Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > `તાના રીરી` અને `અજય અભિમન્યુ કી મહાભારત`: હાર્દિક ગજ્જરના બે નવા પ્રોજેક્ટની જાહેરાત

`તાના રીરી` અને `અજય અભિમન્યુ કી મહાભારત`: હાર્દિક ગજ્જરના બે નવા પ્રોજેક્ટની જાહેરાત

Published : 31 October, 2026 03:59 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તાના અને રીરી તેમના અસાધારણ મ્યુઝિક ટેલેન્ટ અને શાસ્ત્રીય સંગીત પ્રત્યેના ઊંડા સમર્પણ માટે જાણીતી છે. લોકકથાઓ અનુસાર, આ બહેનોએ શાસ્ત્રીય સંગીત પ્રત્યેની તેમની અતૂટ નિષ્ઠા દ્વારા પોતાની ભૂમિનું ગૌરવ જાળવી રાખ્યું હતું.

`અજય અભિમન્યુ કી મહાભારત અને `તાના રીરી`

`અજય અભિમન્યુ કી મહાભારત અને `તાના રીરી`


ફિલ્મ નિર્માતા હાર્દિક ગજ્જરે તેના આગામી બે મોટા પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે. તેની ફિલ્મ `કૃષ્ણાવતારમ પાર્ટ 1: ધ હાર્ટ (હૃદયમ્)` ની સફળતા બાદ, તે બે નવા પ્રોજેક્ટ્સ લઈને આવી રહ્યો છે. તેના આગામી બન્ને પ્રોજેક્ટ ભારતીય લોક-કથાઓ પર આધારિત `તાના-રીરી` અને મહાભારતના અભિમન્યુની વાર્તા પર કેન્દ્રિત `અજય અભિમન્યુ કી મહાભારત` હશે.  `તાના-રીરી` માટે, હાર્દિક ગજ્જર ફરી એકવાર અભિનેત્રી સંસ્કૃતિ જયના સાથે કામ કરશે, જેણે તેની સાથે `કૃષ્ણાવતારમ`માં પણ કામ કર્યું હતું. 16મી સદીના ગુજરાતની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મ વડનગરની જોડિયા બહેનો, તાના અને રીરીની વાર્તા રજૂ કરે છે.

16મી સદીના ગુજરાતની એક ઐતિહાસિક દંતકથા : `તાના-રીરી`



તાના અને રીરી તેમના અસાધારણ મ્યુઝિક ટેલેન્ટ અને શાસ્ત્રીય સંગીત પ્રત્યેના ઊંડા સમર્પણ માટે જાણીતી છે. લોકકથાઓ અનુસાર, આ બહેનોએ શાસ્ત્રીય સંગીત પ્રત્યેની તેમની અતૂટ નિષ્ઠા દ્વારા પોતાની ભૂમિનું ગૌરવ જાળવી રાખ્યું હતું. આ વાત ફિલ્મના પહેલા પોસ્ટર પણ જોવા મળી રહ્યું છે, જેમાં બન્ને બહેનો એક રાજ્યના ભવ્ય પ્રવેશદ્વારથી અંદર પ્રવેશ કરતી દેખાઈ રહી છે. પોસ્ટરમાં 16મી સદીના ગુજરાતની આર્કિટેક્ચુઅલ સ્ટાઈલ અને વાતાવરણની ઝલક દેખાઈ રહી છે. આ ફિલ્મ ઑક્ટોબર 2027માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @athashrikatha


`અજય અભિમન્યુ કી મહાભારત` જૂન 2028માં આવશે

હાર્દિક ગજ્જર મહાભારતના અભિમન્યુની કથા પર આધારિત `અજય અભિમન્યુ કી મહાભારત` નામની ફિલ્મ પર પણ કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં અભિમન્યુનું શૌર્ય, દ્રઢ નિશ્ચય અને બલિદાનની વાર્તા મોટા પડદા પર દર્શાવવામાં આવશે. મહાભારતના એક મહત્ત્વપૂર્ણ પાત્ર તરીકે, અભિમન્યુની વીરતા અને આત્મ-બલિદાનની ગાથા પેઢીઓથી ચાલી આવી રહી છે. આ ફિલ્મ જૂન 2028માં રિલીઝ થશે. બન્ને ફિલ્મોનું નિર્માણ `અથશ્રીકથા મોશન પિક્ચર્સ એલએલપી` (Athshrikatha Motion Pictures LLP) દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેને હાર્દિક ગજ્જર ડિરેક્ટ કરશે. આ બે ફિલ્મોના માધ્યમથી, હાર્દિક ગજ્જર ભારતીય લોકકથાઓ અને પૌરાણિક કથાઓને મોટા પડદા પર લાવવા જઈ રહ્યો છે. ‘તાના રીરી’ ગુજરાતના સાંસ્કૃતિક વારસા પર આધારિત છે, જ્યારે બીજી ફિલ્મ મહાભારતના એક મહત્ત્વપૂર્ણ પાત્રની વાર્તા પર કેન્દ્રિત હશે.

મહાભારત એક ફિલ્મ નહીં, મોટી જવાબદારી છે

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @athashrikatha

આમિર ખાન પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ‘મહાભારત’ને લઈને ફરી ચર્ચામાં છે. આ ફિલ્મ વિશે લાંબા સમયથી અટકળો ચાલી રહી છે, પરંતુ હવે આમિરે પોતે જ ખુલ્લેઆમ જણાવ્યું છે કે તે આ પ્રોજેક્ટ માટે આટલો સમય કેમ લઈ રહ્યા છે. આમિર કહે છે કે ‘મહાભારતની વાર્તા પર ફિલ્મ બનાવવી એ ખૂબ મોટી જવાબદારી છે. હું એમાં કોઈ પણ પ્રકારની ઝડપ નથી કરવા માગતો. આ વાર્તામાં કંઈ પણ ચૂકીને લોકોને નિરાશ નથી કરવા માગતો.’ આમિરે પોતાના આ પ્રોજેક્ટ વિશે વાત કરતાં કહ્યું છે કે ‘મહાભારત દરેક ભારતીયના દિલ સાથે જોડાયેલી કહાની છે. તે આપણા સંસ્કારો અને વિચારસરણીનો ભાગ છે. ભાગ્યે જ કોઈ ભારતીય હશે જેણે ભગવદ્ ગીતા ન વાંચી હોય કે બાળપણમાં દાદી-નાની પાસેથી તેની કથાઓ ન સાંભળી હોય. જો મહાભારત બનાવવામાં જરાય ચૂક થશે તો હું દોષી ગણાઈશ અને હું નથી ઇચ્છતો કે આવું બને. મહાભારતને તમે નિરાશ કરી શકો છો, પણ મહાભારત ક્યારેય તમને નિરાશ નહીં કરે. આ કારણોસર હું ફિલ્મ પર ત્યારે જ કામ શરૂ કરીશ જ્યારે મને લાગશે કે હું એવી ફિલ્મ બનાવી શકું છું કે જેને જોઈને દરેક ભારતીયને ગર્વનો અનુભવ થાય.’

Whatsapp-channel Whatsapp-channel

31 October, 2026 03:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK