Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > સૂર્યકુમાર યાદવ પ્રો ગોવિંદા લીગનો બ્રૅન્ડ ઍૅમ્બૅસૅડર બન્યો

સૂર્યકુમાર યાદવ પ્રો ગોવિંદા લીગનો બ્રૅન્ડ ઍૅમ્બૅસૅડર બન્યો

Published : 11 August, 2026 09:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવને પ્રો ગોવિંદા લીગની ચોથી સીઝન માટે ઑફિશ્યલ બ્રૅન્ડ ઍમ્બૅસૅડર બનાવવામાં આવ્યા છે. લીગ ૨૫થી ૨૭ ઑગસ્ટ દરમિયાન મુંબઈમાં યોજાશે.

લીગના મૅસ્કૉટ બિટ્ટુ બૉસ સાથે સૂર્યકુમાર યાદવ.

લીગના મૅસ્કૉટ બિટ્ટુ બૉસ સાથે સૂર્યકુમાર યાદવ.


ભારતની પ્રથમ પ્રોફેશનલ પ્રો ગોવિંદા લીગ (PGL)એ ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવને ચોથી સીઝન માટે ઑફિશ્યલ બ્રૅન્ડ ઍમ્બૅસૅડર નિયુક્ત કર્યો છે. આ વર્ષે આ લીગ પચીસથી ૨૭ ઑગસ્ટ દરમ્યાન મુંબઈના વરલીમાં SVP સ્ટેડિયમમાં ધ ડોમ ખાતે યોજાવાની છે.
સૂર્યકુમાર યાદવે કહે છે, ‘મારા માટે રમત હંમેશાં ટીમવર્ક, હિંમત અને પોતાની મર્યાદાઓથી આગળ વધવા વિશે રહી છે. જ્યારે મેં આ ખેલાડીઓને માનવ-પિરામિડ બનાવતી વખતે અવિશ્વસનીય કૌશલ્ય, શક્તિ અને સંકલન દર્શાવતા જોયા ત્યારે મને તરત જ સમજાયું કે આ ગુણો કોઈ પણ રમતના ઉચ્ચતમ સ્તરે આવશ્યક છે. હું આ ભવ્ય પરંપરાને રાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે મદદ કરવા માટે રોમાંચિત છું.’


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2026 09:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK