Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > લવ-ટ્રાયેન્ગલનો કાતિલ અંજામ

લવ-ટ્રાયેન્ગલનો કાતિલ અંજામ

04 May, 2024 07:18 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પરિણીત પ્રેમિકાના ઘરે ભૂતપૂર્વ પ્રેમીએ મોકલ્યો પાર્સલ-બૉમ્બ: યુવતીનાં પતિ અને દીકરીનો જીવ ગયો

ભૂતપૂર્વ પ્રેમીએ મોકલેલો પાર્સલ-બૉમ્બ ફાટ્યો એ પછી ઘર ખેદાનમેદાન થઈ ગયું હતું.

ભૂતપૂર્વ પ્રેમીએ મોકલેલો પાર્સલ-બૉમ્બ ફાટ્યો એ પછી ઘર ખેદાનમેદાન થઈ ગયું હતું.


ગુજરાતના સાબરકાંઠાના વડાલી તાલુકાના વેડા ગામમાં પરિણીત પ્રેમિકાના પ​તિને તેના જ ઘરે મારવા માટે યુવતીના ભૂતપૂર્વ પ્રેમીએ મોકલેલો પાર્સલ-બૉમ્બ ગુરુવારે ફાટતાં પિતા-પુત્રીનાં મૃત્યુ થયાં હતાં. પોલીસે આ કેસમાં આરોપીની કલાકોમાં જ ધરપકડ કરી હતી.

આ ઘટનામાં ૩૨ વર્ષના જિતેન્દ્ર હીરાભાઈ વણજારાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું અને તેની ૧૨ વર્ષની દીકરી ભૂ​મિકાએ હૉ​સ્પિટલમાં લઈ જતી વખતે છેલ્લા શ્વાસ લીધા હતા. આ બનાવ બન્યો ત્યારે જિતેન્દ્રની પત્ની ઘરે નહોતી. બીજી તરફ જિતેન્દ્રની ૯ અને ૧૦ વર્ષની બીજી બે દીકરીઓ પણ ઘાયલ થઈ હતી અને તેમને વધુ સારવાર માટે અમદાવાદ મોકલી દેવામાં આવી છે જેમાંથી એકને વે​ન્ટિલેટર પર રાખવામાં આવી છે.



આ ઘટના વિશે સિ​નિયર પોલીસ અ​​ધિકારી ​વિજય પટેલે આપેલી જાણકારી મુજબ ૩૧ વર્ષના આરોપી જયંત બાલુ​સિંહ વણજારાએ ઑટોરિક્ષામાં બૉમ્બ ધરાવતું પાર્સલ મોકલ્યું હતું જે એક ટેપ-રેકૉર્ડર જેવું જ દેખાતું હતું. જિતેન્દ્રએ એ પાર્સલ ખોલતાં જ ધડાકો થયો હતો. આ પાર્સલમાં મોકલેલો ઇમ્પ્રૂવાઇઝ્‍ડ બૉમ્બ બનાવવા માટે જયં​ત રાજસ્થાન ગયો હતો અને તેણે ​જિલેટિન ​સ્ટિક્સ અને ડિટોનેટર ખરીદ્યાં હતાં. બૉમ્બનું ટેપ-રેકૉર્ડર જેવું પૅકિંગ કરવામાં આવ્યું હતું અને એ ઑન કરતાંની સાથે જ ધડાકો થયો હતો. જે ઑટોરિક્ષામાં આ બૉમ્બ મોકલવામાં આવ્યો હતો એના ડ્રાઇવરની ક્લોઝ્‍ડ સર્કિટ ટે​લિ​વિઝન (CCTV) ફુટેજના આધારે ઓળખ કરીને તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું અને એના આધારે આરોપીને ઝડપી લેવા માટે પોલીસે ​વિશેષ ટીમ તૈયાર કરી હતી અને ધડાકાના થોડા કલાક બાદ જયંતીની ધરપકડ કરવામાં આવી હતી. જિતેન્દ્રની પત્ની જયં​તીની એક્સ-ગર્લફ્રેન્ડ હતી અને તેનાં જિતેન્દ્ર સાથે થયેલાં લગ્ન તેને ગમ્યાં નહોતાં એટલે જિતેન્દ્રને મારવા માટે તેણે બૉમ્બ ધરાવતું પાર્સલ મોકલ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2024 07:18 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK