બાળાસાહેબની એક જ ઇચ્છા હતી કે મારે જો કૉન્ગ્રેસ સાથે જવું પડશે તો હું મારો પક્ષ બંધ કરીશ
શર્મિલા ઠાકરે
શુક્રવારે શિવાજી પાર્કમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ મહાવિકાસ આઘાડીના નેતા ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને કૉન્ગ્રેસને નિશાના પર લઈને તેઓ સરકારની ટીકા કરે છે એનો જવાબ આપવાની જરૂર પણ ન હોવાનું કહ્યું હતું. આ સભા બાદ રાજ ઠાકરેનાં પત્ની શર્મિલા ઠાકરેએ એક મરાઠી ન્યુઝ-ચૅનલ સાથેની વાતચીતમાં મતદારોને અપીલ કરતાં કહ્યું હતું કે ‘બાળાસાહેબની એક જ ઇચ્છા હતી કે મારે જો કૉન્ગ્રેસ સાથે જવું પડશે તો હું મારો પક્ષ બંધ કરીશ. હું મતદારોને વિનંતી કરું છું કે બાળાસાહેબની આ ઇચ્છા આ વખતની ચૂંટણીમાં પૂરી કરો. મને લાગે છે કે લોકો મહારાષ્ટ્રમાં સુશાસન આવે અને સર્વાંગી વિકાસ થાય એવું ઇચ્છે છે.’

