Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સૂર્યકુમાર યાદવ જિતો પ્રીમિયર લીગનો બ્રૅન્ડ-ઍમ્બેસેડર બન્યો

સૂર્યકુમાર યાદવ જિતો પ્રીમિયર લીગનો બ્રૅન્ડ-ઍમ્બેસેડર બન્યો

Published : 09 August, 2026 01:15 PM | IST | Colombo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સૂર્યકુમાર યાદવ જિતો પ્રીમિયર લીગનો બ્રૅન્ડ-ઍમ્બેસેડર બન્યો, ભારતની સૌથી મોટી જૈન ક્રિકેટ લીગ શ્રીલંકામાં રમાશે

સૂર્યકુમાર યાદવ

સૂર્યકુમાર યાદવ


ભારતના ભૂતપૂર્વ T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવને ભારતની સૌથી મોટી કમ્યુનિટી ક્રિકેટ લીગ જિતો પ્રીમિયર લીગ (JPL))ની પ્રથમ આવૃત્તિ માટે બ્રૅન્ડ-ઍમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. આ લીગ ૨૪ ઑગસ્ટથી પાંચ સપ્ટેમ્બર દરમ્યાન શ્રીલંકામાં કોલંબો ખાતે રમાશે.
આ ટુર્નામેન્ટમાં જૈન સમાજનું પ્રતિનિધિત્વ કરતા દેશભરના લગભગ ૨૫૦ શ્રેષ્ઠ ક્રિકેટરો ૧૨ ફ્રૅન્ચાઇઝી ટીમ તરફથી ભાગ લેશે અને કુલ ૩૩ મૅચ રમાશે. દરેક મૅચનું જીવંત પ્રસારણ અગ્રણી OTT પ્લૅટફૉર્મ્સ, ડિજિટલ સ્પોર્ટ્‍સ ચેનલો અને ક્રિકેટ સ્કોરિંગ ઍપ્લિકેશનો પર કરવામાં આવશે. 
સૂર્યકુમાર યાદવ ઉદ્ઘાટન સમારોહ અને પ્રથમ મૅચમાં હાજરી આપે એવી અપેક્ષા છે. જિતો પ્રીમિયર લીગનું આયોજન જૈન ઇન્ટરનૅશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO)ની ઍપેક્સ ટીમના નેજા હેઠળ કરવામાં આવી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2026 01:15 PM IST | Colombo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK