Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં તેલનાં બે ટૅન્કર પર હુમલો, તમામ ૨૯ ભારતીય નાવિકો સુરક્ષિત

સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં તેલનાં બે ટૅન્કર પર હુમલો, તમામ ૨૯ ભારતીય નાવિકો સુરક્ષિત

Published : 01 November, 2026 08:05 AM | IST | Oman
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

UKMTO અનુસાર આ ઘટના ઓમાનથી આશરે ૪૬ કિલોમીટર દૂર બની હતી.

હોર્મુઝની ખાડી

હોર્મુઝની ખાડી


સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં વેપારી જહાજોની સુરક્ષાને લઈને ચિંતા વધે એવા ખાસ કરીને ભારત માટે ચિંતા વધારતા સમાચાર આવ્યા હતા. ૩૦ ઑક્ટોબરે પનામાનો ધ્વજ ધરાવતા તેલ ટૅન્કર MT લુઇસ-1 પર લિમ્પેટ માઇન્સ એટલે કે ચુંબકીય બૉમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજ પર ૨૭ ભારતીય નાવિકો સવાર હતા. ધડાકા બાદ ટૅન્કરના એન્જિન-રૂમમાં આગ લાગી હતી, જેના પર ક્રૂ-મેમ્બર્સે કાબૂ મેળવી લીધો હતો. કેન્દ્રીય પ્રધાન સર્વાનંદ સોનોવાલે તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી છે.
આ અગાઉ ૨૯ ઑક્ટોબરે પણ એક તેલ ટૅન્કર MT અરઝાનાહ પર પણ પ્રોજેક્ટાઇલથી હુમલો થયો હતો. એમાં બે ભારતીય નાગરિકો હતા. બન્ને જહાજો પરના કુલ ૨૯ ભારતીય નાવિકો સુરક્ષિત છે. અહેવાલ મુજબ ફેબ્રુઆરીમાં અમેરિકા-ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ લિમ્પેટ માઇન્સ દ્વારા થયેલો આ પહેલો સફળ હુમલો હતો. એક નાની હોડી ટૅન્કર નજીક આવીને બે ચુંબકીય વિસ્ફોટક લગાવીને જતી રહી હતી. યુનાઇટેડ કિંગડમ મૅરિટાઇમ ટ્રેડ ઑપરેશન્સ (UKMTO) અનુસાર આ ઘટના ઓમાનથી આશરે ૪૬ કિલોમીટર દૂર બની હતી.


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2026 08:05 AM IST | Oman | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK