પંજાબના ટૉપ પાંચ બેટ્સમેનો નિષ્ફળ રહ્યાં, ચેન્નઈના દિપક ચહરે ૪ વિકેટ ઝડપી
16 April, 2021 10:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentમિડલ ઑર્ડરના બૅટ્સમૅન અને આઇપીએલના સૌથી મોંઘા પ્લેયરે રાજસ્થાનને દિલ્હી સામે અપાવ્યો રોમાંચક વિજય
16 April, 2021 04:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondentરાજસ્થાન માટે આ વર્ષે આઇપીએલમાં ડેબ્યુ કરનાર ચેતન સાકરિયા પહેલી જ મૅચમાં લાઇમલાઇટમાં આવી ગયો હતો. જોકે હાલમાં તેણે મનની વાત જણાવતાં કહ્યું કે ‘મને બૉલીવુડ અભિનેત્રી અનન્યા પાન્ડે ઘણી ગમે છે અને હું તેને ડેટ પર લઈ જવા માગું છું.’
16 April, 2021 04:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondentઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલે આઇપીએલમાં બૅન્ગલોર વતી રમતાં હૈદરાબાદ સામેની મૅચમાં આ સીઝનની પોતાની પહેલી હાફ સેન્ચુરી ફટકારી હતી.
16 April, 2021 04:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondentઆજે ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો બર્થ ડે છે. આ વખતની આઈપીએલમાં તે પંજાબની ટીમ વતિથી રમશે. 30 વર્ષના શમ્મીના તેના મિત્રો અને કુટુંબ સાથેના અમૂક ફોટોઝ જોઈએ. તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ
09 March, 2021 10:55 IST |મહિલા દિન નિમિત્તે વિદ્યાવિહાર (વેસ્ટ)ના ફાતિમા હાઈ સ્કૂલ ગ્રાઉન્ડ પર ગઈ કાલે સવારે અલગ ગ્રુપ પ્રસ્તુત ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ-૨૦૨૧’ની ૧૨મી સીઝનની ઓપનિંગ સેરેમની અલગ ગ્રુપના જિજ્ઞેશ ખિલાણી, આર્ચી ખિલાણી, ઘાટકોપરના ભારતીય જનતા પાર્ટીનાં નગરસેવિકા અને ટુર્નામેન્ટનાં વિશેષ સહયોગી બિન્દુબહેન ત્રિવેદીના હસ્તે કરવામાં આવી હતી. તેમની સાથે આ પ્રસંગે ગુજરાતી નાટ્યકાર અને લેખક પ્રવીણ સોલંકી પર હાજર હતા. બિન્દુબહેન ત્રિવેદીએ ઓપનિંગ સેરેમની પ્રસંગે ક્રિકેટરોને શુભેચ્છા અને ગુડ વિશ આપતાં કહ્યું હતું કે ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની આ ૧૨મી સીઝન છે. આ ૧૨મી સીઝનમાં પોતાના જબરદસ્ત હોંશલા સાથે રમનારી બધી જ મહિલાઓને મારી શુભકામના. ‘મિડ-ડે’ ઘણાં વર્ષથી સતત લેડીઝ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. આ જ પરંપરા ‘મિડ-ડે’ જાળવી રાખે એ માટે ‘મિડ-ડે’ને પણ અમારી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. ‘મિડ-ડે’ને જ્યારે-જ્યારે અમારા સહયોગની જરૂર પડે ત્યારે અમે ‘મિડ-ડે’ સાથે જ છીએ. ત્યાર પછી અલગ ગ્રુપ તરફથી આર્ચી જિજ્ઞેશ ખિલાણીએ બધી મહિલા ક્રિકેટરોને હાર્દિક શુભેચ્છા આપી હતી. ‘મિડ-ડે’ના ડેપ્યુટી એડિટર બાદલ પંડ્યાએ ઓપનિંગ સેરેમનીમાં પધારેલા બધા જ સ્પૉન્સર્સ અને મુખ્ય મહેમાનો તેમ જ બધી જ લેડીઝ ટીમને આવકારી હતી અને ટીમની ખેલાડીઓને શુભેચ્છા આપી હતી. ઓપનિંગ સેરેમનીમાં અસોસિએટ સ્પૉન્સર સોર્સ સ્કોરના પ્રતિનિધિ કમલ સોની, હિરેન રાજગુરુ અને મીડિયા ઍડ્વાઇઝર ચિરાગ વાઘેલા, ૧૦૧ ઇવેન્ટના મૅનેજિંગ ડિરેક્ટર હિના ગોહિલ, ડિજિટલ પાર્ટનર જિનલ સ્ટુડિયોના ભાવિક શાહ તથા ટુર્નામેન્ટમાં ગ્રાઉન્ડ મૅનેજમેન્ટ સંભાળતા જૉલી ફ્રેન્ડ્સ સ્પોર્ટ્સ ક્લબના ઓનર શિવા કોનાર તેમ જ ઘાટકોપર જૉલી જિમખાનાના પ્રતિનિધિ નિશિથ ગોળવાલા અને મથુરાદાસ ભાનુશાળી હાજર રહ્યા હતા. ઓપનિંગ સેરેમનીના કાર્યક્રમનું સંચાલન ઍન્કર વૈશાલી પારસ કારાણીએ કર્યું હતું. ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની ત્રણ દિવસની મૅચ સીઝન-૧૨ના ડિજિટલ પાર્ટનર જિનલ સ્ટુડિયોની યુટયુબ ચૅનલ પર લાઇવ માણી શકાશે. (તસવીરો: સમીર માર્કન્ડે અને અનુરાગ આહિરે)
06 March, 2021 12:47 IST |ભારતીય ક્રિકેટ ટીમના ઈતિહાસમાં આક્રમક બેટ્સમેનમાનાં એક યુસુફ પઠાણે ગઈ કાલે જ ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કર્યો છે ત્યારે જાણો તેના વિશે વધુ. (ફોટોઝઃમિડ-ડે આર્કાઈવ્ઝ, યુસુફ પઠાણનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
27 February, 2021 08:24 IST |ભારતનાં પેસર એસ શ્રીસંથની જિંદગીમાં જાતભાતના ઉતાર ચઢાવ આવ્યા છે. વિવાદો સાથે તો એને જાણે પાક્કી ભાઇબંધી છે. ફાસ્ટ બૉલર તરીકે તેની ટેલેન્ટને આપણે બિરદાવવી પડે એ ખરું પણ ક્રિકેટના ગ્રાઉન્ડ પરના વિવાદો અને ફિલ્મી પડદે અખતરાની ગણતરી તેની જિંદગીના અપ્સ ડાઉનમાં કરવી જ પડે. (તસવીર સૌજન્ય શ્રીસંથ ઇન્સ્ટાગ્રામ અને એએફપી )
06 February, 2021 10:38 IST |
ગોડ ઓફ ક્રિકેટ સચિન તેન્ડુલકરે મેદાન પરથી ભલે નિવૃત્તિ લીધી હોય, પરંતુ મેદાન બહાર સચિનનું ફેન ફોલોઇંગ સ્હેજ પણ ઘટ્યું નથી. હાલ પણ સચિન તેન્ડુલકરને મળવા, તેમને સાંભળવા ફેન્સ પડાપડી કરે છે. ત્યારે મિડ ડે તમારા માટે લાવ્યું છે માસ્ટર બ્લાસ્ટરનો પહેલો વીડિયો ઈન્ટરવ્યુ. 1989માં ટોમ ઓલ્ટરે સચિનનો આ ઈન્ટરવ્યુ કર્યો હતો.
મિડ ડે માસ્ટર ક્લાસમાં સાઉથ આફ્રિકન ક્રિકેટર ડેલ સ્ટેન પોતાના ડ્રીમ સ્પેલનો રાઝ ખોલ્યો છે. 2010માં નાગપુરમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ડેલ સ્ટેને સાત વિકેટ ઝડપી હતી. મિડ ડે માસ્ટર ક્લાસમાં ડેલ સ્ટેને પોતાની આ સફળતા અંગે વાત કરી. ભારતની મુલાકાત દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના અંડર 19 ક્રિકેટર્સ સાથે કરીને ટિપ્સ આપી હતી. જુઓ વીડિયો
મિથાલી રાજ એક એવી ક્રિકેટર જે મહિલા ક્રિકેટની સચિન તેન્ડુલકર કહેવાય છે. મિડ ડે સાથેના એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં મિથાલી વાત કરે છે તેની ક્રિકેટની સફર વિશે. મહિલા ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં કેમ તેને ન રમાડાઈ તે અંગેનો પણ મિથાલી રાજ ખુલાસો કરી રહી છે.
21 December, 2018 03:28 IST |