Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સરખાં નામ ધરાવતા કોઈ પણ ઉમેદવારને ચૂંટણી લડવાની ના પાડી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ

સરખાં નામ ધરાવતા કોઈ પણ ઉમેદવારને ચૂંટણી લડવાની ના પાડી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ

04 May, 2024 12:30 PM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોર્ટે કહ્યું હતું કે જે લોકોનાં નામ રાજકીય નેતાઓનાં નામ સાથે મળતાં હોય તેમને ચૂંટણી લડતાં રોકી શકાય નહીં

સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર


એકસરખાં નામ ધરાવતા ઉમેદવારોને ચૂંટણી લડવા પર પ્ર​તિબંધ મૂકવામાં આવે એવી માગણી કરતી એક અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું હતું કે જે લોકોનાં નામ રાજકીય નેતાઓનાં નામ સાથે મળતાં હોય તેમને ચૂંટણી લડતાં રોકી શકાય નહીં. જનહિતની અરજી કરનારા અરજદારનું કહેવું હતું કે ચૂંટણીમાં મતદારોને ગેરમાર્ગે દોરવા માટે હાઈ પ્રોફાઇલ બેઠકો પર સરખાં નામ ધરાવતા લોકો ઉમેદવારી નોંધાવે છે. એને કારણે હેવીવેઇટ નેતાઓ ઘણી વાર પાતળા માર્જિનથી ચૂંટણી હારી જાય છે. આ મેટર સાંભળવાની ના પાડી દેતાં જસ્ટિસ બી. આર. ગવઈએ કહ્યું હતું કે જો માતા-પિતાએ રાજકીય નેતાઓ જેવાં, રાહુલ ગાંધી કે લાલુ યાદવ નામ આપ્યાં હોય તો તેમને ચૂંટણી લડતાં કેવી રીતે રોકી શકાય? કોર્ટે અરજદારને પિ​ટિશન પાછી ખેંચી લેવા જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2024 12:30 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK