Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કોવિશીલ્ડ લીધા પછી મૃત્યુ પામેલી દીકરીના પિતા હવે નવેસરથી લડશે, ઍસ્ટ્રાઝેનેકા કંપની સામે કેસ કરશે

કોવિશીલ્ડ લીધા પછી મૃત્યુ પામેલી દીકરીના પિતા હવે નવેસરથી લડશે, ઍસ્ટ્રાઝેનેકા કંપની સામે કેસ કરશે

04 May, 2024 07:12 AM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મારા જેવા આઠ પેરન્ટ્સ હવે એક થયા છીએ

વેણુગોપાલ ગોવિંદન અને રસી લીધા પછી જીવ ગુમાવનારી તેમની દીકરી કારુણ્યા.

વેણુગોપાલ ગોવિંદન અને રસી લીધા પછી જીવ ગુમાવનારી તેમની દીકરી કારુણ્યા.


ઍસ્ટ્રાઝેનેકા કંપનીએ ​વિકસાવેલી કો​​વિડ-19ની કો​વિશીલ્ડ રસી લઈને મૃત્યુ પામેલી ૨૦ વર્ષની દીકરીના ​પિતાએ હવે વિશ્વમાં સૌથી મોટી રસી બનાવતી કંપની સામે લડવાની તૈયારી કરી છે. યુનાઇટેડ ​કિંગડમમાં આ કંપનીએ રજૂ કરેલા દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે કે રસીની આડઅસરથી બ્લડમાં ક્લૉટ થાય છે અને પ્લેટલેટ્સની સંખ્યા ઘટી જાય છે જેથી રસી લેનારને અસામાન્ય ગણાતા રોગ થાય છે. ભારતમાં આ રસીનું ઉત્પાદન કરનારી ​સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇ​​ન્ડિયા (SII)એ હજી સુધી આ મુદ્દે ​નિવેદન આપ્યું નથી.

કોવિશીલ્ડ રસી લીધા બાદ ૨૦૨૧માં વેણુગોપાલન ગો​​વિંદનની ૨૦ વર્ષની દીકરી કારુણ્યાનું મૃત્યુ થયું હતું. ભારતમાં રસીના રોલઆઉટ માટે સરકારી સત્તાવાળાઓને જવાબદાર ગણાવીને વેણુગોપાલન ગોવિંદને ઑનલાઇન પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘રસી લીધા બાદ બ્લડ-ક્લૉટથી મૃત્યુ થાય છે એવું જાણ્યા બાદ ૧૫ યુરોપિયન દેશોએ આ રસીના વપરાશ પર પ્ર​તિબંધ મૂકી દીધો હતો, ત્યાર બાદ ભારતમાં આ રસીનું ઉત્પાદન કરતી SIIએ રસીની સપ્લાય બંધ કરી દેવી જોઈતી હતી. જે લોકોએ તેમનાં વહાલસોયાં ખોઈ દીધાં છે તેઓ હવે કોર્ટમાં ન્યાય માટે લડી રહ્યાં છે, પણ અમારી કોઈ સુનાવણી થતી નથી. હવે અમે નવા કેસ દાખલ કરીશું અને ન્યાય માટે માગણી કરીશું. મેં જેમ મારી દીકરી ગુમાવી છે એમ મારા જેવા આઠ પેરન્ટ્સ હવે એક થયા છીએ અને અમે હવે લડત આપવાના છીએ. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇ​​ન્ડિયા અને અદર પૂનાવાલાએ તેમના પાપ માટે જવાબ આપવો પડશે.’



આ પહેલાં કારુણ્યાના મોતની તપાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ એનાં તારણોમાં જણાવ્યું હતું કે યુવતીના મોત માટે વૅક્સિન જવાબદાર નથી.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2024 07:12 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK