શ્રેયસ અય્યરની મમ્મીએ બનાવેલા ઢોસાની મજા માણી કોહલીએ
વિરાટ કોહલી, શ્રેયસ અય્યર
વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર એકબીજાથી અંદાજે ૫૦૦ મીટરની દૂરી પર જ રહે છે. તાજેતરમાં વિરાટ કોહલી માટે શ્રેયસ અય્યરના ઘરેથી તેની મમ્મી દ્વારા બનાવવામાં આવેલા નીર ઢોસા મોકલવામાં આવ્યા હતા. ઢોસાની મજા માણ્યા બાદ સોશ્યલ મીડિયા પર કોહલીએ કહ્યું કે ‘અમારા ઘરથી ૫૦૦ મીટર દૂર રહેતા અમારા પાડોશીએ અમારા માટે નીર ઢોસા મોકલ્યા હતા, જેનાથી અમારા મોઢા પર સ્માઇલ આવી ગઈ હતી. તારી મમ્મીનો ખૂબ-ખૂબ આભાર કે અમને આટલા લાંબા સમય પછી સ્વાદિષ્ટ ઢોસા ખાવા મળ્યા. આશા કરું છું કે અમે મોકલેલી મશરૂમ બિરયાની તને પસંદ આવી હશે. શ્રેયસ અય્યર જેવા સારા માણસ સાથેનો આ ફોટો સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોને ધ્યાનમાં રાખીને ક્લિક કર્યો છે.’
મજાની વાત એ છે કે કોહલીએ કરેલી આ પોસ્ટ પછી યુઝવેન્દ્ર ચહલે બિરયાની માગી હતી જે પોતે અહીંથી ૧૪૦૦ કિલોમીટર દૂર પોતાના ઘરે બેઠો છે.