Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સ્કૂટર પર ઑસ્ટ્રેલિયા જવા નીકળ્યો આ ભારતીય યુવક: ૧૮ મહિનામાં ૧૩ દેશમાંથી પસાર થશે

સ્કૂટર પર ઑસ્ટ્રેલિયા જવા નીકળ્યો આ ભારતીય યુવક: ૧૮ મહિનામાં ૧૩ દેશમાંથી પસાર થશે

04 May, 2024 02:01 PM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇર્શાદ નામના યુવકે પોતાના આ સાહસની શરૂઆત કરી ત્યારથી તે સતત પોતાના સોશ્યલ મીડિયા ફૉલોઅર્સ સાથે સંપર્કમાં છે

ઇર્શાદ

અજબગજબ

ઇર્શાદ


તમે ઘણા લોકોને બાઇક પર લદ્દાખ, હિમાચલ કે ઉત્તરાખંડની સફરે જતા જોયા હશે, પણ કોઈ સ્કૂટર પર બેસીને વિદેશયાત્રા પર નીકળે એ વાત નવાઈની નથી? કેરલાનો એક યુવક સ્કૂટી પર ભારતથી ઑસ્ટ્રેલિયાના પ્રવાસે નીકળ્યો છે. ઇર્શાદ નામના યુવકે પોતાના આ સાહસની શરૂઆત કરી ત્યારથી તે સતત પોતાના સોશ્યલ મીડિયા ફૉલોઅર્સ સાથે સંપર્કમાં છે. તે પોતાની રોમાંચક સફરની દરેક અપડેટ આપી રહ્યો છે.

એક વિડિયોમાં ઇર્શાદે જણાવ્યું કે ‘ઑસ્ટ્રેલિયા સુધીની ૪૦,૦૦૦ કિલોમીટરની આ યાત્રા હું ૧૮ મહિનામાં પૂરી કરીશ અને એ દરમ્યાન ભારત સહિત ૧૩ દેશોમાંથી પસાર થઈશ. ભારતથી હું નેપાલ, બંગલાદેશ, ભુતાન, મ્યાનમાર, લાઓસ, વિયેટનામ, કમ્બોડિયા, થાઇલૅન્ડ, મલેશિયા, સિંગાપોર, ઇન્ડોનેશિયા અને પછી ઑસ્ટ્રેલિયા જઈશ. ઇન્ડોનેશિયા પહોંચીને શિપમાં હું ઑસ્ટ્રેલિયા જઈશ.’


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2024 02:01 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK