Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેની સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા ડ્રગ્સ-સેવનનો વિડિયો વાઇરલ, પોલીસે તપાસ શરૂ કરી

થાણેની સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા ડ્રગ્સ-સેવનનો વિડિયો વાઇરલ, પોલીસે તપાસ શરૂ કરી

Published : 11 August, 2026 08:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાઇરલ વિડિયો ક્લિપને આધારે ફરિયાદ મળી છે અને અેની સત્યતા ચકાસવા માટે તપાસ ચાલી રહી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થાણેની એક પ્રાઇવેટ સ્કૂલના પરિસરમાં બે વિદ્યાર્થીઓ દ્વારા કથિત રીતે પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કરવામાં આવ્યું હોવાનો દાવો કરતો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં ચકચાર મચી ગઈ છે. આ વિશે મળેલી લેખિત ફરિયાદના આધારે પોલીસે પ્રાથમિક વિગતો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
સ્થાનિક શિવસેના નેતા એકનાથ ભોઈરે આ મામલે વર્તકનગર પોલીસ મથકના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રવીણ માણેને મળીને ઔપચારિક ફરિયાદપત્ર સોંપ્યો હતો અને આ પ્રકરણમાં ત્વરિત તેમ જ કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર વિડિયોમાં નજરે પડતા બન્ને ટીનેજરની ઓળખ કરીને તેમની અટકાયત કરવામાં આવશે અને નિયમાનુસાર તેમને જુવેનાઇલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
સમગ્ર મામલે વર્તકનગર પોલીસ મથકના અધિકારીએ જણાવ્યું હતું કે ‘વાઇરલ વિડિયો ક્લિપને આધારે ફરિયાદ મળી છે અને અેની સત્યતા ચકાસવા માટે તપાસ ચાલી રહી છે. હાલ સુધી આ મામલે કોઈ બિન-જામીનપાત્ર ગુનો નોંધવામાં આવ્યો નથી.’

વિદ્યાર્થીઓને આ પદાર્થો કોણે પૂરા પાડ્યા?
આ ઘટના વિશે પ્રતિક્રિયા આપતાં એકનાથ ભોઈરે પત્રકારોને જણાવ્યું હતું કે ‘સ્કૂલના પરિસરમાં આ પ્રકારના નશાકારક પદાર્થો પ્રવેશ્યા કેવી રીતે? વિદ્યાર્થીઓને આ પદાર્થો કોણે પૂરા પાડ્યા? જે-તે સમયે સ્કૂલના સુરક્ષા કર્મચારીઓ અને શિક્ષકો શું કરી રહ્યા હતા? અમે વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેશું નહીં. જો તપાસ દરમ્યાન શાળા-પ્રશાસન સહ-આરોપી કે ગુનાહિત નિષ્કાળજી માટે દોષી જણાશે તો તેમની સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.’ 


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2026 08:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK