Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૧૦૩ વર્ષના સુપર ફૅનને ધોનીએ આપી સ્પેશ્યલ ગિફ્ટ

૧૦૩ વર્ષના સુપર ફૅનને ધોનીએ આપી સ્પેશ્યલ ગિફ્ટ

04 May, 2024 09:51 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

T20 ક્રિકેટ જલદી પૂરી થઈ જતી હોવાથી એ તેમને વધુ ગમે છે

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ


ચેન્નઈએ તાજેતરમાં ટીમ અને ધોનીના ૧૦૩ વર્ષના ફૅન રામદાસનો એક વિડિયો શૅર કર્યો હતો. વિડિયોમાં રામદાસે ધોની માટેના તેના પ્રેમને વ્યક્ત કર્યો હતો. આ વિડિયો જોયા બાદ ધોનીએ તેના આ સુપર ફૅન માટે ૧૦૩ નંબરવાળું સ્પેશ્યલ ટી-શર્ટ બનાવી ઑટોગ્રાફ અને આભાર માનતી નૉટ સાથે મોકલાવ્યું હતું. રામદાસ આ ગિફ્ટથી ખૂબ જ રોમાંચિત થઈ ગયા હતા. 
બ્રિટિશ સેનાના ભૂતપૂર્વ મેમ્બર રામદાસ ૧૦૩ વર્ષની ઉમરે પણ ચેન્નઈની મૅચ અચૂક જુએ છે અને તેઓ હજી ધોનીને જ ચેન્નઈનો કૅપ્ટન માને છે. રામદાસને ક્રિકેટ જોવી ખૂબ જ ગમે છે, પણ એ રમવાનો તેમને ડર લાગે છે. T20 ક્રિકેટ જલદી પૂરી થઈ જતી હોવાથી એ તેમને વધુ ગમે છે.

મુસ્તફિઝુર રહેમાનને પણ મળી ગુડબાય-ગિફ્ટ
આગામી ઝિમ્બાબ્વે સિરીઝ સામે રમવા IPL છોડીને જઈ રહેલા બંગલાદેશના પેસ બોલર મુસ્તફિઝુર રહેમાનને મહેન્દ્ર સિંહ ધોનીએ યાદગીરી માટે તેનું સાઇન કરેલું ટી-શર્ટ ગિફ્ટમાં આપ્યું હતું. રહેમાને સોશ્યલ મીડિયામાં એક ફોટો શૅર કરીને ધોનીનો આભાર માનતાં લખ્યું હતું કે ‘માહી ભાઈ, દરેક બાબત માટે આભાર. તમારા જેવા લેજન્ડ સાથે ડ્રેસિંગ રૂમ શૅર કરવો મારા માટે એક વિશેષ લાગણીરૂપ રહ્યો. દરેક વખતે મારા પર વિશ્વાસ રાખવા બદલ આભાર. તમારા મૂલ્યવાન માર્ગદર્શનને હું હંમેશ યાદ રાખીશ. તમને ફરી મળવા અને તમારી સાથે રમવા ઉત્સુક છું.’


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2024 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK