Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ‘સ્કૂલ મોડાં કેમ પહોંચ્યાં?’ કહીને મહિલા પ્રિન્સિપાલે શિક્ષિકાને ધોકાવી નાખી

‘સ્કૂલ મોડાં કેમ પહોંચ્યાં?’ કહીને મહિલા પ્રિન્સિપાલે શિક્ષિકાને ધોકાવી નાખી

04 May, 2024 02:32 PM IST | Agra
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ લડાઈમાં શિક્ષિકા ઈજા પામી હતી. જોકે પ્રિન્સિપાલે આ ટીચર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

લાઇફમસાલા

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ


વિદ્યાર્થીઓ સ્કૂલ મોડા પહોંચે તો તેમને પાઠ ભણાવવા વાજબી સજા આપવામાં આવે છે. જોકે આગરાની એક સ્કૂલમાં તો મોડાં આવવાને લઈને એક શિક્ષિકા અને મહિલા પ્રિન્સિપાલ વચ્ચે મારઝૂડ થઈ હતી. તેમની હિંસક લડાઈનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ મહિલાઓ એટલી આક્રમક બની ગઈ હતી કે એકમેકનાં કપડાં ફાડતાં-ફાડતાં રહી ગઈ હતી. પછી એક સ્ટાફ-મેમ્બર બન્નેને અલગ કરે છે, પણ દરવાજા પાસે ફરી પ્રિન્સિપાલ ટીચરને ધક્કો મારી દે છે. આ લડાઈમાં શિક્ષિકા ઈજા પામી હતી. જોકે પ્રિન્સિપાલે આ ટીચર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એક વ્યક્તિએ આ વિડિયો પર કમેન્ટ કરી હતી કે ‘આ શિક્ષકો એક્સ્ટ્રાકરિક્યુલર સ્કિલ્સ બતાવી રહ્યાં છે.’

પ્રેસિડન્ટ અયોધ્યામાં



ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાલમાં જ અયોધ્યા ગયાં હતાં, જ્યાં તેમણે નવનિર્મિત રામ મંદિરમાં રામલલાનાં દર્શન કર્યાં હતાં. પ્રેસિડન્ટ અયોધ્યામાં હનુમાનગઢી મંદિરમાં પણ ગયાં હતાં અને સરયૂ નદી પર જઈને તેમણે આરતીમાં પણ ભાગ લીધો હતો.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2024 02:32 PM IST | Agra | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK