Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ફ્લૉપ સંજુ સૅમસનની જગ્યાએ આવી શકે છે વૈભવ સૂર્યવંશી, કૅપ્ટન શ્રેયસ ઐયરનું ફૉર્મ પણ ચિંતાજનક

ફ્લૉપ સંજુ સૅમસનની જગ્યાએ આવી શકે છે વૈભવ સૂર્યવંશી, કૅપ્ટન શ્રેયસ ઐયરનું ફૉર્મ પણ ચિંતાજનક

Published : 01 November, 2026 08:57 AM | Modified : 01 November, 2026 10:38 AM | IST | Christchurch
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્પિન બોલિંગ કોચ સાઇરાજ બહુતુલેએ સંકેત આપ્યો હતો કે હૅમિલ્ટનની પિચ અને પરિસ્થિતિની માગણી મુજબ કાંડાના સ્પિનર્સ કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકાય છે. જોકે આમ કરવાથી નમન ધીરને બહાર બેસાડવો પડે.

વિકેટ ગુમાવ્યા બાદ સંજુ સૅમસન અને શ્રેયસ ઐયર

વિકેટ ગુમાવ્યા બાદ સંજુ સૅમસન અને શ્રેયસ ઐયર


ન્યુ ઝીલૅન્ડ સામેની પાંચમી અને અંતિમ T20 ઇન્ટરનૅશનલ મૅચમાં રવિવારે સેડન પાર્ક ખાતે ભારતીય ટીમ પોતાની પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક ફેરફારો કરે એવી શક્યતા છે. ભારતીય ટીમ શ્રેણીમાં ૩-૧થી આગળ છે, પરંતુ ઑકલેન્ડમાં રમાયેલી ચોથી મૅચમાં ૮૭ રને મળેલી કારમી હાર બાદ ટીમ-મૅનેજમેન્ટ પોતાની લાઇન-અપ વિશે પુનર્વિચાર કરવા મજબૂર બન્યું છે. ભારતીય ટીમ વિજય સાથે શ્રેણીનું સમાપન કરવા માગે છે.

સૌથી મોટો સંભવિત ફેરફાર સંજુ સૅમસનના સ્થાને યુવા બૅટર વૈભવ સૂર્યવંશીને તક આપવાનો હોઈ શકે છે. ક્રાઇસ્ટચર્ચ ખાતેની પ્રથમ મૅચમાં ૬૭ રન બનાવ્યા બાદ સૅમસન એ પછીની ત્રણ ઇનિંગ્સમાં અનુક્રમે ૧૪, ૧૮ અને ૪ રન જ બનાવી શક્યો હતો. 



બીજી તરફ કૅપ્ટન શ્રેયસ ઐયર પણ વેસ્ટ ઇન્ડીઝ સામે લખનઉમાં ફટકારેલી સદી બાદ આ ફૉર્મેટમાં સંઘર્ષ કરી રહ્યો છે. ઐયરે તેની છેલ્લી ૮ ઇનિંગ્સમાં ૪૦, ૧, ૧૬, ૨૨, ૪૨, ૭, ૫ અને બાવીસ રન બનાવ્યા છે. વન-ડે શ્રેણી શરૂ થાય એ પહેલાં ઐયર મોટી ઇનિંગ્સ રમવા માટે ઉત્સુક હશે. નમન ધીર અને નીતીશ કુમાર રેડ્ડી લોઅર ઑર્ડરમાં ઉપયોગી સાબિત થયા છે, પરંતુ બોલિંગમાં હજી અપેક્ષિત પ્રદર્શન કરી શક્યા નથી.


સ્પિન બોલિંગ કોચ સાઇરાજ બહુતુલેએ સંકેત આપ્યો હતો કે હૅમિલ્ટનની પિચ અને પરિસ્થિતિની માગણી મુજબ કાંડાના સ્પિનર્સ કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકાય છે. જોકે આમ કરવાથી નમન ધીરને બહાર બેસાડવો પડે, જેના કારણે બૅટિંગ-ડેપ્થ અને પાર્ટ-ટાઇમ ઑફ-સ્પિન વિકલ્પ ગુમાવવો પડી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2026 10:38 AM IST | Christchurch | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK