અલાયન્સની સક્સેસ-પાર્ટીમાં ખાસ સ્વૅગ સાથે એન્ટ્રી કરતી વખતે ફોટોગ્રાફર્સને સલમાન ખાને આંગળી ઊંચી કરીને આ સૂચના આપી
સલમાન ખાન
રિયલિટી શો ‘અલાયન્સ’ પૂરો થયા બાદ સલમાન ખાનના ભાઈ અને ઍક્ટર સોહેલ ખાને સક્સેસ-પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં સલમાન ઑલ બ્લૅક લુકમાં માથા પર હૅટ પહેરીને સ્વૅગવાળી સ્ટાઇલમાં પહોંચ્યો હતો.
પાર્ટીમાં એન્ટ્રી અને એક્ઝિટ દરમ્યાન બહાર ઊભેલા ફોટોગ્રાફર્સ જ્યારે જોરજોરથી બૂમો પાડવા લાગ્યા ત્યારે સલમાને આંગળી ઊંચી કરીને તેમને શાંત રહેવાનો ઇશારો કર્યો હતો. સલમાને ફોટોગ્રાફર્સને ઇશારામાં કહ્યું કે રાત ઘણી થઈ ગઈ છે તેથી અવાજ ઓછો કરો.
આ પાર્ટી માટે સલમાન ખાને ખાસ લુક પસંદ કર્યો હતો. તે બ્લૅક ટી-શર્ટ, બ્લૅક બ્લેઝર અને મરૂન પૅટર્નવાળા પૅન્ટમાં જોવા મળ્યો હતો. સલમાને માથા પર બ્લૅક હૅટ પણ પહેરી હતી. સલમાનનો આ સ્વૅગ તેના ફૅન્સને બહુ પસંદ પડ્યો હતો.
સલમાન ખાન અને સંજય દત્તને ૨૬ વર્ષ પછી ફરી સાથે ચમકાવતી 7 ડૉગ્સ ૨૧ ઑગસ્ટે રિલીઝ થશે
ADVERTISEMENT
‘ચલ મેરે ભાઈ’ અને ‘સાજન’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરનારા સલમાન ખાન અને સંજય દત્ત ૨૬ વર્ષ પછી ફરી ‘7 ડૉગ્સ’માં સાથે જોવા મળશે. ‘7 ડૉગ્સ’ એક ઇન્ટરનૅશનલ ફિલ્મ છે અને એ ૨૧ ઑગસ્ટે ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ થશે. હાલમાં આ ફિલ્મનું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે. સાઉદી અરેબિયાની ઍક્શન ફિલ્મ ‘7 ડૉગ્સ’ની વાર્તા એક ઇન્ટરપોલ અધિકારી અને એક ગુનેગારની આસપાસ ફરે છે, જેઓ એક આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્ક સામે સાથે મળીને કામ કરે છે.
શૂટિંગ વખતે શહનાઝ ગિલ ભૂલથી ગળી ગઈ નાકની નથણી
શહનાઝ ગિલ તેની લેટેસ્ટ ફિલ્મ ‘ઇશ્કનામા’ના શૂટિંગ દરમ્યાન એક મોટી દુર્ઘટનામાંથી માંડ-માંડ બચી છે. શહનાઝે આ ઘટનાનો વિડિયો શૅર કર્યો છે. વિડિયો પ્રમાણે ફિલ્મમાં દોડવાના એક મહત્ત્વના સીન દરમ્યાન શહનાઝ એકદમ જોશથી દોડી રહી હતી ત્યારે તેના નાકની નથણી અચાનક સરકીને તેના મોંમાં જતી રહી અને ગળામાં અટકી ગઈ. જોકે એ સમયે સેટ પર હાજર તેના સહ-કલાકાર સૌરભ સચદેવાએ તરત જ સ્થિતિ સંભાળી લીધી હતી. તેણે શહનાઝની પીઠ થપથપાવીને નથણી બહાર કાઢવામાં મદદ કરી હતી. જોકે આટલી મોટી તકલીફ છતાં શહનાઝે સીન અધવચ્ચે રોક્યો નહોતો અને સારી રીતે શૂટિંગ આટોપવામાં મદદ કરી હતી.
મહેશ બાબુની ૫૧મી વર્ષગાંઠે વારાણસીના મેકર્સે આપી તેના નવા પોસ્ટરની સરપ્રાઇઝ
તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુની શનિવારે ૫૧મી વર્ષગાંઠ હતી અને આ દિવસે તેની ફિલ્મ ‘વારાણસી’ના મેકર્સે ખાસ ભેટ આપી છે. આ પ્રસંગે ‘વારાણસી’ના મેકર્સે તેના રુદ્રના પાત્રનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે જેમાં તેનો શાનદાર લુક જોવા મળી રહ્યો છે. ફિલ્મના ડિરેક્ટર એસ. એસ. રાજામૌલીએ સોશ્યલ મીડિયામાં તેનાં બે નવાં પોસ્ટર શૅર કર્યાં હતાં જેમાં આફ્રિકાના શાનદાર નજારાઓ વચ્ચે મહેશ બાબુ એકદમ લાર્જર-ધૅન-લાઇફ હીરો જેવો લાગી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે આ પોસ્ટર્સ ‘વારાણસી’ના આફ્રિકા શેડ્યુલના છે.
રિપોર્ટ પ્રમાણે મહેશ બાબુ ફિલ્મમાં ‘રુદ્ર’નું પાત્ર ભજવી રહ્યો છે, જે એક પુરાતત્ત્વવિદ્ અને એક્સપ્લોરર છે. તેને એક પ્રાચીન કૉસ્મિક વસ્તુ શોધવાના મિશન માટે બોલાવવામાં આવે છે. આ ખતરનાક સફરમાં ઇતિહાસકાર અને નિષ્ણાત નિશાનબાજ એવું પ્રિયંકા ચોપરાનું પાત્ર ‘મંદાકિની’ પણ તેની સાથે જોડાય છે. આ શોધ તેમને આફ્રિકા, ઍન્ટાર્કટિકા અને યુરોપ સુધી લઈ જાય છે.
સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા પહોંચી પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા ગઈ કાલે સિદ્ધિવિનાયક મંદિરે બાપ્પાના આશીર્વાદ લેવા માટે પહોંચી હતી. પ્રિયંકા મંદિરની બહાર એકદમ સાદા અને સિમ્પલ ગુલાબી રંગના સૂટમાં જોવા મળી હતી. આ ડ્રેસમાં તેનો લુક સિમ્પલ હોવા છતાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. મંદિર પરિસરમાંથી બહાર નીકળતી વખતે પ્રિયંકા ખુશમિજાજ મૂડમાં જોવા મળી હતી અને ફૅન્સને જોઈને સ્મિત સાથે હાથ હલાવીને તેમનું અભિવાદન કર્યું હતું. આ સમય દરમ્યાન ઘણા ફૅન્સ તેની એક ઝલક મેળવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. આ સંજોગોમાં મંદિરની અંદર જતા પહેલાં પ્રિયંકાએ સ્મિત સાથે લોકોનું અભિવાદન કર્યું હતું અને બહાર આવતી વખતે પણ પોતાના ફૅન્સને હેલો કહ્યું હતું.
