ઑસ્ટ્રેલિયાનો કોચ રહી ચૂકેલો જસ્ટિન લૅન્ગર કહે છે...
જસ્ટિન લૅન્ગર
લખનઉ સુપર જાયન્ટ્સના હેડ કોચ જસ્ટિન લૅન્ગર હાલમાં ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના હેડ કોચની નવી ભરતીને કારણે ભારે ચર્ચામાં છે. ૫૩ વર્ષના ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ઓપનર જસ્ટિન લૅન્ગરને જ્યારે એક પ્રેસ કૉન્ફરન્સમાં હેડ કોચના પદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ‘ભારતીય ટીમના કોચ બનવું એ ક્રિકેટજગતની સૌથી મોટી જવાબદારીઓમાંની એક છે. જો સમય યોગ્ય ન હોય તો એ ખૂબ જ થકવી નાખનારું કામ બની શકે છે.’
તેમણે આગળ કહ્યું કે ‘હું લગભગ ચાર વર્ષ સુધી ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ સાથે હતો. એ ખૂબ જ મુશ્કેલ કામ છે. રાહુલ દ્રવિડ પણ આ જ કહેશે અને રવિ શાસ્ત્રી પણ એ જ કહેશે. ભારતીય ટીમ પર જીતનું દબાણ ઘણું વધારે હોય છે. આશા છે કે આગામી કોચ જે પણ હશે તે એના માટે ખૂબ જ ઉત્સાહિત હશે.’
ADVERTISEMENT
જસ્ટિન લૅન્ગરના આ નિવેદનથી લાગી રહ્યું છે કે હાલમાં તેઓ ભારતીય હેડ કોચ બનવાની ઇચ્છા નથી રાખતા. જોકે ભારતીય ટીમના હેડ કોચ બનવાની રેસમાં ગૌતમ ગંભીરનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.