના મંદિરમાં દર્શન કરવા માટે આજે હનુમાન જયંતીના પ્રસંગે બે લાખથી વધુ હનુમાનભક્તો ઊમટશે અને દાદાના શરણમાં જઈને શીશ નમાવી આશીર્વાદ મેળવશે. હનુમાન જયંતીને લઈને મંદિર-પ્રશાસને તૈયારીઓ કરી છે. હનુમાન મંદિરમાં ગઈ કાલે રાજોપચાર પૂજન સાથે હનુમાન જયંતી મહોત્સવનો આધ્યાત્મિકતાના માહોલમાં રંગેચંગે શુભારંભ થયો હતો. સાળંગપુરમાં નીકળેલી કળશયાત્રાએ ભક્તજનોનાં મન મોહ્યાં હતાં અને એમાં પણ સુખપરની બહેનોના બૅન્ડે ધૂમ મચાવી હતી.   સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં ગઈ કાલે રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. શ્રીલંકાથી મગાવેલાં ખાસ ફૂલો તેમ જ ૨૦૦ કિલો સેવંતીનાં ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. થાઇલૅન્ડથી હનુમાનદાદા માટે ખાસ આંકડાની કળીઓનો હાર મગાવ્યો હતો તેમ જ ૧૦૦ કિલો ગુલાબની પાંખડીઓ સહિત ૧૦૦૮ કિલો પુષ્પોથી કષ્ટભંજનદેવ હનુમાનદાદા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ૧૦૦૮ કિલો સુખડીનો ભોગ ધરવામાં આવ્યો હતો અને ૧૦૦૮ મંત્રોચ્ચારથી પૂજન કરવામાં આવ્યું હતું. સાંજે નારાયણ કુંડથી હનુમાન મંદિર સુધી કળશયાત્રા યોજાઈ હતી. બહેનોના માથે સુવર્ણ કળશ મૂકીને પવિત્ર જળ મંદિરે લઈ જવાયું હતું. નારાયણ સરોવર, પંપા સરોવર, પ્રયાગરાજના ત્રિવેણી સંગમનું જળ, ગોદાવરી-ગંગા-સાબરમતી-નર્મદા-સરયૂ-સરસ્વતી-કપિલા સહિતની નદીઓનાં જળ, કન્યાકુમારી સમુદ્રનું જળ જગન્નાથપુરી સમુદ્રનું જળ, ગંગાસાગર સમુદ્રનું જળ કળશમાં રાખવામાં આવ્યું હતું. આ બધાં જળનો હનુમાનદાદાના મહાભિષેક માટે ઉપયોગ કરવામાં આવશે. કળશયાત્રામાં ગજરાજો, ઘોડા અને બળદગાડી સાથે નાશિક ઢોલ, અઘોરી ડાન્સ, સીદી ડાન્સ તેમ જ અખાડિયનોનાં હેરતઅંગેઝ કરતબોથી ભક્તજનો મંત્રમુગ્ધ થયા હતા તો સુખપરની બહેનોની રાસમંડળીના બૅન્ડે ધૂમ મચાવી હતી. અસંખ્ય ભક્તોએ કળશયાત્રામાં જોડાઈને હનુમાનદાદા પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કરીને મંદિરમાં જઈને દર્શન કર્યાં હતાં. સંતોએ ૨૫૧ કિલો ફૂલોથી અને પચીસ હજાર ચૉકલેટથી દર્શનાર્થીઓને વધાવ્યા હતા.

13 April, 2025 07:10 IST | Salangpur | Gujarati Mid-day Correspondent
આગથી બચવા જુઓ કઈ રીતે જીવ દાવ પર મૂક્યો

આગથી બચવા જુઓ કઈ રીતે જીવ દાવ પર મૂક્યો

અમદાવાદમાં ખોખરા વિસ્તારના પરિષ્કાર અપાર્ટમેન્ટમાં આગ લાગતાં એક મહિલાએ બે બાળકો સાથે જીવ જોખમમાં મૂક્યો હતો. મહિલાએ પોતાનાં બે બાળકને નીચે લટકાવ્યાં અને નીચેથી બે યુવાનોએ તેમને સહીસલામત ઉતારી લીધા બાદ મહિલા પોતે લટકી પડતાં ત્રણ જણે તેમના પગ પકડીને તેમને બચાવી લીધાં હતાં.

13 April, 2025 07:10 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું બીકેસી ખાતે નિરીક્ષણ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું બીકેસી ખાતે નિરીક્ષણ

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ખાતે આગામી મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશનનું નિરીક્ષણ કર્યું અને કહ્યું કે બાંધકામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે. હાલમાં, સૌથી ઊંડા સ્તર - બેઝમેન્ટ 3 - પર કામ ચાલી રહ્યું છે જેનો ઉપયોગ પાર્કિંગ માટે કરવામાં આવશે. વૈષ્ણવે કહ્યું, "કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. સૌથી નીચલા બેઝમેન્ટ-B3 પર કામ ચાલી રહ્યું છે. સ્ટેશનની દિવાલો બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. ટનલ પર પણ કામ ચાલી રહ્યું છે. સ્ટેશન ઉપર બહુમાળી ઇમારત બનાવવામાં આવશે. B3 પર, કાર પાર્ક કરવામાં આવશે, B2 પર, ઓપરેશનલ કાર્ય કરવામાં આવશે અને B1 અને ગ્રાઉન્ડ લેવલ પર, મુસાફરો સ્ટેશનમાં પ્રવેશ કરશે. અહીં એક વિશ્વ-સ્તરીય સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે..." 

04 May, 2025 09:42 IST | Mumbai
અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે ડિમોલિશન ડ્રાઇવ ચાલુ

અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે ડિમોલિશન ડ્રાઇવ ચાલુ

30 એપ્રિલના રોજ ગુજરાતના અમદાવાદના ચંડોળા તળાવ ખાતે બીજા દિવસે પણ ડિમોલિશન ઝુંબેશ ચાલુ રહી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા 180 થી વધુ બાંગ્લાદેશી ઘુસણખોરોની ઓળખ કરવામાં આવી હતી."અમે જે વિસ્તારમાંથી ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને પકડ્યા હતા ત્યાં ગેરકાયદેસર અતિક્રમણ તોડી પાડ્યા છે... અમે ખાતરી કરીશું કે સરકારી જમીન ખાલી કરવામાં આવે," હર્ષ સંઘવીએ જણાવ્યું.

01 May, 2025 05:58 IST | Ahmedabad
જુઓ: પહેલગામ હુમલાનો વીડિયો બનાવનાર પ્રવાસીએ ભયાનક વીડિયો શૅર કર્યો

જુઓ: પહેલગામ હુમલાનો વીડિયો બનાવનાર પ્રવાસીએ ભયાનક વીડિયો શૅર કર્યો

જમ્મુ અને કાશ્મીરનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક પ્રવાસી ઝિપલાઇન પર બેઠો હતો ત્યારે અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો. ગુજરાતના અમદાવાદનો પ્રવાસી ઋષિ ભટ્ટ તેની સાહસિક સવારીનો આનંદ માણી રહ્યો હતો ત્યારે આતંકવાદીઓએ નજીકમાં ગોળીબાર કર્યો હોવાનું કહેવાય છે. વીડિયોમાં જોરદાર ગોળીબારનો અવાજ સંભળાઈ રહ્યો છે, અને ઝિપલાઇન ઓપરેટર "અલ્લાહુ અકબર" ના નારા લગાવતો સંભળાઈ રહ્યો છે, જેના કારણે સોશિયલ મીડિયા પર વિવાદ થયો છે. અધિકારીઓએ તાત્કાલિક આ ઘટનાની નોંધ લીધી છે, અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સંદર્ભ સમજવા માટે ઓપરેટરની પૂછપરછ કરવામાં આવી છે. ઋષિએ પાછળથી શેર કર્યું કે તે ગભરાઈ ગયો હતો અને તેણે ક્યારેય પ્રવાસમાં આવા ભયનો સામનો કરવાની કલ્પના પણ કરી ન હતી. આ ઘટનાની તપાસ ચાલુ છે.

29 April, 2025 07:01 IST | New Delhi
પહલગામ અટૅક પછી ગુજરાતે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી શરૂ કરી

પહલગામ અટૅક પછી ગુજરાતે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી શરૂ કરી

ગુજરાત પોલીસે શનિવારે જણાવ્યું હતું કે, રાજ્યવ્યાપી વ્યાપક કાર્યવાહીમાં બનાવટી દસ્તાવેજો સાથે ભારતમાં રહેવા બદલ બાંગ્લાદેશથી આવેલા 550થી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની અમદાવાદ અને સુરતમાં અટકાયત કરવામાં આવી હતી. ચકાસણી અને પૂછપરછ પૂર્ણ થયા પછી દેશનિકાલની કાર્યવાહી હાથ ધરાશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.સંકલિત કામગીરીઓનું નેતૃત્વ બહુવિધ કાયદા અમલીકરણ એકમો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સ્પેશ્યલ ઓપરેશન્સ ગ્રુપ (એસઓજી) ક્રાઈમ બ્રાંચ, એન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એએચટીયુ) પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાંચ (પીસીબી) અને સ્થાનિક પોલીસ ટીમો સામેલ છે.અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે અટકાયત કરાયેલા તમામ વ્યક્તિઓ માન્ય દસ્તાવેજો વિના ભારતમાં હતા અને રહેઠાણ સ્થાપિત કરવા માટે નકલી પેપર્સનો ઉપયોગ કર્યો હતો. 

27 April, 2025 03:18 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK