Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૧૯ પક્ષોના ૨૧૫ સંસદસભ્યોની સર્વસંમતિથી ૩.૨૩ કલાક ચાલેલી મૉક પાર્લમેન્ટમાં જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જનમહાભિયોગ પાસ

૧૯ પક્ષોના ૨૧૫ સંસદસભ્યોની સર્વસંમતિથી ૩.૨૩ કલાક ચાલેલી મૉક પાર્લમેન્ટમાં જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જનમહાભિયોગ પાસ

Published : 01 November, 2026 07:56 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૯ પક્ષોના ૨૧૫ સંસદસભ્યોની સર્વસંમતિથી ૩.૨૩ કલાક ચાલેલી મૉક પાર્લમેન્ટમાં જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જનમહાભિયોગ પાસ

ગઈ કાલે દિલ્હીમાં કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરના બગીચામાં ભરાયેલી વિપક્ષી ગઠબંધનની મૉક પાર્લમેન્ટ તથા એમાં બોલતા રાહુલ ગાંધી અને ખડગે.

ગઈ કાલે દિલ્હીમાં કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરના બગીચામાં ભરાયેલી વિપક્ષી ગઠબંધનની મૉક પાર્લમેન્ટ તથા એમાં બોલતા રાહુલ ગાંધી અને ખડગે.


શનિવારે દિલ્હીમાં કૉન્ગ્રેસપ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના ઘરના બગીચામાં યોજાયેલી મૉક પાર્લમેન્ટ એટલે કે પ્રતીકાત્મક સંસદમાં ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર સામે જનમહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ સ્પીકર મીરા કુમારની અધ્યક્ષતામાં ૩ કલાક ૨૩ મિનિટ સુધી ચાલેલી આ પ્રતીકાત્મક સંસદમાં કૉન્ગ્રેસ સહિત ૧૯ પક્ષોના ૨૧૫ સંસદસભ્યોએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે રાહુલ ગાંધીએ ગંભીર આક્ષેપ કર્યો કે સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મારફત દેશના ૧૫ ટકા એટલે કે ૧૩.૩ કરોડ મતદારોનાં નામ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યાં છે, આશ્ચર્યની વાત એ છે કે આમાંના ઘણાએ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં મતદાન કર્યું હતું, જેમાં જીતનું અંતર માત્ર ૩ ટકા હતું. નોંધનીય છે કે જનમહાભિયોગ એ બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ સામે વિરોધ નોંધાવવાનો એક પ્રતીકાત્મક માર્ગ છે.



સમગ્ર વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા આ પ્રસ્તાવમાં જ્ઞાનેશ કુમાર પર ૬ ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા... 
(૧) સંપૂર્ણ ચૂંટણી ચોરી લેવાનો પ્રયાસ
(૨) ૧૩.૨ કરોડ મતદાતાઓનાં નામ કાપવાં
(૩) સંસદને બાયપાસ કરીને ફૉર્મ-૬માં ફેરફાર
(૪) ECOMNET દ્વારા મતદારયાદી પર કબજો
(૫) અન્ય બે ચૂંટણી-કમિશનરોની અવગણના કરીને એકલા હાથે નિર્ણયો લેવા 
(૬) વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા અમિત શાહના ઇશારે કામ કરવું 


રાહુલ ગાંધી પોતાની પસંદગીની સંસદમાં બેઠા, તેઓ વાસ્તવિકતામાં ચૂંટણી જીતી શકતા નથી : BJP

વિપક્ષી ગઠબંધનની મૉક પાર્લમેન્ટ પર પ્રતિક્રિયા આપતાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય સુધાંશુ ત્રિવેદીએ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીની ટીકા કરી હતી અને કહ્યું હતું કે રાહુલ હવે પોતાની પસંદગીની સંસદમાં બેઠા છે, વાસ્તવિકતામાં તેઓ ચૂંટણી જીતી શકતા નથી.  આ મુદ્દે સુધાંશુ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે ‘ભારતમાં અરાજકતા ફેલાવવામાં વારંવાર નિષ્ફળ ગયા પછી કૉન્ગ્રેસ હવે પોતાના અણધાર્યા વર્તનવાળા રાજકુમાર રાહુલ ગાંધીની લાગણીઓને સાંત્વન આપવા માટે એક મૉક પાર્લમેન્ટ ઊભી કરી રહી છે, જેથી તેમને એવો ભ્રમ થાય કે તેઓ પોતાની મરજીથી સંસદમાં હાજર છે. જોકે કૉન્ગ્રેસ માટે અસ્વસ્થતાની વાત એ છે કે આ ખ્યાલ હવે સરહદ પારથી પણ મજાકનો વિષય બની રહ્યો છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2026 07:56 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK