Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > એશિયાનું નંબર વન મ્યુઝિયમ બન્યું પટનાનું બિહાર મ્યુઝિયમ

એશિયાનું નંબર વન મ્યુઝિયમ બન્યું પટનાનું બિહાર મ્યુઝિયમ

Published : 01 November, 2026 11:31 AM | IST | Patna
Rashmin Shah | rashmin.shah@mid-day.com

વિશ્વનાં મ્યુઝિયમોની દુનિયામાં દેશનું નામ રોશન થાય એવું અદ્ભુત કામ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નીતિશ કુમારનું છે.

પૌરાણિક જીવનશૈલીનું નિદર્શન કરતા પ્રૉપ્સ. જીવાશ્મિઓની સ્લાઇડ્સ. અહીં શિલ્પોની રૅપ્લિકાને બાળકો પઝલની જેમ ગોઠવી શકે છે.

પૌરાણિક જીવનશૈલીનું નિદર્શન કરતા પ્રૉપ્સ. જીવાશ્મિઓની સ્લાઇડ્સ. અહીં શિલ્પોની રૅપ્લિકાને બાળકો પઝલની જેમ ગોઠવી શકે છે.


૪૯૮ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા બિહારના સંગ્રહાલયે વિશ્વનાં ટૉપ ૧૦ સંગ્રહાલયોની યાદીમાં નવમા ક્રમે આવીને સૌને ચોંકાવી દીધા છે. વિશ્વનાં મ્યુઝિયમોની દુનિયામાં દેશનું નામ રોશન થાય એવું અદ્ભુત કામ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નીતિશ કુમારનું છે. આ વિચાર હકીકતમાં કઈ રીતે પરિણમ્યો અને આ મ્યુઝિયમમાં શું-શું જોવા જેવું છે એ જાણી લો

દેશની ઓળખ જો કોઈ હોય તો એ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો. એ વારસો જોવો હોય તો તરત જ યાદ આવે મ્યુઝિયમ અને મ્યુઝિયમની વાત નીકળે એટલે તરત આંખ સામે
પૅરિસનું લુવ્ર મ્યુઝિયમ, ન્યુ યૉર્કનું મેટ્રોપૉલિટન મ્યુઝિયમ કે લંડનના બ્રિટિશ મ્યુઝિયમનાં નામો યાદ આવી જાય. જોકે વાત હવે એ મ્યુઝિયમો પૂરતી સીમિત નથી રહેતી. હું-તમે, આપણે અને
દેશનો દરેક હિન્દુસ્તાની ગર્વથી મસ્તક ઊંચું કરી શકે એવું કામ બિહારના પટના શહેરમાં થયું છે.



પટનામાં તૈયાર થયેલું બિહાર મ્યુઝિયમ એશિયાનું નંબર વન મ્યુઝિયમ બન્યું છે તો દુનિયામાં એ નવમા સ્થાન પર છે. જર્મનીના મ્યુનિકથી પબ્લિશ થતા ‘વર્થ અ જર્ની’ નામના મૅગેઝિન દ્વારા જાહેર કરવામાં આવેલાં આ વર્લ્ડ રૅન્કિંગ્સમાં દુનિયાના ૧૪૦થી વધુ દેશોનાં ૩૭૦૦થી વધુ મ્યુઝિયમનો સર્વે કરવામાં આવ્યો અને એ સર્વેમાં બિહાર મ્યુઝિયમે એશિયાનાં તમામ અને દુનિયાનાં અનેક તોતિંગ ઇન્ટરનૅશનલ મ્યુઝિયમોને પાછળ રાખી દીધાં. એવા સમયે ચોક્કસપણે એક વખત બિહાર મ્યુઝિયમમાં અને સાથોસાથ બિહાર ગવર્નમેન્ટના આ ડ્રીમ પ્રોજેક્ટના તળમાં જવું જોઈએ. પહેલાં વાત કરીએ સપનાસમા આ પ્રોજેક્ટના વિચારની.


વાત એ ડ્રીમ પ્રોજેક્ટની

બિહાર મ્યુઝિયમ બનાવવાનો વિચાર બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારને આવ્યો. વાત ૨૦૦૯ની છે. એ સમયે નીતિશ કુમાર વિદેશપ્રવાસે ગયા હતા. પોતાના પ્રવાસ દરમ્યાન તેમણે ફૉરેનનાં અલ્ટ્રા-મૉડર્ન, ભવ્ય અને વૈશ્વિક કદનાં ધારાધોરણો ધરાવતાં મ્યુઝિયમો જોયાં અને તેમના મનમાં વિચાર ઝબકી ગયો કે જે બિહાર મૌર્ય, ગુપ્ત, નંદ અને પાલ સામ્રાજ્ય જેવો સમૃદ્ધ ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસો ધરાવે છે ત્યાં એક અદ્ભુત કક્ષાનું ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડ ધરાવતું મ્યુઝિયમ શું કામ નહીં.


કોઈ પણ કાર્યની શરૂઆત એક વિચારથી થાય અને આ વિચાર સાથે જ નીતિશ કુમાર બિહાર પાછા આવ્યા. પોતાના એ વિચારને માત્ર મનમાં રોકી રાખવાને બદલે નીતિશ કુમાર તરત કામે લાગી ગયા અને તેમણે પટનાના બેલી રોડ પર ૧૩.૮ એકર જમીન પણ ફાળવી દીધી અને પછી તરત જ પોતાના ડ્રીમ પ્રોજેક્ટનાં આર્કિટેક્ચર અને ડિઝાઇન માટે જપાનના વર્લ્ડ-ફેમસ આર્કિટેક્ટ ફુમિહિકો માકીને કામે લગાડ્યા. ફુમિહિકોની લીડરશિપમાં આપણા દેશની ઓપન આર્કિટેક્ચર નેટવર્ક નામની કંપની પણ કામે લાગી. પ્રારંભિક તબક્કામાં આ પ્રોજેક્ટ માટે ૪૯૮ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું. સાથે શરૂ થયેલા આ પ્રોજેક્ટનું કામ ઑક્ટોબર ૨૦૧૩માં શરૂ થયું અને બે વર્ષથી ઓછા સમયગાળામાં એટલે કે ૨૦૧પના ઑગસ્ટ મહિનામાં મ્યુઝિયમને આંશિક રીતે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. એ સમયે બિહાર મ્યુઝિયમનું મેઇન એન્ટ્રન્સ, ઓરિયેન્ટેશન થિયેટર અને બાળકો માટેનું ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ ખુલ્લાં મૂકવામાં આવ્યાં હતાં.

એ પછી ૨૦૧૭ના ઑક્ટોબરમાં મ્યુઝિયમની તમામ ગૅલરી તૈયાર કરવાનું કામ પૂરું થયું અને મ્યુઝિયમનું લોકાર્પણ થયું.

આજે આ મ્યુઝિયમ અંદાજે ૨૫,૪૧૦ ચોરસમીટરના બિલ્ટ-અપ એરિયામાં ફેલાયેલું છે અને ફાઇવસ્ટાર GRIHA રેટેડ ગ્રીન બિલ્ડિંગ તરીકે એન્વાયર્નમેન્ટને અનુકૂળ ડિઝાઇનનો બેસ્ટ એક્ઝામ્પલ બનીને ઊભું છે. જોકે મહત્ત્વની વાત એ છે કે એશિયાનું નંબર વન બની ગયેલા આ મ્યુઝિયમની અંદર શું-શું છે?

મ્યુઝિયમમાં શું જોવા મળશે?

બિહાર મ્યુઝિયમને માત્ર પ્રદર્શન પૂરતું સીમિત રાખવાને બદલે એને સાયન્ટિફિક, મૉર્ડન અને એજ્યુકેશનલ પર્પઝથી ઘડવામાં આવ્યું છે.

મ્યુઝિયમમાં ઓરિયેન્ટેશન ગૅલરી છે, જ્યાં શૉર્ટ ફિલ્મો અને ઑડિયો-વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન દ્વારા વિઝિટર્સને બિહારના સમૃદ્ધ ઇતિહાસ અને મ્યુઝિયમના આગળના ભાગમાં તેઓ શું-શું જોઈ શકશે એની ઝલક આપવામાં આવે છે. એ પછી હિસ્ટરી ગૅલરીઝ આવે છે.

આ વિભાગમાં સિંધુ વૅલીની સંસ્કૃતિના અવશેષોથી લઈને મૌર્ય સામ્રાજ્ય, ગુપ્ત વંશ, પાલ વંશ અને મધ્યકાલીન ભારત સુધીની કલાકૃતિઓનો ખજાનો છે. આ વિભાગમાં પથ્થર, તાંબા, કાંસા અને સોનાની મૂર્તિઓ તથા શિલ્પો મૂકવામાં આવ્યાં છે. જોકે મ્યુઝિયમનું સૌથી મહત્ત્વનું પાસું જો કોઈ હોય તો એ છે દીદારગંજ યક્ષી. મૌર્યકાળની એટલે કે ઇસવીસન પૂર્વેની ત્રીજી સદીની પૉલિશ્ડ પથ્થરથી બનેલી દીદારગંજ યક્ષીની વિશાળકાય પ્રતિમા અને એ પ્રતિમાની કારીગરી તથા બ્યુટી જોવા માટે દુનિયાભરના આર્ટિસ્ટો ખાસ પટના આવે છે.

ચિલ્ડ્રન્સ ગૅલરીમાં સાયન્સ, નેચર, વાઇલ્ડલાઇફ અને હિસ્ટરીને જોડતી રમત-ગમત દ્વારા શીખવતો ઇન્ટરૅક્ટિવ ઝોન બનાવવામાં આવ્યો છે જે છે બાળકો માટે, પણ યુવાનોથી લઈને વડીલો સુધીના સૌને આનંદ આપનારો છે. મિથિલા ક્ષેત્રનાં વિશ્વપ્રસિદ્ધ મધુબની પેઇન્ટિંગ્સ, ઐતિહાસિક
પટના કલમ ચિત્રશૈલી અને દેશ-વિદેશના આધુનિક કલાકારોની કૃતિઓ પણ બિહાર મ્યુઝિયમમાં રાખવામાં આવી છે.

અહીં એક વાત એ પણ કહેવાની કે પટનામાં બનેલા આ બિહાર મ્યુઝિયમ પહેલાં પણ ઑલરેડી એક મ્યુઝિયમ પટના મ્યુઝિયમ હતું જ. મનમાં
સવાલ જન્મે કે બન્ને મ્યુઝિયમ વચ્ચે શું તફાવત છે.

એક સિટી, બે મ્યુઝિયમ

પટનામાં આવેલું પટના મ્યુઝિયમ છેક ૧૯૧૭માં બ્રિટિશ પિરિયડમાં બન્યું છે. આ પટના મ્યુઝિયમ બ્રિટિશ અને રાજપૂતાના શૈલીના ટ્રેડિશનલ હિસ્ટોરિક ભવનમાં આવેલું છે. પટના મ્યુઝિયમમાં મુખ્યત્વે ઓગણીસમી અને વીસમી સદીના પ્રારંભ સુધીનાં શિલ્પો, અવશેષો તથા બ્રિટિશ પિરિયડની ચીજવસ્તુઓનું કલેક્શન છે. આ મ્યુઝિયમમાં જગ્યા મર્યાદિત હોવાને કારણે ત્યાં મૉડર્ન સમયની સાધન-સુવિધા ઉમેરી શકાય એમ નથી, જ્યારે નવું બનેલું બિહાર મ્યુઝિયમ ગ્લોબલ કૅમ્પસ છે. વિશાળ, હરિયાળી લૉન અને ખુલ્લા ગાર્ડન સાથેના આ મ્યુઝિયમમાં તમામ પ્રકારની મૉર્ડન ડિજિટલ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ઇતિહાસને જીવંત કરવામાં આવ્યો છે.

એક જ સિટીમાં બબ્બે મ્યુઝિયમ હોય ત્યારે એકબીજાના વિઝિટર્સને ડૅમેજ થવાની સંભાવના દેખાઈ હોવાથી બન્ને મ્યુઝિયમ વચ્ચે સમન્વય જાળવવા તથા વિઝિટર્સની અવરજવર સરળ બનાવવા માટે નીતિશ કુમારે ૧.૫ કિલોમીટર લાંબી અન્ડરગ્રાઉન્ડ હેરિટેજ ટનલ બનાવી છે. આ ભૂગર્ભ ટનલ દ્વારા વિઝિટર્સ કોઈ પણ ટ્રાફિક પાર કર્યા વિના જમીનની અંદરથી જ એકમાંથી બીજા મ્યુઝિયમમાં આરામથી જઈ શકે છે અને સાથે ટનલના રસ્તામાં રહેલી કલાત્મક રોશની અને ભીંતચિત્રોનો આનંદ પણ માણી શકે છે.

બિહારનાં નાલંદા, વૈશાલી, બોધગયા, વિક્રમશિલા અને ચંપારણ જેવાં સ્થળો પર આર્કિયોલૉજી ડિપાર્ટમેન્ટને ખોદકામ દરમ્યાન મળેલા અને હજી સુધી લોકો સામે મૂકવામાં ન આવેલા અવશેષોને બિહાર મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યા તો બિહાર મ્યુઝિયમના નિર્માણ વખતે જૂના પટના મ્યુઝિયમમાં સંગ્રહિત અનેક ઐતિહાસિક મૂર્તિઓ અને દીદારગંજ યક્ષી જેવી કૃતિ નવા મ્યુઝિયમમાં લેવામાં આવી. જોકે એનો અર્થ એવો પણ નથી કે પટના મ્યુઝિયમનું મૂલ્ય ઘટી જાય છે. પટના મ્યુઝિયમ પાસે રહેલો બ્રિટિશ સલ્તનત સમયનો વારસો અકબંધ રાખવામાં આવ્યો છે તો બિહાર મ્યુઝિયમને ભારતીય પરંપરા સાથે જોડી રાખવામાં આવ્યું છે.

અલ્ટ્રા-મૉડર્ન આર્કિટેક્ચર થકી ઊભી થયેલી કૅમ્પસ ડિઝાઇન અને એન્વાયર્નમેન્ટ-ફ્રેન્ડ્લી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિઝિટર્સને આકર્ષે છે તો ઍન્ટિક્સને માત્ર કાચની પેટીઓમાં મૂકવાને બદલે એની પાછળનો ઇતિહાસ અને રેફરન્સ ડિજિટલ ટેક્નૉલૉજીથી સમજાવવાનો પ્રયાસ જ બિહાર મ્યુઝિયમ ન્યુ યૉર્ક અને પૅરિસ જેવાં પશ્ચિમના દેશોનાં મહાકાય મ્યુઝિયમોની હરોળમાં પોતાનું સ્થાન બનાવી શક્યું અને એશિયામાં ટોચના સ્થાને પહોંચ્યું.

બિહાર મ્યુઝિયમ જવું છે?
જો તમે એશિયાના નંબર વન એવા બિહાર મ્યુઝિયમની વિઝિટ કરવા માગતા હો તો નીચે આપેલી બધી માહિતી તમને કામ લાગશે. 
મ્યુઝિયમ ખૂલવાનો સમય:
મેઇન ગૅલરી : સવારે ૧૦ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી.
ચિલ્ડ્રન્સ ગૅલરી : સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી.
વીકલી ઑફ : સોમવારે મ્યુઝિયમ બંધ રહે છે.
ટિકિટની પ્રાઇસ:
ભારતીય ઍડલ્ટ માટે : વ્યક્તિદીઠ ૧૦૦ રૂપિયા
બાળકો/વિદ્યાર્થીઓ માટે : વ્યક્તિદીઠ ૫૦ રૂપિયા
વિદેશી પ્રવાસીઓ (ઍડલ્ટ/બાળક બન્ને) માટે  : વ્યક્તિદીઠ ૫૦૦ રૂપિયા

કે જો અચાનક જ કોઈ મોટો સાઇબર-હુમલો થાય કે કુદરતી આપત્તિ ત્રાટકે તો શરૂઆતના ૭૨ કલાક પોલીસ, પ્રશાસન કે સેના સુધ્ધાં તાત્કાલિક દરેક ઘર સુધી મદદ પહોંચાડવામાં સક્ષમ નહીં હોય. આ જ કારણ છે કે નાગરિકોને શરૂઆતના દિવસોમાં આત્મનિર્ભર બનવા માટે કહેવામાં આવી રહ્યું છે અને એ દિશામાં ટ્રેઇન પણ કરવામાં આવે છે. 
જપાને પણ આ શરૂ કર્યું છે અને જૅપનીઝ લોકોને ટ્રેઇન કરવા માંડ્યા છે કે તેમના ઘરમાં ૧૦૦ દિવસ સુધીનું ફૂડ અને ઇમર્જન્સી સામાન હોવાં જોઈએ. અલબત્ત, જપાન પાસે પોતાનાં કારણો છે. સતત સુનામી અને ભૂકંપનો સામનો કરતું જપાન હવે ઇચ્છે છે કે જૅપનીઝ પ્રજા પણ પોતાની રીતે એ પ્રકારની કુદરતી આફતો આવે ત્યારે સક્ષમ હોય અને જાતમેળે ઓછામાં ઓછા ૧૦૦ દિવસ સુધી સર્વાઇવ થઈ શકતી હોય. દેખીતી રીતે ટ્રેઇનિંગ જેવી લાગતી આ પ્રક્રિયાને જપાન ગવર્નમેન્ટ બહુ પ્રૅક્ટિકલ રીતે અને એકદમ સિરિયસ માઇન્ડસેટ સાથે લઈ રહી છે અને એટલે જ એ આ તૈયારી સામે સહેજ પણ આંખ આડા કાન કરતી નથી અને ટ્રેઇનિંગમાં સાથ આપે છે. જોકે સાવ એવું પણ નથી કે આ ટ્રેઇનિંગ પૂરતી જ વાત છે. જપાન કે પશ્ચિમના આ ધુરંધરોને અંદરખાને એવું લાગે પણ છે કે આવનારા સમયમાં ટેન્શન જન્મી શકે છે. જો સમયના ગર્ભમાં ટેન્શન હોય તો લોકોએ કેવી-કેવી તૈયારી રાખવી જોઈએ અને ઘરમાં શું-શું સંઘરવું જોઈએ એનું સૂચન ખુદ સરકાર જ એ પ્રજાને કરે છે.

ગુઝરા હુઆ ઝમાના - બીજા વિશ્વયુદ્ધમાં શું થયેલું?
આજે ભલે દુનિયાના કેટલાક દેશોમાં ઘરોમાં રૅશન અને બીજી ઇમર્જન્સીમાં જરૂરી ચીજવસ્તુઓ સંગ્રહ કરવાની વાત કરાતી હોય, પણ નાગરિકોના ખાવા-પીવા પર કાપ મૂકવાની કે ઇમર્જન્સીને પહોંચી વળવા માટે પહેલેથી વ્યવસ્થા ઊભી કરવાની આ પ્રક્રિયા કંઈ પહેલી વારની નથી. આ અગાઉ બીજા વિશ્વયુદ્ધ સમયે એટલે કે ૧૯૩૯થી ૧૯૪૫ના સમયગાળા દરમ્યાન પણ આ કામ કરવામાં આવ્યું હતું.
ચાલીસના દશકમાં જર્મનીએ બ્રિટન પર હવાઈ હુમલાઓ શરૂ કર્યા ત્યારે બ્રિટિશ સરકારે અનાજની ભારે તંગીને પહોંચી વળવા રૅશન-બુક સિસ્ટમ દાખલ કરી હતી. એ અંતર્ગત દરેક બ્રિટિશરને કૂપન આપવામાં આવતી જેના આધારે જ ખાંડ, માખણ, નૉન-વેજ ફૂડ, મેંદો, કૉફી જેવી જરૂરી ચીજવસ્તુઓ મર્યાદિત માત્રામાં મળતી. બાળકો અને વડીલો માટે ક્વૉન્ટિટી વધારી મળતી, પણ બીજા લોકોએ સખત મર્યાદામાં જીવવું પડતું.
એવું નથી કે એ સમયે બ્રિટને જ રૅશન-બુક સિસ્ટમ જોઈ. અમેરિકા પણ એ જ હરોળમાં હતું. હા, અમેરિકાની ધરતી પર સીધું યુદ્ધ નહોતું થયું, પરંતુ સૈનિકો માટે ખાદ્ય સામગ્રી મોકલવા માટે અમેરિકાએ પણ ૧૯૪૨માં રૅશનિંગ લૉ લાગુ કર્યો હતો અને ગાડીઓનાં ટાયરથી લઈને પેટ્રોલ, કૉફી, ખાંડ અને નૉન-વેજ આઇટમો જેવી ચીજો પર કડક નિયંત્રણો લાદી દીધાં હતાં. આ પિરિયડમાં અમેરિકન ગવર્નમેન્ટ લોકોને પોતાના આંગણામાં જ શાકભાજી ઉગાડવા માટે પ્રોત્સાહિત કરતી હતી, ઘરઆંગણે બનેલા આ બગીચાને વિક્ટરી ગાર્ડન્સ નામ આપવામાં આવ્યું હતું. આવા ગાર્ડન બનાવનારાઓના ઘરે કાઉન્સિલના સભ્યો જતા અને જે લોકો આજુબાજુના લોકોને ફ્રીમાં શાકભાજી આપી દેતા તેમને સરકાર દ્વારા પ્રતિ વીક એક ડૉલર આપવામાં આવતો.
એ જમાનામાં રાત્રે દુશ્મન વિમાનો હુમલો ન કરે એ માટે આખી રાત શહેરોમાં બ્લૅકઆઉટ રાખવામાં આવતું હતું અને ઘરોના બેઝમેન્ટમાં બૉમ્બ-શેલ્ટર્સ બનાવવામાં આવતાં. બ્લૅકઆઉટનું એક કારણ ઇલેક્ટ્રિસિટીની બચત પણ હતું.

Whatsapp-channel Whatsapp-channel

01 November, 2026 11:31 AM IST | Patna | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK