Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્લેનમાં તો બધા બેસે પણ મલ્હારની `શુભ યાત્રા` થઈ છે પ્લેન ઉપર બેસીને બોલો!!

પ્લેનમાં તો બધા બેસે પણ મલ્હારની `શુભ યાત્રા` થઈ છે પ્લેન ઉપર બેસીને બોલો!!

04 April, 2023 10:00 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મલ્હાર ઠાકર અને  મોનલ ગજ્જર અભિનીત મનીષ સૈનીની આગામી ગુજરાતી ફિલ્મ `શુભ યાત્રા` તેમના ચાહકોને નવી સફર પર લઈ જવા માટે તૈયાર છે.

શુભ યાત્રાનું પોસ્ટર

શુભ યાત્રાનું પોસ્ટર


નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ `ઢ`નું નિર્દેશન કર્યા બાદ મનીષ સૈનીની આગામી ફિલ્મ ‘શુભ યાત્રા’નું પહેલું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હાર્ટથ્રોબ એક્ટર મલ્હાર ઠાકર (Malhar Thakar) અને જાણીતી અભિનેત્રી મોનલ ગજ્જર સાથે બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકારો હિતુ કનોડિયા અને દર્શન જરીવાલા પણ ફિલ્મની સ્ટારકાસ્ટમાં મહત્વના પાત્ર ધરાવે છે.

ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો આ વાર્તા એવા અકાઉન્ટન્ટની છે જે દેવામાં ડૂબ્યો અને તેના મિત્રની છે જે વિદેશ પ્રવાસ કરવા માટે પોતાનું ગામ છોડીને જવાનું નક્કી કરી છે. તે બન્ને પોતાના ઋણમાંથી છૂટકારો પામવા વિદેશ ચલણ કઈ રીતે કમાઈ શકાય તેનું સપનું સેવે છે. જોકે, વિઝાની ફૉર્માલિટીઝ પૂરી કરવામાં હાથ લાગેલી નિરાશા થકી બન્ને છેતરપિંડી જેવી પ્રવૃત્તિઓ કરવા મજબૂર થાય છે અને ટૂંકા સમયમાં જ તે મુશ્કેલીમાં સપડાય છે. હવે તેઓ કયો માર્ગ પસંદ કરે છે અને નૈતિકતા જીવનમાં આપણને કેવી રીતે સાચો માર્ગ બતાવી શકે છે તેની આસપાસ આ ફિલ્મની સ્ટોરી વણાયેલી છે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shubhyatra - Saachvine Jajo (@shubhyatrathemovie)


આ ફિલ્મ દ્વારા રાઉડી પિક્ચર્સ પણ પહેલી વાર નિર્માતા તરીકે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યું છે. આ પ્રૉડક્શન કંપની દક્ષિણ ફિલ્મ જગતના લોકપ્રિય અને જાણીતા સુપરસ્ટાર્સ નયનતારા અને વિગ્નેશ સિવનની છે. મનીષ સૈની અને અમૃતા પરાંડેની અમદાવાદ ફિલ્મ્સ આ ફિલ્મના કૉ-પ્રૉડ્યૂસર છે.


આ પણ વાંચો : મલ્હાર ઠાકર કરી રહ્યો છે `શુભ યાત્રા`, જાણો કઈ તારીખે જાય છે અમેરિકા

આ ફિલ્મ વિશે મલ્હાર ઠાકર જણાવે છે કે હું આ ફિલ્મની રિલીઝને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. આ ફિલ્મમાં મારો રોલ જુદો છે જેમાં મને બહુમુખી પાત્રો ભજવવાની તક મળી છે જેથી આ ફિલ્મમાં ચાહકો મને એક જૂદા અંદાજમાં જોઈ શકશે. મારી એક્ટિંગ અને ફિલ્મને દર્શકો પાસેથી મળતા પ્રતિસાદ માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.

28મી એપ્રિલ 2023ના રોજ મલ્હાર ઠાકર અને મોનલ ગજ્જર સહિત હિતુ કનોડિયા અને દર્શન જરીવાલા સ્ટારર `શુભ યાત્રા` સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Whatsapp-channel Whatsapp-channel

04 April, 2023 10:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK