મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવારે રાત્રે લગભગ 8:30 વાગ્યે સંગીત ભારતી ચોક સિગ્નલ પાસે બની હતી. પોલીસના નિવેદન મુજબ, મહિલા ડ્રાઈવરે સિગ્નલ પર ઊભેલી એક કારને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે ટ્રાફિક ખોરવાઈ ગયો હતો અને ટ્રાફિક જામ સર્જાયો.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈના પૉશ વિસ્તાર જુહુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક ટ્રાફિક પોલીસ અધિકારી મહિલા ડ્રાઈવરને કાર રોકવા વારંવાર કહીં રહ્યો છે છતાં તે પોતાની કાર આગળ વધારતી જોવા મળે છે. જ્યારે અધિકારી કારને રોકવા તેની સામે આવીને ઊભો રહે છે, ત્યારે પણ મહિલા તેની અવગણના કરીને કાર ચલાવવાનું ચાલુ રાખે છે. આ વીડિયો સામે આવ્યા બાદ, સોશિયલ મીડિયા પર મહિલાના વર્તન અને ટ્રાફિક પોલીસ કર્મચારીઓની સુરક્ષા અંગે સવાલો ઉઠી રહ્યા છે. મુંબઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
સંગીત ભારતી ચોક સિગ્નલ પાસે બની ઘટના
ADVERTISEMENT
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવારે રાત્રે લગભગ 8:30 વાગ્યે સંગીત ભારતી ચોક સિગ્નલ પાસે બની હતી. પોલીસના નિવેદન મુજબ, મહિલા ડ્રાઈવરે સિગ્નલ પર ઊભેલી એક કારને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે ટ્રાફિક ખોરવાઈ ગયો હતો અને ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાસ્થળે હાજર ટ્રાફિક પોલીસ કૉન્સ્ટેબલ પ્રશાંત હાકે (બૅજ નંબર 111371) એ મહિલાને તેની કાર રસ્તા પરથી હટાવવા માટે કહ્યું હતું. આ દરમિયાન, ત્યાં હાજર લોકોએ સમગ્ર ઘટનાને રૅકોર્ડ કરી લીધી હતી.
અધિકારીના રોકવા છતાં કાર ચલાવી
View this post on Instagram
વાયરલ વીડિયોમાં, કૉન્સ્ટેબલ પ્રશાંત હાકે મહિલા ડ્રાઈવરને વારંવાર રોકાવા માટે કહેતા જોવા મળે છે. તેઓ તેને ટ્રાફિક જયાં દૂર કરવા કરવા માટે વાહન રોકવા વિનંતી કરે છે; તેમ છતાં, તે કારને આગળ વધારવાનું ચાલુ રાખે છે. જ્યારે અધિકારી કારને રોકવા માટે તેની સામે આવીને ઊભા રહે છે, ત્યારે પણ મહિલા કાર ચલાવવાનું ચાલુ રાખે છે. આ સમગ્ર ઘટના દરમિયાન, આસપાસના લોકો તેમના મોબાઈલ ફોનમાં આ ઘટનાને રેકોર્ડ કરતા રહ્યા હતા. સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મહિલાએ એક સ્કૂટર અને મોટરસાયકલને પણ ટક્કર મારી હતી. જોકે, મુંબઈ પોલીસના સત્તાવાર નિવેદનમાં માત્ર એટલું જ જણાવવામાં આવ્યું છે કે તેણે સિગ્નલ પર ઊભેલી અન્ય એક કારને પાછળથી ટક્કર મારી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાની કારનો રજિસ્ટ્રેશન નંબર MH02GJ8704 છે, જ્યારે જે કારને ટક્કર વાગી હતી તેનો રજિસ્ટ્રેશન નંબર MH02FX0320 છે.
જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
જે કારને ટક્કર વાગી હતી તેના માલિકે આ અકસ્માત અંગે જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસ મામલાની તપાસ કરી રહી છે. વીડિયો વાયરલ થયા બાદ, સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ મહિલાના વર્તનની ટીકા કરી છે. કેટલાક યુઝર્સે ટ્રાફિક પોલીસ કર્મચારીઓની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. બીજી તરફ, અન્ય લોકોએ રસ્તા પર ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને પોલીસની સૂચનાઓ માનવાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે.
