શ્રીલંકા ટેસ્ટ-ટૂર માટે સરફરાઝ ખાનને ભારતીય સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યો છે. લાંબા સમય બાદ ટીમમાં વાપસી થતાં સરફરાઝે પિતા નૌશાદ ખાન સાથે ખુશીની પળો શૅર કરી હતી.
સરફરાઝ ખાન
શ્રીલંકા ટેસ્ટ-ટૂર માટે સાઈ સુદર્શનના સ્થાને મુંબઈના સરફરાઝ ખાનને સામેલ કરવામાં આવ્યો હતો. નવેમ્બર ૨૦૨૪ પછી સરફરાઝ ખાનને ભારતીય સ્ક્વૉડમાં એન્ટ્રી મળી છે.
સરફરાઝ ખાને આ ખુશીમાં પોતાના પપ્પા સાથે ફોટો અને વિડિયો પણ શૅર કર્યા હતા. આ વિડિયોમાં સરફરાઝ ખાનના પપ્પા નૌશાદ ખાન શાયરીની મદદથી મોટિવેશન આપતાં કહે છે કે ‘સૂરજ ભલે હી નિકલા હૈ કઈ રાતોં કે બાદ, લેકિન મેહનત કો મિલતા હૈ હમેશા કિસ્મત કા સાથ.’
કાશ્મીરમાં સખત તાલીમ લઈને ૧૭ કિલો વજન ઘટાડ્યું છે સરફરાઝ ખાને
ADVERTISEMENT

રણજી ટ્રોફીમાં શાનદાર ત્રેવડી સદી ફટકારવા છતાં સરફરાઝ ખાનને છેલ્લા ઘણા સમયથી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સંઘર્ષ કરવો પડ્યો હતો. જોકે હવે ભારતીય ટીમમાં સ્થાન મજબૂત કરવાના નિર્ધારે સરફરાઝ ખાનને વધુ ફિટ અને વધુ ચપળ બનાવી દીધો છે.
૨૮ વર્ષના સરફરાઝ ખાને છેલ્લા દોઢ વર્ષમાં યોગ્ય રીતે ફિટ થવા માટે શક્ય હોય એ બધું કર્યું અને ૧૭ કિલો વજન ઉતાર્યું છે. તેણે કાશ્મીરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં કલાકો ટ્રેઇનિંગમાં વિતાવીને પોતાની કુશળતાને વધુ નિખાર આપ્યો છે, કારણ કે મુંબઈમાં વરસાદી વાતાવરણને કારણે નિયમિત તાલીમ મુશ્કેલ બની ગઈ હતી.થોડા દિવસો પહેલાં જ સરફરાઝ ખાને સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘હું કદાચ યોગ્ય રીતે ફિટ ન થઈ શકું, પરંતુ હું મારી પૂરી તાકાતથી લડીશ.’
