Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટોટલ ટાઇમપાસ: લાઇફ-પાર્ટનર બન્યો ફિટનેસ-પાર્ટનર

ટોટલ ટાઇમપાસ: લાઇફ-પાર્ટનર બન્યો ફિટનેસ-પાર્ટનર

04 May, 2024 08:51 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શાહિદ ફિટનેસને ખૂબ જ મહત્ત્વ આપે છે

શાહિદ કપૂર હાલમાં તેની પત્ની મીરા રાજપૂત કપૂર સાથે જિમમાં જોવા મળ્યો

શાહિદ કપૂર હાલમાં તેની પત્ની મીરા રાજપૂત કપૂર સાથે જિમમાં જોવા મળ્યો


શાહિદ કપૂર હાલમાં તેની પત્ની મીરા રાજપૂત કપૂર સાથે જિમમાં જોવા મળ્યો છે. શાહિદ ફિટનેસને ખૂબ જ મહત્ત્વ આપે છે. તેની પત્ની હોય કે ન હોય, તે હંમેશાં જિમમાં રેગ્યુલર જોવા મળે છે. મીરાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કર્યો છે જેમાં તેઓ બન્ને જિમમાં જોવા મળી રહ્યાં છે. આ ફોટો શૅર કરીને મીરાએ કૅપ્શન લખી : યુ કમ્પ્લીટ મી.

બર્થ-ડે સેલિબ્રેશન ખતમ નહીં હુઆ




અનુષ્કા શર્માનો પહેલી મેએ બર્થ-ડે હતો અને સેલિબ્રેશન તો જાણે હજી સુધી ચાલી રહ્યું છે. ગુરુવારે રાતે અનુષ્કા અને તેના હસબન્ડ વિરાટ કોહલીએ બૅન્ગલોરની લુપા રેસ્ટોરાંમાં ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરી હતી. એ પાર્ટીમાં IPLની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના ક્રિકેટર ફાફ ડુ પ્લેસી અને ગ્લેન મૅક્સવેલની સાથે જ તેમના અન્ય ફ્રેન્ડ્સ પણ સામેલ થયા હતા. આ ગેટ-ટુગેધરનો ફોટો અનુષ્કાએ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો હતો. 

અંકિતા અને વિકી : પેશન્ટ કોણ છે?


અંકિતા લોખંડેએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેના પતિ વિકી જૈન સાથેનો એક ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં તેઓ બન્ને હૉસ્પિટલના બેડ પર જોવા મળી રહ્યાં છે. અંકિતાએ હાથમાં ઈજા થઈ હોવાથી બેલ્ટ પહેર્યો છે. ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અંકિતાએ કૅપ્શન લખી : બીમારીમાં અને હેલ્થ, બન્નેમાં અમે એકમેકની સાથે છીએ. સાચે જ સાથે છીએ.
અંકિતાની આ પોસ્ટ બાદ પેશન્ટ કોણ છે એ ફૅન્સમાં ચર્ચાનો વિષય બન્યો હતો. અંકિતા તો ઇન્જર્ડ છે, પરંતુ વિકી બીમાર હોવાથી હૉસ્પિટલમાં 
ઍડ‍્‍મિટ છે.

Whatsapp-channel Whatsapp-channel

04 May, 2024 08:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK