Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકા જવાના મલ્હાર ઠાકરના સપનાં થશે પુરાં? ‘શુભ યાત્રા’નું ટ્રેલર રિલીઝ

અમેરિકા જવાના મલ્હાર ઠાકરના સપનાં થશે પુરાં? ‘શુભ યાત્રા’નું ટ્રેલર રિલીઝ

13 April, 2023 04:26 PM IST | Mumbai
Rachana Joshi | rachana.joshi@mid-day.com

મનિષ સૈનીની ફિલ્મ ૨૮ એપ્રિલે થિયેટરમાં થશે રિલીઝ

‘શુભ યાત્રા’નું પોસ્ટર

‘શુભ યાત્રા’નું પોસ્ટર


અર્બન ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર (Malhar Thakar) વધુ એકવાર દર્શકોનું મનોરંજન કરવા થિયેટરમાં બહુ જલ્દી આવશે. મલ્હાર ઠાકર અને મોનલ ગજ્જર અભિનિત ફિલ્મ ‘શુભ યાત્રા’ (Shubhyatra)નું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું છે. આ ટ્રેલરને ચાહકોનો જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે.

‘શુભ યાત્રા’નું ટ્રેલર સોશ્યલ મીડિયા પર શૅર કરતા મલ્હાર ઠાકરે લખ્યું છે કે, ‘ટ્રેલર આવી ગયું, ચાલો ચેક-ઇન કરી લઈએ?’.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Malhar Thakar (@malhar028)


મલ્હાર ઠાકર અને મોનલ ગજ્જરની સાથે ફિલ્મમાં દર્શન જરીવાલા (Darshan Jariwala), અર્ચન ત્રિવેદી (Archan Trivedi), હેમિન ત્રિવેદી (Hemin Trivedi), હિતુ કનોડિયા (Hitu Kanodia), મગન લુહાર (Magan Luhar), સુનિલ વિશરાની (Sunil Vishrani), (જય વિ ભટ્ટ (Jay V Bhatt), મોરલી પટેલ (Morli Patel) અને ચેતન દૈયા (Chetan Daiya) મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું દિગ્દર્શન મનિષ સૈની (Manish Saini)એ કર્યું છે. ફિલ્મમાં સંગીત કેચાર-ભાર્ગવ (Kedar-Bhargava)એ આપ્યું છે.


આ પણ જુઓ – ‘મલ્હાર સ્પેશ્યલ કૉફી’ પીવી હોય તો પહોંચી જજો આંત્રપ્રિન્યોર બનેલા એક્ટરની આ રેસ્ટોરન્ટમાં

ટ્રેલરમાં એક યુવકની વાર્તા છે જે વિદેશ જવા માટે પાગલ છે. મલ્હાર અને હેમિન ત્રિવેદી એ બંને મિત્રો અમેરિકા જવાની ઈચ્છા પૂરી કરવા જે દાવ રમે છે તે દર્શાવવામાં આવ્યું છે. વિદેશ જવાના અને ભ્રામક માર્ગો અપનાવવાના ઉન્માદમાં કેવી પરિસ્થિતિ થાય છે તે દર્શાવવામાં આવ્યું છે. ટ્રેલર એક યુવક અને તેની આસપાસના તેના પરિવારની હાલતની ઝલક પણ આપે છે. આ કોમેડી ફિલ્મમાં વિદેશ જવાની લાલચમાં જે સંઘર્ષ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેના ઈમોશન્સ પણ દેખાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો – પ્લેનમાં તો બધા બેસે પણ મલ્હારની `શુભ યાત્રા` થઈ છે પ્લેન ઉપર બેસીને બોલો!!

‘શુભ યાત્રા’ ૨૮ એપ્રિલે થિયેટરમાં રિલીઝ થશે. રાઉડી પિક્ચર્સ (Rowdy Pictures) અને અમદાવાદ ફિલ્મ્સ (Amdavad Films)ના બેનર હેઠળ સાઉથના સુપરસ્ટાર નયનથારા (Nayanthara), વિગ્નેશ શિવન (Vignesh Shivan), મનિષ સૈની (Manish Saini) અને અમૃતા પરાંડે (Amruta Parande) દ્વારા ફિલ્મનું સહ-નિર્માણ કરવામાં આવ્યું છે. ટ્રેલર પછી ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

Whatsapp-channel Whatsapp-channel

13 April, 2023 04:26 PM IST | Mumbai | Rachana Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK